________________
વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ
(૫૨) થારાપદ્ર
થરાદમાં કુમારવિહારના સહોદર સમું નવીન જૈનમંદિર કરાવ્યું. જિનાગારમાં તેજપાળે અનુપમાદેવીના શ્રેયાર્થે મૂળનાયકની સ્થાપના કરી.
(૫૩) ઉમારસીજગ્રામ
વસ્તુપાળે પ્રપા અને પાન્થકુટિ કરાવી, બદ૨કૂપમાં પ્રા કરાવી.
(૫૪) વિજાપુર
શ્રી વીર અને નાભેયનાં જિનાલયો હેમકુંભાંકિત કર્યાં.
(૫૫) તારંગા
કુમારવિહારમાં નાભેય અને નૈમિજિન ખત્તકમાં પ્રતિષ્ઠિત કર્યા, જેના લેખો મોજૂદ છે.
ગુજરાતને અડીને આવેલ અર્બુદમંડલ અને સત્યપુર(સાંચોર)મંડલ એ સમયે સોલંકીઓના આધિપત્ય નીચે હતાં; તે પ્રદેશની નગરીઓમાં પણ વસ્તુપાલે યા તેજપાળે તીર્થ સુકૃત્યો કરાવેલાં.
(૫૬) ચંદ્રાવતી
(તેજપાળે ?) પોતાના પુણ્ય માટે વસતી કરાવી.
(૫૭) અર્બુદગિર
Jain Education International
૧૯૭
બન્ને બાજુ હૃદ સહિત પઘા કરાવી. દંડેશ વિમલના મંદિરમાં મલ્લદેવના શ્રેયાર્થે મલ્લિનાથની પ્રતિષ્ઠા (ઈ. સ. ૧૨૨૨) ખત્તકમાં કરાવી. જિતેંદ્રભવન ૨૪ સુવર્ણ દંડકલશથી અલંકૃત કર્યું. પ્રદ્યુમન, શાંબ, અંબા અને અવલોકનાનાં શિખરોની અવતારરૂપ કુલિકાઓ કરાવ્યાં. તેજપાળે આરસના અદ્યપર્યંત ઊભા રહેલા જગવિખ્યાત લુણવસહી મંદિરની ઈ સ ૧૨૩૨માં રચના કરી અને મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, ત્રિક, રંગમંડપ, વલાનક અને ૪૮ દેવકુલિકાઓથી એને શણગાર્યું. આ ઉપરાંત વસ્તુપાળ તેમ જ તેજપાલે અચલેશ્વરવિભુના મંડપનો તેમ જ શ્રીમાતાના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો.
(૫૮) સત્યપુર
સાંચોરનાજિન (મહાવીર)ના મંદિરમાં દેવકુલિકાયુગ્મ કરાવ્યું. (પૂર્વે) હરણ કરાયેલા ચંદ્રપ્રભનું અધિવાસન કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org