________________
જૈનમત
૨૪૩ વિરુદ્ધ જ છે કેમ કે ઘડા આદિનો બુદ્ધિમાન કર્યા જેમ શરીરી અસર્વજ્ઞ છે તેમ પૃથ્વી આદિનો બુદ્ધિમાન કર્તા પણ પ્રસ્તુત હેતુથી શરીરી અસર્વજ્ઞ જ સિદ્ધ થશે. પરંતુ આપને તો અશરીરી સર્વજ્ઞ કર્તા સાધ્ય તરીકે ઈષ્ટ છે જ્યારે સિદ્ધ થાય છે તેનાથી બિલકુલ ઊલટો શરીરી. અને અસર્વજ્ઞ, તેથી ઇષ્ટ વિરુદ્ધ સિદ્ધ કરવાના કારણે આ પ્રસ્તુત હેતુ વિરુદ્ધ છે.
30. नन्वेवं दृष्टान्तदाान्तिकसाम्यान्वेषणे सर्वत्र हेतूनामनुपपत्तिरिति चेत् । न । धूमाद्यनुमाने महानसेतरसाधारणस्याग्नेः प्रतिपत्तेः । अत्राप्येवं बुद्धिमत्सामान्यप्रसिद्धेर्न विरुद्धत्वमित्यप्ययुक्तं, दृश्यविशेषाधारस्यैव तत्सामान्यस्य कार्यत्वहेतोः प्रसिद्धेर्नादृश्यविशेषाधारस्य, तस्य स्वप्नेऽप्यप्रतीतेः, खरविषाणाधारतत्सामान्यवत् । ततो यादृशात्कारणाद्यादृशं कार्यमुपलब्धं तादृशादेव तादृशमनुमातव्यम्, यथा यावद्धर्मात्मकाद्वआँर्यावद्धर्मात्मकस्य धूमस्योत्पत्तिः सुदृढप्रमाणात्प्रतिपन्ना तादृशादेव धूमात्तादृशस्यैवाग्नेरनुमानमिति।
30. નૈયાયિક- [આપ તો આવા કુતર્કો કરી નિરર્થક વિવાદ કરી રહ્યા છો. દષ્ટાન્ન અને દાર્રાન્તિક (જેને સિદ્ધ કરવા દષ્ટાન્ત આપવામાં આવે છે તે) તે બન્નેમાં પૂર્ણ સમાનતા તો ક્યાંય જોઈ નથી. “ચન્દ્ર સમાન મુખ છે' અહીં શું ચન્દ્રના આકાશમાં રહેવું, રાતે પ્રકાશ આપવો આદિ ધર્મો મુખમાં છે? દષ્ટાન્ત તો કોઈ ખાસ ધર્મની પ્રધાનતાના કારણે આપવામાં આવે છે. પર્વતમાં અગ્નિ સિદ્ધ કરવા માટે રસોડાના જે અગ્નિનું દષ્ટાન્ત આપવામાં આવે છે તેના પણ બધા ધર્મ પર્વતના અગ્નિમાં ક્યાં હોય છે?] દષ્ટાન્ન અને દાન્તિકમાં જો આ રીતે પૂર્ણ સમાનતા શોધવાનો આગ્રહ રાખવામાં આવે તો સર્વત્ર સઘળાં અનુમાનોનો ઉચ્છેદ થઈ જાય, કોઈ હેતુ જ ઘટે નહિ. [અમે આપ જૈનોની ઉપર્યુક્ત દલીલના જવાબમાં કહી શકીએ કે – “જેવો લાકડાનો અગ્નિ રસોડામાં છે તેવો જ અગ્નિ પર્વત ઉપર સિદ્ધ થવો જોઈએ, પરંતુ પર્વત ઉપર તો લાકડાનો અગ્નિ નથી પણ તૃણ-પર્ણનો અગ્નિ છે, તેથી હેતુ વિરુદ્ધ છે.'].
જૈન– તમારી વાત યોગ્ય નથી. પર્વતમાં અગ્નિનું અનુમાન કરતી વખતે તો પર્વતના અગ્નિ અને રસોડાના અગ્નિ એ બન્ને વિશેષ અગ્નિઓમાં રહેનાર એક અગ્નિ વ નામના સામાન્ય ધર્મનું જ્ઞાન થાય છે, તેથી તે સામાન્ય અગ્નિનું અનુમાન કરવું યોગ્ય છે. જો તમે તૈયાયિકો કહો કે અહીં પણ એ જ પ્રમાણે બુદ્ધિમત્કર્તુત્વ નામનો સામાન્ય ધર્મ પ્રસિદ્ધ છે એટલે હેતુ વિરુદ્ધ બનતો નથી, તો તમારું આ કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org