________________
ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે
૧
(સા)વયરસિંહ = ફાઉ
સા. (સાલિગ)
સાસાઈઆ
સામેલા ( મેલા દેવી ?)
રૂડી ગાંગી | ગિરનાર પર કેટલાક અન્ય પણ ચર્ચાસ્પદ અભિલેખો છે; પણ અહીં લંબાણ ભયે તે છોડી દીધા છે.
સંભ્રાંતિ નિવારણ
લેખ પૂર્ણ થઈ ગયા બાદ ગિરનાર પરના કેટલાક અભિલેખોની હસ્તી સંબંધી અર્વાચીન જૈન લેખકો દ્વારા અજ્ઞાનપણે ફ્લાવાતા સંભ્રમ બાબતમાં અહીં ધ્યાન દોરવું આવશ્યક સમજી, થોડીક વિશેષ ચર્ચા, જૈન પરિભાષામાં કહીએ તો “ચૂલિકા”રૂપે (પરિશિષ્ટ રૂપે) કરવા ધાર્યું છે. આવાં બ્રાંત લેખનો, ખાસ કરીને તો તીર્થનાયક નેમિનાથના મંદિરના ઉપલક્ષમાં રહેલ અભિલેખો સંબંધમાં જોવા મળે છે.
(૧) મુનિ નિત્યાનંદવિજયજીએ શ્રીરૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મ કમલ-દાન-પ્રેમજંબુસૂરિ જૈન ગ્રંથમાળા મણકો ૪૭, સુરેન્દ્રનગર વિસં. ૨૦૨૦ ઈ. સ. ૧૯૬૪, પૃ. ૧૨૬ તથા પુનઃ પૃ. ૧૭૧ પર નોંધ કરી છે, તદન્વયે નેમિનાથ ભગવાનના રંગમંડપના ત્રણ થાંભલાઓ પર અનુક્રમે સં. ૧૧૧૩ વર્ષનો નેમિનાથ મંદિર બનાવ્યાનો, સં. ૧૧૩પનો પ્રતિષ્ઠા સંબદ્ધ, અને ઈ. સ. ૧૨૧૮માં દેવાલયો સમરાવ્યાનો ઉલ્લેખ છે.
(૨) મુનિ નિત્યાનંદવિજયથી ૧૧ વર્ષ પૂર્વે પં, અંબાલાલ પ્રેમચંદ શાહ પણ (જૈન તીર્થ સર્વ સંગ્રહ ભાગ ૧, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૧ ઉપર) આવી જ વાત નોંધે છે; તે માટે તેઓ દોલત્તચંદ પુ. બરોડિયાના ગિરનાર મહાભ્યના “ઉપોદઘાત” પૃ. ૨૧નો (કઈ ભાષામાં (હિન્દી ?) ક્યાંથી, અને કયા વર્ષમાં પુસ્તક છપાયું તેની નોંધ કર્યા સિવાય હવાલો દે છે.
(૩) પં. અંબાલાલ શાહથી ચાર વર્ષ પૂર્વે મુનિ ન્યાયવિજયજી(જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા : પુષ્પ ૩૮ મહેસાણા ૧૯૪૯, પૃ.૧૧૯)માં લખે છે કે : “રંગમંડપમાં એક થાંભલા પર સંત ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યાનો, બીજા થાંભલા પર સં. ૧૧૩પમાં પ્રતિષ્ઠા કરાવ્યાનો, ત્રીજામાં ૧૧૩૪માં દેવાલય સમરાવ્યાનો લેખ છે. તથા ત્યાં પૃ ૧૨૦ પર નોંધ્યું છે કે રંગમંડપના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે
નિ. એ. ભા. -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org