SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ અને એણે એટલી સંખ્યામાં “કુમારવિહાર' નામ ધરાવતા પ્રાસાદો બંધાવ્યાની ઉક્તિ છે. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(વિ.સં ૧૩૩૪, ઈ. સ. ૧૨૭૮) તેમ જ મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧, ઈ. સ. ૧૩૦૫)માં પણ એ હકીકત નોંધાયેલી છે. આ વાત આજની ઘડીએ આપણને વિચિત્ર તેમ જ વધુ પડતી ઊર્મિલ લાગે, એ યુગના સંદર્ભમાં આમ બનવું અસંભવિત ન ગણાય. આ વાત સાચી હોય કે ન હોય, પણ કુમારપાળનું નામ ધરાવતાં સારી સંખ્યામાં જિનમંદિરો એ કાળે બંધાયેલાં, જેને વિશે હવે ઉપલબ્ધ પ્રમાણોના આધારે જોઈશું. આ અગાઉ કુમારપાળ વિશે, અને એણે કરાવેલાં દેવમંદિરો વિશે ઘણા લેખકો જૂના ગ્રંથો એવં શિલાલેખોના આધારે થોડું ઘણું, છૂટું છવાયું લખી ગયા છે; પણ એનાં તમામ પ્રમાણો એકત્ર કરી એક સ્વતંત્ર વિષય તરીકે એની પૂર્ણ ચર્ચા થયેલી ન હોઈ અહીં એ પ્રયત્ન કરી જોવા વિચાર્યું છે. વિશેષમાં કેટલીક જાણીતી હકીકતો માટે વધારે પ્રમાણો એકઠાં કરી શકાયાં છે તો કેટલાક કિસ્સાઓમાં અગાઉ અજ્ઞાત એવા નવા કુમારવિહારો વિશે પણ પ્રકાશ પાડતા પુરાવાઓ મળ્યા છે. ૧. શ્રીપત્તન સોલંકીઓની રાજધાની અણહિલવાડપાટણના “કુમારવિહાર'નો ઉલ્લેખ આપણને ધોળકાની ઈ. સ. ૧૧૬૭-૭૩ના ગાળામાં આચાર્ય હેમચંદ્રના શિષ્ય મુનિ રામચંદ્ર દ્વારા રચાયેલી “ઉદયનવિહારપ્રશસ્તિમાં મળે છે. એમાં કહ્યું છે કે (મંત્રીશ્વર ઉદયનના પુત્ર મંત્રી વાભટ્ટ) નાભેય-ઋષભદેવની રૂપાની પ્રતિમા શ્રીપત્તનના “કુમાર-વિહાર'માં પ્રતિષ્ઠાવી. એ જ પંડિત રામચંદ્ર એ જિનાલય બંધાયા બાદ એની પ્રશંસા કરતું કુમારવિહારશતક કાવ્ય રચેલું, જે આજે ઉપલબ્ધ છે. સોમપ્રભાચાર્ય-સ્વરચિત જિનધર્મપ્રતિબોધ(વિ. સં. ૧૨૪૧ ઈ. સ. ૧૧૮૫)માં નોંધે છે કે રાજાએ મંત્રી બાહડ(વાભટ્ટ), વાયડવંશીય ચંદ્ર, શૂરાદિ ગગ્ગ(ગર્ગ)ના પુત્રો, સર્વદેવ અને સંબાણ શેઠને આદેશ આપી અષ્ટાપદ સમાન ઉન્નત અને ચોવીસ જિનાલયથી અલંકૃત એવું ‘કુમારવિહાર' નામનું ચૈત્ય પાટણમાં કરાવ્યું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(વિ. સં. ૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૮)માં અપાયેલ નોંધ અનુસાર ચૈત્ય મૂળ મંત્રી વામ્ભટ્ટનું મંદિર જ્યાં હતું તે ભૂમિ પર કરાવેલું : (વાભટ્ટે એ કરાવી કુમારપાળને સમર્પિત કર્યાનો એવો પણ ધ્વનિ નીકળી શકે".) સોમપ્રભાચાર્યના કથન અનુસાર રાજાએ આ સિવાય પણ પાટણમાં નેમિનાથમૂલનાયકવાળો વર્તમાન, અતીત, અને અનાગતના તીર્થકરોની બધી મળી ૭૨ દેવકુલિકાઓવાળો ‘ત્રિભુવનવિહાર' પ્રાસાદ (પોતાના પિતા ત્રિભુવનપાલના પુણ્યાર્થે) કરાવ્યો. એ ઉપરાંત “ત્રિવિહાર' નામનો એક બીજો પ્રાસાદ પણ ત્યાં કરાવ્યો : ને ૨૪ તીર્થકરોનાં આલયો કરાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy