________________
મહુવાથી પ્રાપ્ત મામધ્યકાલીન આદિનાથ-પ્રતિમા
૨૭૧
ચાલુક્યકાલીન મંદિરોમાં “કપોતબંધ' જાતિના અધિષ્ઠાન(પીઠ)ની નક્રપટ્ટિકામાં તેમ જ પ્રણાલાદિમાં કાઢવામાં આવતા મકરમુખમાં હાસ્યની છટા નિતાંત દષ્ટિગોચર થાય છે. પાલીતાણાનું નામ દેતાં, ઈસ્વીસન્ ૮૧૭ની મિતિ ધરાવતા, તામ્રશાસન પરથી એક વાત સુનિશ્ચિત થાય છે કે સૌરાષ્ટ્રનો આ હિસ્સો લાટના રાષ્ટ્રકૂટોને અધીન હતો. રાષ્ટ્રકૂટોનું આધિપત્ય ઓછામાં ઓછું નવમા સૈકાના અંતભાગ સુધી તો અહીં રહ્યું હોવાનો સંભવ છે. મહુવા બંદર પાલિતાણાથી બહુ દૂર નથી, તે જોતાં તે શહેર પણ રાષ્ટ્રકૂટોની હકૂમત હેઠળ હશે. આ કારણસર રાજકીય અતિરિક્ત કલા સરખા સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ કર્ણાટનો અમુકાશે પ્રભાવ ફેલાયો હોય તો ના ન કહેવાય.
પ્રતિમા કયા જૈન સંપ્રદાયની હશે તે વિશે વિચારતાં એક વાત તો સ્પષ્ટ રીતે આગળ તરી આવે છે તે શ્વેતાંબર સંપ્રદાયની હોવાનો કોઈ જ ભાસ કે લક્ષણ તેમાં તરી આવતાં નથી. બીડેલ પોપચાંવાળું સમાધિસ્થ પ્રશાંત મુખ, ગોળ મુખાકૃતિ આદિ તેને ક્ષણિક સંપ્રદાયની હોવાનું ઉદ્ઘોષિત કરે છે. શ્વેતાંબર મૂર્તિ કેવી હોય તે વરમાણના મહાવીર જિનાલયની એક નવમા શતકના ઉત્તરાર્ધની મૂર્તિને નીરખવાથી મળી રહે છે. પદ્માસનસ્થ હોવા છતાં ધ્યાનસ્થતાનો અભાવ, ચક્ષુ-ટીલાંની ઉપસ્થિતિથી થતો સમાધિ અવસ્થાનો હાસ, અને વીતરાગતાની એવં સમાધિ-મુદ્રાની વિડંબના એમાં ઉઘાડી રીતે દેખાઈ આવે છે.
એ કાળે, એટલે કે આઠમા-નવમા શતકમાં, સૌરાષ્ટ્રમાં ઉજ્જયંતગિરિ, અને પશ્ચિમ કિનારે અજાહરા, પ્રભાસ આદિ સ્થાનોમાં ક્ષપણક સંપ્રદાય સંબદ્ધ જિનપ્રતિમાદિ મળી આવ્યાં છે. એ જ શૃંખલામાં મધુમતીની આ પ્રતિમા પણ હોય તો તે બિલકુલ સંભવિત અને સુયુક્તિક છે.
ટિપ્પણ :
૧. મધુમતીની પુરાતનતા સાહિત્યિક ઉલ્લેખો પરથી લગભગ ઈસ્વીસની આરંભિક સદીઓ, અથવા
ઓછામાં ઓછું ગુપ્ત-મૈત્રકકાળ સુધી તો જાય છે, પણ તે સૌ પ્રમાણોની ચર્ચા અહીં ઉપયુક્ત ન હોઈ તે વિશેના સંદર્ભો આપવાનું જરૂરી માન્યું નથી. ૨. જાવડનો સમય શ્વેતાંબર સાહિત્યમાં કંઈ નહીં તો યે ૧૪મા શતકના પ્રારંભથી વિસં. (ઈ. સ. ૧૨)
જેવો મનાય છે, જે અંકમાં વસ્તુતયા ચોથો અંક છૂટી ગયો જણાય છે. આ અંગેની વિશેષ ચર્ચા મારા વર્ષોથી તૈયાર થઈ રહેલા ગ્રંથ The Sacred Hills of Satrunjayaમાં થનાર છે.
૩. સિયાલબેટમાંથી મળી આવેલા ચાર પૈકીનો સં. ૧૩૧૫(ઈ. સ. ૧૨૫૯)નો પ્રતિમાલેખ મૂળ મહુવાના
મહાવીરદેવચૈત્યમાં પ્રતિષ્ઠિત પાર્શ્વનાથની પ્રતિમા પર હતો. ત્યાંનું મહાવીર જિનાલય આથી પ્રસ્તુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org