________________
જૈનમત
૨૪૧
બુદ્ધિ દ્વારા જ આપણે ઈશ્વર પૃથ્વી આદિના કર્તા હોવાનું અનુમાન કરી શકીએ. પણ દુઃખ તો એ વાતનું છે કે પૃથ્વી આદિને વિશે આપણને ‘આ ઈશ્વરકૃત છે’ એવી બુદ્ધિ જ થતી નથી.
નૈયાયિક— આપને પૃથ્વી આદિને વિશે કૃતબુદ્ધિ ઉત્પન્ન ન થવાનું કારણ મિથ્યાવાસનાઓ છે. મિથ્યાવાસનાઓ જ કૃતબુદ્ધિને ઉત્પન્ન થવા દેતી નથી.
જૈન– પ્રાચીન કૂપ તથા પ્રાચીન મહેલોને અમે બનતાં જોયા નથી તેમ છતાં તેમને વિશે કૃતબુદ્ધિ અમને થાય છે તો પછી પૃથ્વી આદિ વિશે કૃતબુદ્ધિ અમને કેમ નથી થતી? અમારો પ્રશ્ન આ છે, કેમ કે કર્તા તો બન્નેના આ વખતે અતીન્દ્રિય છે – અર્થાત્ ઇન્દ્રિય વડે દેખાવા લાયક નથી. [શું અમને જૈનોને મિથ્યાવાસનાના કારણે પૃથ્વી આદિ વિશે કૃતબુદ્ધિ નથી થતી કે આપ નૈયાયિકોને મિથ્યાવાસનાને કારણે પૃથ્વી આદિ વિશે કૃતબુદ્ધિ થાય છે ? – આનો નિર્ણય મિથ્યાવાસના તો કરી શકે નહિ.]
27. अथ प्रामाणिकस्यास्त्येवात्र कृतबुद्धिः । ननु कथं तस्य तत्र कृतत्वावगमोऽनेनानुमानान्तरेण वा । आद्येऽन्योन्याश्रयः । तथाहि - सिद्धविशेषणाद्धेतोरस्योत्थानं, तदुत्थाने च हेतोर्विशेषणसिद्धिरिति । द्वितीयपक्षेऽनुमानान्तरस्यापि सविशेषणहेतोरेवोत्थानम्, तत्राप्यनुमानान्तरात्तत्सिद्धावनवस्था । तन्न कृतबुद्धयुत्पादकत्वरूपविशेषणसिद्धिः । तथा च विशेषणासिद्धत्वं हेतोः ।
27. નૈયાયિક — જે પ્રામાણિક યા સમજદાર છે તેમને તો પૃથ્વી આદિને જોઈને બરાબર કૃતબુદ્ધિ અર્થાત્ ‘પૃથ્વી આદિને ઈશ્વરે બનાવ્યાં છે’ એવી બુદ્ધિ થાય છે જ. આપ જૈનોની ન જાણે કેવી સમજ છે ?
જૈન— [કોણ પ્રામાણિક છે અને કોણ અપ્રામાણિક એની ચર્ચામાં પડ્યા વિના] સૌપ્રથમ આપ એ બતાવો કે ‘પૃથ્વી આદિ ઈશ્વરકૃત છે’એ વસ્તુને આપે ક્યા પ્રમાણથી જાણી ? પ્રસ્તુત અનુમાનથી કે કોઈ બીજા અનુમાનથી ? જો પ્રસ્તુત અનુમાનથી અર્થાત્ કાર્યત્વ હેતુથી, તો અન્યોન્યાશ્રયદોષ લાગશે. [તમે તૈયાયિકો કહો છો કે આ કાર્યત્વ હેતુ સામાન્ય નથી પણ વિશેષ છે અને તેનો તે વિશેષ તમારા મતે કૃતબુદ્ધિઉત્પાદકત્વરૂપ છે.] જ્યારે કાર્યત્વ હેતુનું કૃતબુદ્યુત્પાદકત્વરૂપ વિશેષણ સિદ્ધ થઈ જાય ત્યારે તે સિદ્ધવિશેષણવાળા હેતુ વડે પ્રસ્તુત અનુમાન થાય, અને જ્યારે પ્રસ્તુત અનુમાન થઈ જાય ત્યારે તેનાથી કાર્યત્વ હેતુના કૃતબુદ્ધચુત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ થાય. આ છે અન્યોન્યાશ્રયદોષ. હવે બીજો વિકલ્પ વિચારીએ. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org