SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૧૮૭ એક ગુણ બીજા બે ગુણો વિના કદી સંભવતો નથી. તે ત્રણેયનો પરસ્પર અવિનાભાવસંબંધ છે. દુનિયાનો એવો કોઈ વિષય યા પદાર્થ નથી જ્યાં તે ત્રણેય ન હોય (સર્વે સર્વગ્રામિન:). તેમનો આ સહચાર યા સંયોગ અનાદિ-અનન્ત છે. ત્રણ ગુણોમાંથી પ્રત્યેક ગુણનું પ્રયોજન શું છે ? સત્ત્વગુણ પ્રકાશાર્થે છે, રજોગુણ પ્રવૃર્ત્યર્થે છે અને તમોગુણ નિયમનાર્થે છે. પ્રાણપ્રવૃત્તિનિયમાર્થાઃ । સત્ત્વગુણના ધર્મ લઘુતા અને પ્રકાશ છે.રજોગુણના ધર્મ સંશ્લેષજનતા યા ઉત્તેજકતા અને ક્રિયાશીલતા છે. તમોગુણના ધર્મ ગુરુતા અને આવરણ છે. સત્ત્વગુણ લઘુ હોવાથી તેના પ્રભાવે અગ્નિ વગેરેનું ઊર્ધ્વગમન અને વાયુ વગેરેનું તિર્યક્ ગમન શક્ય બને છે. વળી, સત્ત્વગુણના લઘુતા ધર્મના પરિણામે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો ખૂબ ઓછા સમયમાં વિષયને ગ્રહણ કરવા સમર્થ બને છે. વિષયગ્રાહિતા, આલોક યા પ્રતિબિંબધારકત્વ એ પ્રકાશ છે. સાત્ત્વિક ઇન્દ્રિયો સત્ત્વગુણના પ્રકાશ ધર્મના કારણે જ વિષયાકાર પરિણમે છે અને બુદ્ધિ પણ પ્રકાશ ધર્મના કારણે જ પુરુષને પોતામાં પ્રતિબિંબિત કરવા સમર્થ બને છે. સત્ત્વગુણ લધુ અને પ્રકાશમય હોવા છતાં સ્વયં ક્રિયાહીન છે. તેવી જ રીતે તમોગુણ પણ સ્વયં ક્રિયાહીન છે. બીજી બાજુ, રજોગુણ સ્વયં ક્રિયાશીલ છે અને ઉત્તેજક યા પ્રવર્તક છે. સત્ત્વગુણ અને તમોગુણ રજોગુણની સહાયતાથી જ સ્વકાર્યમાં પ્રવૃત્ત થાય છે. રજોગુણ પ્રબળ હોય છે ત્યારે તેના આ ધર્મને લઈને જ હવા વહે છે, ઇન્દ્રિયો વિષયો ભણી દોડે છે અને મન ચંચળ થઈ જાય છે. સત્ત્વગુણ અને રજોગુણ જગતનાં કાર્યોની શૃંખલા જાળવવા અસમર્થ છે, કારણ કે ક્રિયાશીલ પ્રવર્તક રજોગુણ અને કાર્યતત્પર સત્ત્વગુણ એકઠા થવાથી સત્ત્વગુણનાં બધાં જ કાર્યો એક સાથે જ થઈ જાય અને ક્રમ રહે નહિ. એટલે જરૂર પડે છે નિયામક તમોગુણની. અગ્નિની ઊર્ધ્વગતિ હોવા છતાં તે આકાશ સુધી પહોંચી શકતો નથી. અહીં ગુરુત્વ ધર્મથી યુક્ત તમોગુણ તેની ઊર્ધ્વગતિનું નિયન્ત્રણ કરે છે. ગુરુત્વધર્મ કાર્યતત્પરતાનો અને ઊર્ધ્વગતિનો પ્રતિબન્ધક છે. સત્ત્વગુણ અને રજોગુણનાં બધાં કાર્યોની બાબતમાં તમોગુણ આવી રીતે બાધા પેદા કરે છે. એટલે જ્યારે સત્ત્વગુણ કે રજોગુણ પ્રબળ હોય છે ત્યારે તમોગુણની બાધાને પા૨ કરી પોતપોતાનું કાર્ય કરવા તે સમર્થ બને છે. એટલે અગ્નિનું ઊર્ધ્વગમન થાય છે, અન્યથા એ પણ થાય નહિ. તમોગુણનો ધર્મ આવરણ છે. તેથી તમોગુણ પ્રબળ બનતાં પ્રકાશ કે જ્ઞાન આવરિત થાય છે. તમોગુણ ભારે અને અવરોધક હોવાથી નિદ્રા, તન્દ્રા યા આળસનો તે જનક છે.] 9. सत्त्वादिभिश्च परस्परोपकारिभिस्त्रिभिरपि गुणैः सर्वं जगद्व्याप्तं विद्यते, परमूर्ध्वलोके प्रायो देवेषु सत्त्वस्य बहुलता, अधोलोके तिर्यक्षु नारकेषु च तमोबहुलता, मध्यलोके मनुष्येजु रजोबहुलता, यदुःखप्राया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy