________________
૨૪૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
જ બચી ગયો છે (ચિત્ર ૧૫).
ઉપરકથિત બે પ્રકારોનું વિશેષ વિકસિત દષ્ટાંત હવે જોઈએ. ચિત્ર ૧૭, ૧૯માં સમતલ પટ્ટમાં સામંજસ્ય-ન્યાસમાં ૨૫ પૂર્ણભદ્ર કોલના સંધાન ભાગે પદ્મ-પુષ્પોનો ઉઠાવ કરેલો છે; જ્યારે ચિત્ર ૧૭ અને ૧૯માં આવા કોલની સંખ્યા વધારીને પાંચ અને ચારનો ગુરલઘુ-ક્રમ પ્રયોજ્યો છે અને તેમાં છેલ્લે ફરતાં અર્ધકોલની હાર કરી છે. કોલના સંધાન ભાગે છ પાંખડીવાળા બહુ જ સરસ સદા સોહાગણનાં, સજીવ ભાસતાં, મોટાં ફૂલો છાંટેલાં છે, જેમાંનાં ઘણાંખરાં દુર્ભાગ્યે ખંડિત થયાં છે. ચિત્ર ૨૦, ૧૮માં હારમાં પાંચ પાંચ કોલ ૨૦ લૂમા અને સંધાન ભાગમાં પદ્મપુષ્પ કરેલ છે જ્યારે એ જ વિભાવ, પણ ચતુર્ખાડી કોલ જ લૂમા અને વચ્ચેના ગળામાં વર્તુળ વચ્ચે મોટા કદનાં પા-પુષ્પો કોરેલ છે (ચિત્ર ર૩). આ પ્રકારના છંદવિન્યાસનું આગળ વધેલું દષ્ટાન્ત તે કોલને સ્થાને, ૧૧૪૯=૯૯ કુંજરાષો સમતલમાં ઉતારીને, તેના સંધાનભાગ ચાર પાંખડીઓનાં પુષ્પોથી ભરી લીધા છે (ચિત્ર ૨૧). એ જ હૈતવ (motif) અને ન્યાસનું ઝીણવટભર્યું, પરિવર્તિત રૂપ ચિત્ર ૨૨માં બતાવેલ સમતલ વિતાનમાં જોવા મળે છે. ત્યાં છેવટે ફરતી પુષ્પપટ્ટી કાઢી છે.
ચિત્ર ૨૩માં ફરીને ચોખંડા કોલના પ૪૪ના વિન્યાસ કરેલ સમતલ વિતાનમાં ગાળે ગાળે વર્તુલથી સીમિત કરેલ મોટાં પદ્મપુષ્પો ઠાંસ્યાં છે.
ભમતીના બિલકુલ નૈૐત્ય ખૂણામાં રહેલા (ચિત્ર ૨૪) કોલના ઘટતા ક્રમમાં ઊંડા ઊતરતા જતા ચાર થરોથી સર્જાતી ચાર ઉત્સિત લૂમાઓના સંયોજનથી રચાતો આ પદ્મકનાભિચ્છેદ જાતિનો વિતાન તો સોલંકીયુગના કારીગરોને પણ સ્તબ્ધ કરી દે તેવો છે. પ્રત્યેક લૂમાની નાભિમાંથી નીકળતા અણિદાર પાંખડીનાં પદ્મફૂલ, અને છતના વચલા, ઊંચકાઈ આવતા બિંદુમાં કરેલ કોમળ પાંખડીઓથી સર્જાતાં કમળફૂલ, તેમ જ કર્ણભાગે ગ્રાસનાં મુખો અને ભદ્રભાગે ચંપાના પાનથી સોહતો આ વિતાન ૧૫મા શતકનાં સર્જનોમાં તો બેજોડ કહી શકાય તેવો છે. આ વિસ્તારમાં કર્ણ પ્રાસમુખ અને ભદ્ર અર્ધપર્ણનાં શોભાંકન કોરેલાં છે.
કોલના થરોના ઊંડા ઊતરતા જતા વિન્યાસથી સર્જાતા એક ક્ષિપ્ત-નાભિચ્છેદ જાતિના વિરલ વિતાનનું દષ્ટાંત ચિત્ર ૨૫માં જોવા મળશે. બહુભંગી કોલના એક પછી એક, ક્ષયક્રમથી, અંદર ઊતરતા જતા કુલ ૧૧ જેટલા થરોથી સર્જાતા આ વિતાનની તો સોલંકી કાળમાંયે જોડી જડતી નથી ! મંત્રીશ્વર ઉદયનના પુત્ર આદ્મભટ્ટ દ્વારા નવનિર્મિત શકુનિકાવિહાર(ઈ. સ. ૧૧૬૬)માં આવા સિદ્ધાંત પર રચાયેલા અને ઘણા મોટા વિતાનો હતા; (હાલ તે ભરૂચની જુમા મસ્જિદમાં છે); પણ તેમાં પણ આટલા બધા પડોવાળા અને આવડી સંખ્યામાં થરો લેવાનું સાહસ શિલ્પીઓએ કર્યું હોવાના દાખલા જાણમાં નથી (ચિત્ર ૨૫, ૨૬). ઘડીમાં વાદળાંનાં પટલોને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org