SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ તકરહસ્યદીપિકા 98. યોગાચાર મત આ છે– જગતની બધી વસ્તુઓ કેવળ વિજ્ઞાનરૂપ છે. બાહ્ય અચેતન અર્થની (વસ્તુની) સત્તા નથી, કેમ કે જ્ઞાનાદ્વૈત જ એકમાત્ર સત્ છે, તાત્ત્વિક છે. જ્ઞાનસત્તાનો અનેક છે. સાકાર જ્ઞાન પ્રમાણ છે. અનાદિકાલીન વિચિત્ર વાસનાઓના પરિપાકથી જ જ્ઞાનમાં નીલ, પીત આદિ અનેક આકારોનો પ્રતિભાસ થાય છે, આલયવિજ્ઞાન જ અર્થાત અહંરૂપે ભાસતું જ્ઞાન જ બધી વાસનાઓનો આધાર છે. આ આલયવિજ્ઞાનની વિશુદ્ધિને જ મોક્ષ (નિર્વાણ) કહે છે. 99. माध्यमिकदर्शने तु- शून्यमिदम् । स्वप्नोपमः प्रमाणप्रमेययोः વિમા : “મુસ્તુિશ્ચત . તર્થ શેષમાવના' [v૦ વા. શરપ૬] इति । केचित्तु माध्यमिकाः स्वस्थं ज्ञानमाहुः । तदुक्तम् "अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो नहि बाह्यवस्तुविसरः सौत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ॥१॥" [ ]રૂતિ ज्ञानपारमिताद्या दश ग्रन्थाः । तर्कभाषा हेतुबिन्दुस्तट्टीकाचंटतर्कनाम्नी प्रमाणवार्तिकं तत्त्वसंग्रहो न्यायबिन्दुः कमलशीलो न्यायप्रवेशकश्चेत्यादयस्तद्ग्रन्था इति । 99. માધ્યમિકદર્શનનો સિદ્ધાન્ત આ છે– આ જગત શૂન્ય છે. શૂન્ય જ તત્ત્વ છે. પ્રમાણ અને પ્રમેયનો વિભાગ સ્વપ્ન જેવો જ મિથ્યા છે. “શૂન્યતાદર્શનથી જ મુક્તિ થાય છે, અન્ય સમસ્ત ક્ષણિકત્વ આદિ ભાવનાઓ તો શૂન્યતાદર્શનના પોષણ માટે જ છે” પ્રિમાણવાર્તિક, ૧ ૨૫૬]. કેટલાક માધ્યમિકો જ્ઞાનને સ્વસ્થ અર્થાત્ સ્વાકાર માને છે. કોઈ બાહ્ય વસ્તુ જ્ઞાનનો આલમ્બનપ્રત્યય અર્થાત વિષય નથી. કહ્યું પણ છે કે “મતિમાન વૈભાષિકો જ્ઞાન અને સહભાવી અર્થનો સ્વીકાર કરે છે. તિઓ જ્ઞાનથી અર્થનું પ્રત્યક્ષ થાય છે એ સ્વીકારે છે.]. સૌત્રાન્તિકો બાહ્ય વસ્તુઓના વિસ્તારને પ્રત્યક્ષ માનતા નથી. તેઓ કોઈ પણ બાહ્ય વસ્તુનું જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે એવું સ્વીકારતા નથી. યોગાચારમતવાદીઓ સાકાર બુદ્ધિને (જ્ઞાનને) જ પરમતત્ત્વ માને છે. પરંતુ કૃતાર્થબુદ્ધિ માધ્યમિકો સ્વાકાર જ્ઞાનને અર્થાત્ નિરાલંબન જ્ઞાનને જ પરમતત્ત્વ માને છે. (૧). [ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy