SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ તર્કરહસ્યદીપિકા चासौ द्विविधः ५ । आस्त्रनिरोधः संवरः गुप्तिसमितिधर्मानुप्रेक्षादीनां चास्त्रवप्रतिबन्धकारित्वात्, स च द्विविधः सर्वदेशभेदाद् ६ । - 94. (૩) શુભ અર્થાત્ સારું ફળ આપનારાં કર્મપુદ્ગલો પુણ્ય છે, (૪) તથા બૂરું ફળ આપનારાં કર્મપુદ્ગલો પાપ છે. (૫) મન, વચન અને કાયાની પ્રવૃત્તિ આસ્રવ છે કારણ કે તેનાથી કર્મો [આત્મા ભણી] આવે છે. મન, વચન, અને કાયાની શુભ અર્થાત્ સારી પ્રવૃત્તિ પુણ્યપુદ્ગલકર્મોને લાવે છે એટલે તે પુણ્યાસ્રવ કહેવાય છે. તથા મન, વચન અને કાયાની અશુભ અર્થાત્ દુષ્ટ પ્રવૃત્તિ પાપપુદ્ગલકર્મોને લાવે છે એટલે તે પાપાસ્રવ કહેવાય છે. આમ આસ્રવતત્ત્વના બે ભેદ છે – પુણ્યાસ્રવ અને પાપાસ્રવ. (૬) કર્મોના આસ્રવને રોકવો એ સંવર છે, અર્થાત્ કર્મોને આવતાં અટકાવી દેવા એ સંવર છે. ગુપ્તિ, સમિતિ, ધર્મ અને અનુપ્રેક્ષા વગેરે આસ્રવના પ્રતિબંધકો હોઈ સંવર છે. [ગુપ્તિ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિને રોકવી અર્થાત્ તેનો સંયમ. સિમિત એટલે ચાલવું, લેવું-મૂકવું, બોલવું, ખાવું, મલ-મૂત્રનો ઉત્સર્ગ કરવો આદિ પ્રવૃત્તિ જીવહિંસા ટાળવા સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરીને કરવી. ક્ષમા, મૃદુતા, ઋજુતા, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એ દશવિધ ધર્મ છે. અનુપ્રેક્ષા એટલે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભત્વ અને ધર્મસ્વાખ્યાતત્વ આ બાર ભાવના. ‘આદિ’ પદથી પરીષહજય અને ચારિત્રનો સંગ્રહ થઈ જાય છે. મોક્ષમાર્ગથી યા ધર્મમાર્ગથી વ્યુત ન થવાય એ માટે અને કર્મોને ખંખેરી નાખવા માટે વેદનાઓ, ઉપસર્ગો, ઉપદ્રવો સમભાવપૂર્વક સહન કરવા એ પરીષહજય છે. આત્મિક શુદ્ધ દશામાં યા સમભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો એ ચારિત્ર છે.] સંવરના બે ભેદ છે – આંશિક સંવર અને સંપૂર્ણ સંવર. [આંશિક સંવરમાં કેટલાંક કેટલાંક કર્મોને આવતાં અટકાવવામાં આવે છે જ્યારે સંપૂર્ણ સંવરમાં બધાં કર્મોને આવતાં બિલકુલ અટકાવી દેવામાં આવે છે.] 95. योगनिमित्तः सकषायस्यात्मनः कर्मवर्गणापुद्गलसंश्लेशविशेषो बन्धः, स च सामान्येनैकविधोऽपि प्रकृतिस्थित्यनुभागप्रदेशभेदेन चतुर्धा, पुनरेकैको ज्ञानावरणादिमूलप्रकृतिभेदादष्टधा, पुनरपि मत्यावरणादितदुत्तरप्रकृतिभेदादनेकविधः । अयं च कश्चित्तीर्थकरत्वादिफलनिर्वर्तकत्वात् प्रशस्तः, अपरश्च नारकादिफलनिर्वर्तकत्वादप्रशस्तः प्रशस्ताप्रशस्तात्मपरिणामोद्भूतस्य कर्मणः सुखदुःखसंवेदनीयफलनिर्वर्तकत्वात् ७ । आत्मसंपृक्तकर्मनिर्जरणकारणं निर्जरा द्वादशविधतपोरूपा । सा चोत्कृष्टा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy