________________
૧૮૮
(૪) વામનસ્થળી
(૫) દેવપત્તન
મંત્રી તેજપાળે વંથળીમાં વસતી કરાવી અને ગામના પ્રાંતરમાં વાપી કરાવી.
વસ્તુપાલે અહીં પુરાતન ચંદ્રપ્રભજિનના મંદિરના અંત ભાગે પૌષધશાલા સહિત અષ્ટાપદપ્રાસાદ બંધાવ્યો. એક બીજી પૌષધશાલા પણ કરાવી અને આવક માટે અટ્ઠશાલા અને ગૃહમાલા કરાવી આપ્યાં. ભગવાન સોમનાથની રત્નખચિત મુંડમાળા રાજા વીરધવળના સંતોષ માટે કરાવી. સોમનાથના મંદિર આગળ તેજપાલે પોતાની કીર્તિ માટે ડુંગર જેવા બે હાથી અને એક ઘોડો કરાવ્યા. દ્વિજના વેદપાઠ માટે બ્રહ્મશાલા અને સત્રાગાર કરાવ્યાં. તેજપાળે આદિનાથનું મોટું મંદિર કરાવ્યું. અનુપમાદેવીએ ઈ. સ. ૧૨૩૪માં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વસ્તુપાલે કરાવેલા અષ્ટાપદના સ્તંભો અને સુંદ૨ છત હાલ અહીંના જુમ્મામસ્જિદના પ્રવેશમંડપમાં છે; જ્યારે તેજપાલવાળા આદિનાથ મંદિરના સ્તંભો અને મંડપની છત માઈપુરી મસ્જિદમાં છે. (૬) કુહેડીગ્રામ
તપોધનો માટે વસ્તુપાલે અભિરામ (આરામ ? આશ્રમ ?) કરાવ્યો (૭) કોડિયનારિ
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
કોડીનારમાં વસ્તુપાલે નેમિનાથચૈત્યને ચંચધ્વજથી શોભિત કર્યું. અંબિકાના મંદિરનો ઉદ્ધાર કરી તેના પર હેમકલશ ચઢાવ્યો.
(૮) અજાહરપુર
ઉના પાસેના અજારાગ્રામમાં મંત્રીશ્વર વસ્તુપાલે જિનાધીશ(પાર્શ્વનાથ ?)ના મંદિરનો ઉદ્ધાર કરી તેના શિખર પર કાંચનકલશ મુકાવ્યો. નિત્યપૂજા અર્થે ગામની બહાર વાટિકા અને વાપી કરાવ્યાં.
(૯) મધુમતી
Jain Education International
મુકાવ્યાં.
(૧૦) તાલધ્વજપુર
મહુવામાં જાવડી શ્રેષ્ઠીએ કરાવેલ વીરમંદિર પર વસ્તુપાલે ધજા અને હેમકુંભ
તળાજામાં વસ્તુપાલે ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org