________________
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
પણ સાંપ્રત કાળે સમારકામ દરમિયાન ત્યાં રહેલા લેખો ધરાવતા પથ્થરો અસ્તવ્યસ્ત થયા છે, જેના પરિણામે આજે તો આ મહત્ત્વપૂર્ણ લેખ ગાયબ થયો છે. આથી મૂળ બર્જેસ-કઝિન્સે આપેલી વાચના પર આધાર રાખવો પડ્યો છે. લેખમાં કેટલેક સ્થળે ક્યાંક ક્યાંક ખાલાં છે તેમાં શક્ય હતું તેટલા સાધાર-સતર્ક (ચોરસ કૌંસમાં) પૂરણી કરી, લેખના તાત્પર્યને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે : ઉપલબ્ધ પાઠ આ પ્રમાણે છે :
....राजदेव प[ति] सिध( द्ध) चक्रपति શ્રી નવિ [ T]વિન[ ].. પર સUTયતન પિતા (?)...વાતને [येन] केन उपायेन जादवकुलतिलक...तीर्थंकर શ્રીનેમિનાથપ્રસાદ..૩ કી ૨ ૩ વાત...
...સૂત્ર [૧] વિક્રમ મારુતિ... લેખનો સાલ બતાવતો ભાગ તે કાળે નષ્ટ થઈ ચૂક્યો હશે, યા વાંચી શકાયો નહીં હોય. લેખનો પૂરો અર્થ સમજવો તો અસંભવિત છે; પણ “સિધચક્રપતિ (સિદ્ધચક્રવર્તી) શ્રી જયસિંહદેવનું શાસન તે વખતે ચાલતું હતું એ તો તદ્દન સ્પષ્ટ છે. બીજો મહત્ત્વનો ઉલ્લેખ કરણાયતન”(કર્ણાયતન)નો છે. નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ (આ. ઈ. સ. ૧૦૩૨) અનુસાર ખેંગારને હણ્યા બાદ સિદ્ધરાજે અહીં સજ્જનને સોરઠનો દંડનાયક બનાવેલો, જેણે નેમિનાથના પુરાણા મંદિરનું નવનિર્માણ સં. ૧૧૮૫ | ઈ. સ. ૧૧૨૯માં કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) અનુસાર નવનિર્માણ પૂર્વે નવ વર્ષથી (એટલે કે ઈ. સ. ૧૧૨૦થી) સોરઠ દેશ સજજનના અધિકારમાં હતો. સિદ્ધરાજના સોરઠ વિજયની મિતિ ઇતિહાસજ્ઞોએ ઈ. સ. ૧૧૧૫ની માની છે. ચૌદમા-૧પમા શતકના પ્રબંધોમાં પ્રસ્તુત જિનાલયનું અભિધાન સિદ્ધરાજ પિતૃ કર્ણદેવ પરથી “કર્ણવિહાર' રાખેલું એવું જે કથન મળે છે તેનું આ સમકાલિક અભિલેખ પૂર્ણતયા સમર્થન કરી રહે છે.
નેમિનાથના મંદિરની દેવકુલિકાઓની હારમાળામાં પરોવેલ ઉત્તર તરફની પ્રતોલીની અંદરની ભીંતમાં આ લેખ આજ પણ મોજૂદ છે; એને (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ (વાચના દીધા સિવાય) ઈ. સ. ૧૧૨૦ (સં. ૧૧૬૬)નો, સજ્જન મંત્રીનું નામ દેતો, લેખ માની લીધેલો અને વિશેષમાં તેને દક્ષિણ દ્વારમાં કંડારેલ હોવાનું બતાવેલું. પણ આ તમામ ધારણાઓ બ્રાંત છે. તે પછી બર્જેસ દ્વારા તેમ જ બર્જેસ કઝિન્સ દ્વારા એમ બે વાર તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org