SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૨ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અવશિષ્ટ રહેલા કુમારવિહારો બચી ગયા. | (સ્વ) દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી સરખા ગઈ પેઢીના ધુરંધર વિદ્વાનોએ અજયપાળના પૈશાચિક, આર્યધર્મલાપી કૃત્યો ઉપર ટીકા નથી કરી અને ઊલટું એ રાજા જૈન-વિરોધી હોવામાં શંકા વ્યક્ત કરી છે ! પણ જૈન પ્રબંધકારોની આ વાતો ટાઢા પહોરનાં ગપોડાં સમાન નહોતી. બીજા કોઈ સોલંકી રાજા વિશે આવા આરોપો-અપવાદો પ્રબંધકારોએ કર્યા નથી, પણ અજયપાળ માટે જ કર્યા છે. અને અજયપાળનું ત્રણ વર્ષમાં ખૂન થાય છે, એ બતાવી આપે છે કે એ અમુકાશે અવિચારી, દુરિત, અને જુલમી રાજા હતો. વિશેષમાં કુમારપાળે બંધાવેલાં જિનમંદિરો તેમ જ અન્ય કોઈ કોઈ એણે તોડ્યાં હોવાનાં પરોક્ષ પ્રમાણો ચોક્કસ મળે છે, એની વિગતો હવે જોઈએ. (૧) મંત્રીશ્વર ઉદયનના નામે બંધાયેલા ધોળકાના ઉદયનવિહારની પ્રશસ્તિના શિલાલેખના શિલાખંડનો ઉપયોગ વિ. સં. ૧૨૬૬ | ઈ. સ. ૧૨૦૯માં વિષ્ણુની મૂર્તિ કંડારવામાં થયો છે. શિલાલેખ રઝળતો તો જ થાય, જો એ મંદિરની કોઈ રૂપમાં દુર્દશા થઈ હોય. દિનેશચંદ્ર સરકાર તેમ જ દાવ રમેશ મજમુદાર એને માટે કુમારપાળના અનુગામીઓની જૈન વિરોધી પ્રવૃત્તિને કારણભૂત ઠરાવે છે. ઉદયન મંત્રી અને એના પુત્રો કુમારપાળના અડીખમ ટેકેદારો હતા : આથી અજયપાળનો રોષ “ઉદયન વિહાર ‘પર ઊતર્યો હશે. (૨) સચિવેશ્વર વસ્તુપાળે ખંભાતના “કુમારવિહાર'માં મૂલનાયક નવા કરાવેલા. કુમારપાળે એ મંદિર ઈ. સ. ૧૧૬૦ આસપાસ બંધાવ્યાનું અનુમાનીએ અને વસ્તુપાલે એમાં પુનઃપ્રતિષ્ઠા ઈસ. ૧૨૩૦માં કરાવી હોવાનું અંદાજીએ તો એ સિત્તેરેક વર્ષના ગાળામાં એવું શું બન્યું હતું કે “મૂલનાયક'ની પ્રતિમા ફરી કરાવવી પડી ? અને એ પણ ખંભાતમાં બીજે કયાંય નહીં અને “કુમારવિહારમાં જ? આની પાછળ અજયપાળના આસુરી કૃત્યનું સૂચન સહેજે મળે છે. (૩) માંડલના “કુમારવિહાર'નો વસ્તુપાળ ઉદ્ધાર કરાવે છે. શા કારણે ? ' (૪) એ જ રીતે ધંધુકાના “કુમારવિહારીને પણ મંત્રીશ ઉદ્ધરાવે છે. (હેમચંદ્રની જન્મભૂમિમાં કુમારપાળે કરાવેલ જિનમંદિર પર અજયપાળનો વિશેષરૂપે ખોફ ઊતર્યાનું કલ્પી શકાય.) (૫) આબૂનો વરહુડિયા કુટુંબનો ઈ. સ. ૧૨૪૦નો તુલ્યકાલીન લેખ પણ જણાવે છે કે લાડોલના “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર પ્રસંગે એમણે ત્યાં ગોખલામાં પ્રતિમા કરાવેલી. આટલાં બધાં સ્થળોએ “કુમારવિહાર'ના જીર્ણોદ્ધાર થયાનું કારણ શું? કારણમાં અમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy