________________
૪૩
ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે દેલકુલિકાની પટ્ટશાલાના દક્ષિણ પ્રવેશ પાસેના સ્તંભ પર છે, અને એ અતિ ખંડિત લેખમાં દાનોની જ હકીકત અભિપ્રેત છે, પુનરુદ્ધારની નહીં. અસલમાં જ્યાં મંદિર જ સજ્જન મંત્રી દ્વારા સં. ૧૧૮૫ ઈ. સ. ૧૧૨૯માં નવેસરથી બન્યું છે ત્યાં સં. ૧૧૧૩, સં. ૧૧૩૪ અને સં. ૧૧૩પના લેખો હોવાની વાતને સ્થાન જ ક્યાં છે? એ જ પ્રમાણે ઈસ. ૧૨૧૮માં જીર્ણોદ્ધાર થયાની ગલત વાતનો આધાર તો બર્જેસે સંભ્રમથી ઈ. સ. ૧૨૭૮માં જીર્ણોદ્ધારની જે વાત લખી છે તેનો વિશેષ વિભ્રમ, અને ત્યાં ત્રીજા અંકનો વિપર્યાસ માત્ર છે ! ઈ. સ. ૧૨૭૮ | સં. ૧૩૩૪ના લેખમાં ઉપર કહી ગયા તેમ જીર્ણોદ્ધારની વાત જ નથી
કર્નલ ટૉડથી ચાલતી આવતી એક બીજી મહાનું ભ્રમણા તે સં. ૧૨૧૫ ચૈત્ર શુદિ ૮ના રોજ પંડિત દેવસેન-સંઘના આદેશથી જૂનાં મંદિરો કાઢી નાખી તેને સ્થાને નવાં કરાવ્યાની વાત, જેનો પહેલો ભોગ બર્જેસ બન્યા, અને બર્જેસ પછીના કેટલાયે લેખકો ગતાનુગત અનુસર્યા ! સં. ૧૨૧૫ ચૈત્રવદિ ૮નો (નેમિનાથની ઉત્તર-પ્રતોલીમાં) લેખ છે ખરો; પણ તેમાં જૂનાં મંદિરો કાઢી નાખી નવાં કર્યાની વાત નથી; ત્યાં નેમિનાથને ફરતી દેવકુલિકાઓનાં બાંધકામ પૂરાં થયાની હકીકત નોંધાયેલી છે. એ કાળે ત્યાં બાજુમાં રહેલ સં. ૧૨(૭ ?૦ ?)૬ના શ્રીચંદ્રસૂરિવાળા લેખમાં “રૈવતક” “દેવચંડ”(દેવચંદ, દેવચંદ્ર, દેવસેન નહીં) અને પ્રતિષ્ઠાદિક કાર્યોની વાતો કહી છે. એ જોતાં અમને લાગે છે કે કર્નલ ટૉડ જે જૈન યતિને સાથે લઈ ગયેલા તેને કાં તો જૂની લિપિ પૂરી વાંચતા આવડતી નહીં હોય, યા તો એણે જે વાતચીતમાં કંઈ કહ્યું હશે તે ટૉડ પૂરું સમજ્યા નહીં હોય; અને એમ ખોટી રીતે સમજી બેઠેલ, બે પડખોપડખ રહેલ શિલાલેખોની વિગતોને તેમણે વિચિત્ર રીતે ભેળવી મારી છે. “સં. ૧૨૧૫ ચૈત્ર વદિ ૮” અને “પંડિત” શબ્દો (પંડિત સાલવાહણ પરથી) એક લેખમાંથી લીધા; ને બીજા શિલાલેખના દેવચંદને દેવસેન બનાવી “સંગાત મહામાત્યના “સંગાત”ને બદલે “સંઘ” વાંચી બધું એકમેકમાં જેમ ઘટ્યું તેમ જોડી દીધું ! ને દેવકુલિકા બનાવ્યાની સાદી વાત જૂનાને કાઢી નવાં મંદિરો બનાવ્યાની વાત બની ગઈ !
- ટૉડના આવા બીજા સંભ્રમને, સં. ૧૩૩૯ | ઈસ. ૧૨૮૩ જયેષ્ઠ સુદિ ૧૦ના રોજ રેવતાચલનાં જૂનાં મંદિરો કાઢી નવાં થયાની વાતને, બર્જેસ સાચી માનીને ચાલે છે, પણ સં. ૧૩૩૯નો લેખ જયેષ્ઠ સુદિ ૮નો છે, ૧૦નો નહીં; અને તે દાન પ્રસંગનો છે તે વિશે અહીં ઉપર ચર્ચા થઈ ચૂકી છે. નેમિનાથના પરિસરમાં પુનરુદ્ધાર કે જીર્ણોદ્ધાર સંબદ્ધ એક પણ લેખ વાસ્તવિક રીતે નોંધાયો નથી, અને છે પણ નહીં.
ગિરનાર પરના અભિલેખોમાં સોલંકી-વાઘેલા કાળની સમાપ્તિ સુધીના વિસ્તુતઃ કેટલા, કઈ સાલના છે તે અહીં તાલિકામાં સંક્ષિપ્ત રૂપે રજૂ કરીએ છીએ; તેના સંદર્ભથી લાંબા ચાલેલ સંભ્રમોનું નિવારણ થઈ શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org