SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો મધ્યકાલીન શ્વેતાંબર જૈન સાહિત્યમાં, “ભૃગુકચ્છ-વિભૂષણ', “ભૃગુપુરાલંકાર', અને ‘ભૃગુપુરમંડન” સરખાં ગરિમાપૂત વિશેષણોથી સમલંકૃત, ભરૂચના પુરાતન અને પરંપરાપ્રતિષ્ઠિત જિન મુનિસુવ્રતના તીર્થ સંબદ્ધ ઠીક ઠીક સંખ્યામાં ઉલ્લેખો મળી આવે છે. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ(ઈસ્વીસનના ૧૪મા શતકનો પૂર્વાર્ધ)માં પશ્ચિમ ભારત સ્થિત પ્રસિદ્ધ-મહિમા શત્રુંજયાચલ, ઉજ્જયંતગિરિ, અને અન્ય મોટાં જૈન તીર્થો સાથે ભરૂચના મુનિસુવ્રત જિનની કચ્છ મુનિસુવ્રય કહી ગણના કરી છે; અને પ્રસ્તુત ગ્રંથમાં ચતુરશીતિ જૈન મહાતીર્થ સંબદ્ધ કલ્પમાં મૃગુપત્તને અનર્થ્યવૂડ શ્રીમુનિસુવ્રત: કહી પ્રસ્તુત જિનના તીર્થનું ગૌરવપૂર્વક સ્મરણ કર્યું છે. “અશ્વાવબોધ તીર્થ અને શકુનિકાવિહાર'નાં જોડિયાં અભિધાનથી સુવિદ્યુત ભૃગુપુરતીર્થનાયક સુવ્રતસ્વામીનાં તીર્વાવતાર-મહિમાસ્વરૂપ-મંદિરો પછીથી ધવલકક્ક (ધોળકા) અને શત્રુંજય પર્વત પર બંધાયેલાં", જે તેના મધ્યકાલીન મહિમાનું સૂચન કરી જાય છે. સોલંકીયુગ અને પ્રાસોલંકીકાળનું આ વિખ્યાત જૈન યાત્રાધામ ૧૩મા શતકના અંત ભાગ પછી સ્થપાયેલા મુસ્લિમ શાસનને કારણે વિનષ્ટ થયું, અને આજે તો કેટલીયે સદીઓથી તે તીર્થના અસલી મહિમાનો વિચ્છેદ થયો છે. છતાં કોઈ ને કોઈ પ્રકારે પુનરુદ્ધાર દ્વારા તે ટકી રહ્યું હોવાના ઈસ્વીસના ૧૪મા-૧૫મા શતકના ઓછામાં ઓછા બે પ્રમાણો તો ઉપલબ્ધ છે : જેમકે નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિના ચંદ્રપ્રભચરિત્ર(સં. ૧૨૬૪ | ઈ. સ. ૧૨૦૮)ની સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮માં લખાયેલી દાતાની પ્રાંતપ્રશસ્તિમાં ભૃગુપુરતીર્થ અને તેના અધિનાયક શ્રી સુવ્રતાઈતનો ઉલ્લેખ છે : યથા : अस्ति स्वस्ति पदं रेवातट कोटीरसन्निभं । पुरं भृगुपुरं नाम तीर्थं श्रीसुव्रतार्हतः ।।१।। અને તપાગચ્છીય દેવસુંદરસૂરિશિષ્ય જ્ઞાનસાગર વિરચિત મુનિસુવ્રતસ્તોત્ર(૧૪માં શતકનું આખરી ચરણ)માં પ્રથમ પદ્યના પ્રથમ ચરણમાં જ ભૃગુપુર-સંતિષ્ઠમાન જિન સુવ્રતને વંદના દીધી છે : યથા : श्रीकैवल्यावगमविदिताशेषवस्तुस्वभावभावद्वेषिप्रमथनपटुं दोषनिर्मुक्तवाचम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy