________________
૨૨૪
તર્કરહસ્યદીપિકા "दग्घे बीजे यथात्यन्तं प्रादुर्भवति नाङ्करः । कर्मबीजे तथा दग्घे न रोहति भवाङ्करः ॥१॥
[તત્ત્વાધિ. મા૨૦૧૭] उक्तं च श्रीसिद्धसेनदिवाकरपादैरपि भवाभिगामुकानां प्रबलमोहविज़म्भितम्
"दग्धेन्धनः पुनरुपैति भवं प्रमथ्य निर्वाणमप्यनवधारितभीरनिष्टम् । मुक्तः स्वयं कृततनुश्च परार्थशूरस्त्वच्छासनप्रतिहतेष्विह मोहराज्यम् ॥१॥"
સિદ્ધo તo] રૂત્ય વિસ્તરે છે तदेवमेभिश्चतुर्भिरतिशयैः सनाथो दोषमुक्तश्च यो देवो भवति, स एव देवत्वेनाश्रयणीयः, स एव च परान् सिद्धि प्रापयति, न पुनरितरः सरागो भवेऽवतारवांश्च देव इत्यावेदितं मन्तव्यम् ।
9. જિનેન્દ્ર ભગવાન ઘાતી અને અઘાતી બન્ને પ્રકારનાં બધાં જ જ્ઞાનાવરણ આદિ કર્મોનો સમૂલ નાશ કરીને પરમ સિદ્ધિપદને પામેલ છે. [જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય આ કર્મો જીવના નિજસ્વરૂપ જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરતાં હોવાના કારણે ઘાતી કર્મો કહેવાય છે. વેદનીય, નામ, ગોત્ર તથા આયુષ્ય આ ચાર કર્મો જીવના સ્વરૂપનો સાક્ષાત્ ઘાત કરતા નથી પણ ઘાતી કર્મોને સહાયતા કરે છે એટલે તેમને અઘાતી કર્મો કહે છે.] આ વિશેષણથી સિદ્ધાવસ્થાનું સમસ્તકર્મમલના ક્ષયરૂપ હોવું સ્પષ્ટપણે કહેવાયું છે. સુગત (ગૌતમ બુદ્ધ) આદિ અન્ય દેવો તો મોક્ષ પામીને પણ પોતાના તીર્થનો અર્થાત ધર્મશાસનનો લોપ યા તિરસ્કાર જોઈને તિનો ઉદ્ધાર કરવા માટે] વળી પાછા અવતાર લે છે, આવું તેમણે સ્વયં કહ્યું છે, “ધર્મતીર્થના પ્રવર્તક જ્ઞાની તીર્થકરો પરમ પદ મોક્ષને યા નિર્વાણને પ્રાપ્ત કરીને પણ પોતાના તીર્થની અવનતિ યા તિરસ્કાર જોઈને [પોતાના તીર્થનો ઉદ્ધાર કરવા માટે] વળી પાછા સંસારમાં અવતાર લે છે.” વાસ્તવમાં વિચાર કરીએ તો આવા પુનઃ અવતાર લેનાર જ્ઞાનીઓ મોક્ષ પામેલા જ નથી, કેમ કે તેમણે ખરેખર કર્મમલનો સમૂલ નાશ કર્યો જ નથી, કર્મમલનો સમૂલ સર્વથા ક્ષય જેણે કર્યો હોય તેની બાબતમાં પુનર્જન્મ સંભવે જ નહિ. કહ્યું પણ છે કે – “જેમ બી સંપૂર્ણપણે બળી જતાં તેમાંથી અંકુરનુ ફૂટવું નિતાન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org