________________
૨૧૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
કોલના ત્રણ થર, અને છેવટે મધ્યમાં સાત કોલવાળું નયનાભિરામ લંબન ઝૂમી રહ્યું છે. આ લંબન ત્રિખંડા કોલના સંક્રમણથી નિર્મિત કરેલ છે. એમાં વચ્ચે પાકેસરયુક્ત મુકુલિ સોહી રહી છે (જુઓ ચિત્ર ૧-૨). આવા પ્રકારનું લંબન કુંભારિયાના નેમિનાથ મંદિરમાં મેઘનાદમંડપના વિતાન(પ્રાય ઈસ્વી ૧૧૩૫)માં જોવામાં આવે છે. સમસ્ત વિતાનનો વ્યાસ ૧૭-૬" છે. આ સુંદર છત વિશે કઝિન્સ બિલકુલ મૌન સેવે છે, એ અતિ આશ્ચર્યજનક છે.
આ વિતાનમાં જૈન લક્ષણ અંગે ઉપર કહ્યાં તે કારણોસર કોઈ શંકા રહેતી નથી; અને એની રચનાવિધિ સ્પષ્ટ રીતે ૧૨મા શતકના ઉત્તરાર્ધ સરખી હોઈ કુમારવિહારપ્રાસાદની કલ્પનાને બરોબર અનુરૂપ થાય તેવો આ વિતાન છે. વધુમાં જુમા મસ્જિદમાં કારીગરી-યુક્ત કુલ ત્રીસ નાની છતો પૈકીની થોડીક ૧૨મા શતકના પ્રકારની છે જે મૂળે કુમારવિહારમાં હોવી સંભવે છે. તેમાંની એક ચિત્ર ૧૨માં રજૂ કરી છે. આ છત ‘પદ્મમંદારક' જાતિની છે. તેના વિકર્ણોમાં કિન્નર-યુગ્મો કંડારેલાં છે. તે પછી ગજતાલુ, હંસપટ્ટી, ગજતાલુ, વચ્ચે અષ્ટ લૂમાઓ અને મધ્યમાં ખંડિત લંબન જોઈ શકાય છે.
આ મંદિરને લગતા કોઈ પ્રતિભાવશેષો સાંપડી શકે તેમ છે કે કેમ તે હવે તપાસીએ. અહલ્યાબાઈ હોલ્કરના સોમનાથના મંદિરના ભૂમિગૃહમાં ઉત્તર દિશાના ગોખમાં પ્રતિષ્ઠિત કરેલ શ્યામ પાષાણની લક્ષ્મી તરીકે પૂજાતી પ્રતિમાનું મૂર્તિવિધાન જરા ઊંડા ઊતરી તપાસવા જેવું છે. અહલ્યાના સોમનાથના મંદિરના પાયાના ખોદકામ(ઈશુ વર્ષ ૧૭૮૨)માં મળી આવેલી પ્રતિમાઓ માંહેની આ એક હતી. (હપ્રશાસ્ત્રી પાસેના એક જૂના હસ્તલિખિત પત્રમાં આ હકીકત જણાવેલી છે).
આ પ્રતિમાના હસ્તોમાં અનુક્રમે પધ, પાશ, અંકુશ અને બીજપૂરક છે. નીચે કુક્ટનું વાહન છે અને શિર પર ત્રિવલ્લી છત્રછે. પ્રતિમા ત્રિભંગ-લચિત અને કરંડ મુકુટ, હાર, છીણમાલા, બાહુબલ, મેખલા, કટિસૂત્ર આદિ અલંકારોથી શોભિત છે. શૈલીની દૃષ્ટિએ આ પ્રતિમાનો વિચાર કરીએ તો એમાં ૧૧મી શતાબ્દીની પ્રતિમાઓમાં જોવામાં આવતું લલિત ડોલન નથી, જ્યારે બીજી બાજુથી ૧૩ શતકથી દેખાતાં જડ થયેલાં અંગો પણ નથી. કંડારકામ એકંદરે શુદ્ધ અને સફાઈદાર છે. સોમનાથના કુમારપાળે બંધાવેલ મંદિરની જંઘાની દેવી પ્રતિમાઓની સાથે એનો મેળ બેસતો હોઈ આ પ્રતિમાને ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં સહેજે મૂકી શકાય. મૂર્તિવિધાનની દૃષ્ટિએ આ પ્રતિમા લક્ષ્મીની નહિ પણ પદ્માવતીની છે. કુફ્ફટ નામના સર્પને બદલે અહીં શિલ્પીએ કુક્કુટનો અર્થ કૂકડો કરી એ વાહન કરી નાખ્યું છે. આ મુદ્દો જરા મહત્ત્વનો ગણાય; કેમ કે શૈલીની દૃષ્ટિએ ૧૨મા શતકના ઉત્તરાર્ધથી જણાતી પદ્માવતીની આ પ્રતિમાને સ્વાભાવિક રીતે જ કુમારપાળે બંધાવેલ પાર્શ્વનાથ-ચૈત્યમાં યક્ષ-કુલિકામાં મૂકવાનું મન થાય, અને આ સંભાવના કાઢી નાંખવાને આમ તો કોઈ પણ કારણ નથી પણ એક સંભવ એવો પણ છે કે તે કદાચ ઉપરચર્ચિત દિગંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org