SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ થયો તે જ ઘટના બની હશે તેમ જણાય છે. મંદિર ફરતી બાવન કુલિકાઓ છે. તેમાં ધ્યાન ખેંચે તેવી તો ત્રણ જ, અને મોટી, દેહરીઓ છે. તેમાં પણ ગૂઢમંડપના દ્વારસૂત્રે દક્ષિણે, “અષ્ટાપદની રચના ધરાવતા, ભણસાલી જોગે કરાવેલ, “ભદ્રપ્રાસાદ' અને એ રીતે ઉત્તર બાજુએ સંમેતશૈલ(વા નંદીશ્વર)ની રચનાઓને આરસથી મઢીને તેના મૂળ સ્વરૂપને નષ્ટ કર્યું છે. દક્ષિણ તરફના અષ્ટાપદવાળા ભદ્રપ્રસાદની તો દીવાલો પણ નવી થઈ ગઈ છે; છતાં અહીં ધ્યાન ખેંચે તેવી, અને બહુમૂલ્ય કહી શકાય તેવી, એક અસલી સંરચના રહી ગઈ છે : તે છે તેનો “સભા-પા-મંદારક' જાતિનો વિતાન કિંવા કરોટક : (ચિત્ર ૧૨). અહીં રૂપકંઠમાં બહુ જ સરસ, સચેત ભાસતા ચક્રવાકોની આવલી કાઢી છે, અને આંતરે આંતરે ૧૬ વિદ્યાદેવીઓને ઊભવાના ૧૬ ઘાટીલા, તોડિકા સાથે સંલગ્ન એવા પ્રલંબ મદલ(ધોડા) કર્યા છે (ચિત્ર ૮). (મહાવિદ્યાઓની મૂર્તિઓ અલબત્ત ખંડન બાદ દૂર કરવામાં આવી જણાય છે.) આ પછી ગજલાલુના ત્રણ સુઘટિત સ્તરો, અને તે પછી બે નવખંડા-ગાળે ગાળે પાવાળા–કોલ(કાચબા)ના થર છે, જેના દર્શન ભાગની કોરણી, રંગમંડપના કોલ સંદેશ છે. અને તે પછી. કોટકના મધલા ભાગથી શરૂ થતી, પાંચ અણિયાળા અને સાદી પાંદડીથી કોરેલ અને ઝીણી કિનારીથી મઢેલ કોલના ક્રમશઃ સંકોચાતા પાંચ જાળીદાર થરવાળી, ખૂણે ખૂણે ને છૂટા છૂટા વેરેલ ચંપક પુષ્પ સહિતની અને કેન્દ્રભાગે લટકતા પાકેસરયુક્ત મનોહર પધ્ધશિલા કરી છે (ચિત્ર ૧૨). સામે ઉત્તર બાજુએ પ્રતિવિન્યાસે કરેલા સંમેતશૈલ વા નંદીશ્વર) ભદ્રપ્રસાદની મૂળ ભીંતો કાયમ છે તેમાં બહિરંગે વેદિબંધના કુંભ-કલશને મણિબંધ અને રત્નાલંકારથી ખૂબ શોભિત કર્યા છે : અને જંઘામાં પણ દેવરૂપાદિ કર્યા છે : પણ તેમાંની ખંડિત થયેલ તે મુખાકૃતિઓ ઇત્યાદિ પુનરુદ્ધારમાં ટોચીને બગાડી માર્યા છે. અંદરના ભાગમાં જોઈએ તો અહીં પણ દર્શનીય વસ્તુ છે, પ્રાસાદનો સભા-પદ્મ-મંદારક કોટક (ચિત્ર ૯, ૧૦.) આ મહાવિતાનમાં ગજતાળુ અને કોલના થરો આમ તો રંગમંડપના થરો સદેશ છે. પણ થરોના તળભાગ વિશેષ અલંકૃત છે. રૂપકંઠમાં પંચ કલ્યાણક અને વિદ્યાધરોને બદલે તોડિકાની ટેકણવાળા ૧૬ મદલો કર્યા છે (ચિત્ર ૧૧). રૂપકંઠની નીચે, સામે ઉત્તર તરફના ભદ્રપ્રાસાદના વિતાનમાં, મણિપટ્ટિકા છે (ચિત્ર ૧૨); જ્યારે અહીં વેલની ભાત કાઢી છે. (ચિત્ર ૧૧). મહાવિદ્યાઓનાં બિંબ અહીં પણ અદષ્ટ થયાં છે; અને નીચેના બે ગજલાલુના થરોની પટ્ટીઓનાં તળિયાંના ભાગે પુષ્પાવલીને ત્રીજા થરે ઝીણી ઝીણી ઘંટિકાઓની શ્રેણી કરેલી છે (ચિત્ર ૧૧). રંગમંડપમાં છે તેમ અહીં પણ કોટકના મધ્યભાગમાં ૧૬ લૂમાઓનો વલયાકાર ઊંડો પટ્ટ, અને તે પછી શરૂ થતી પધશિલા દક્ષિણ ભદ્રપ્રાસાદના વિતાનની પદ્મશિલાને મળતી જ છે; ફેર એટલો કે અહીં ચંપકને સ્થાને પોયણા પુષ્પનો છંટકાવ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy