________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
તેમાં સ-તોરણ પિત્તળની, સોનાથી રસેલ, ‘સોવનમય વીર'ની પ્રતિમા અધિનાયકરૂપે પ્રતિષ્ઠિત હતી; અને તેની અડખેપડખે શાંતિનાથ અને પાર્શ્વનાથની પિત્તળની કાયોત્સર્ગ પ્રતિમાઓ હતી તેવો ચૈત્યપરિપાટીકારોના કથન પરથી નિશ્ચય થાય છે. મૂલનાયકની પ્રતિમા “સંપ્રતિકારિત” હોવાનું તપાગચ્છીય હેમહંસગણિ, શવરાજ સંઘવીની યાત્રાનું વર્ણન કરનાર ચૈત્યપરિપાટીકાર, ખરતરગચ્છીય રંગસાર, તેમ જ કરણસિંહ પ્રાગ્ધાટ પણ કહે છે. આ ઉપરથી આ મંદિર તે કાળે સંપ્રતિ રાજાનું મંદિર કહેવાતું હશે. પણ હાલમાં તો આ મંદિરની સામેની ધા૨ પ૨ આવેલ, ખંભાતના શ્રેષ્ઠીવરો શાણરાજ અને ભુંભવે ઈ. સ. ૧૪૫૯માં બંધાવેલ, અસલમાં જિન વિમલનાથના, મંદિરને સંપ્રતિ રાજાનું મંદિર હોવાનું કહે છે.
૨૪૪
પ્રસ્તુત ખરતરવસહીના બનાવનારાઓએ ઉપલબ્ધ જગ્યાનો બની શકે તેટલો ઉપયોગ કરી, તેમાં બાવન જિનાલયનો તળચ્છંદ લાધવપૂર્વક સમાવી લીધો છે. ઘાટવાળા, પણ અલ્પાલંકૃત સ્તંભયુગ્મ અને દ્વારવાળી મુખચોકી વટાવી અંદર પ્રવેશતાં સૌ પહેલાં મુખમંડપ કિંવા અગ્રમંડપ આવે છે. તેમાં એક છતમાં ‘પંચાંગવીર’૪ અને બીજીમાં ‘વાસુદેવ-ગોપ-લીલા’ (ચિત્ર ૪)નાં આલેખનો કંડારેલાં છે. (આમાં કલેવરોની મહમૂદ બિઘરાના આક્રમણ સમયે ખંડિત થયેલી મુખાકૃતિઓને સં. ૧૯૩૨ / ઈ. સ. ૧૮૭૬ના કેશવજી નાયકના જીર્ણોદ્વાર સમયે ફરીને ઘડી વણસાવી મારી છે.) અહીં કેટલીક બીજી પણ સારી (અને વાસ્તુશાસ્ત્રોક્ત) છતો છે, જેમાંથી ‘નાભિમંદારક' વર્ગની બે અહીં ચિત્ર ૧ અને ૩માં રજૂ કરી છે.
મુખમંડપ વટાવતાં તેના અનુસંધાને કરેલ રંગમંડપમાં જોવાલાયક વસ્તુ છે તેનો ‘સભા-પદ્મ-મંદારક’ જાતિનો મહાવિતાન (ચિત્ર ૫). અહીં રૂપકંઠમાં કલ્યાણકોના, અને જિનદર્શને જતા લોકસમુદાયના દેખાવો કંડાર્યા છે. તે પછી આવતા ત્રણ ‘ગજતાળુ’, અને ત્યારબાદ બહુ જ ઘાટીલા ‘કોલ'ના પણ ત્રણ થરો લીધા છે, જેનાં પડખલાંઓમાં સુરેખ રત્નોની ઝીણી કંડારશોભા કાઢી છે; અને વજ્રશૃંગો'માં કમળપુષ્પો ભર્યાં છે. આ થરો પછી ૧૬ ‘લૂમા’(લાંબસા)નો પટ્ટ આવે છે. તે પછી (હોવી ઘટે તે) અસલી ‘પદ્મશિલા' કિંવા ‘લંબન’ને સ્થાને આધુનિક જીર્ણોદ્વારમાં રૉમક શૈલીનું “લંબન' ખોસી, સોનાની થાળીમાં લોઢાની મેખ મારી છે ! આ મુખ્ય વલયાકાર મહાન્ વિતાનના બહારના પ્રત્યેક વિકર્ણવિતાનો(તરપૂણિયાઓ)માં મોટું અને માતબર ગ્રાસમુખ કોરેલું છે (ચિત્ર ૬), જેવું અગાઉ કુંભારિયાના મહાવીર જિનાલય (ઈ. સ. ૧૦૬૨)ના સોલંકીકાલીન સમાંતર દૃષ્ટાંતમાં પણ જોઈ શકાય છે.
રંગમંડપ પછી ‘‘છચોકી' કરેલી છે; પણ તેનું તળ ઊંચું લેવાને બદલે રંગમંડપના તળ બરોબર રાખવાથી વાસ્તુનો વિન્યાસ અને એથી આંતરદર્શનનો લય નબળો પડી જાય છે, રસરેખાનો છંદ પણ વિલાઈ જાય છે. અહીં કેટલીક ઘુમટીઓ કરી છે : તેમાંની એકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org