________________
ઉપર
વીતરાગસ્તવ સવિવેચન થાય છે. માટે હારૂં આજ્ઞાપાલન એ જ મોટામાં મોટી સેવા છે અને એ જ મુમુક્ષુને મુખ્યપણે શ્રેયસ્કર છે. “સારી વિધિ સેવા સારંતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતી કરતાં, સહેજે નાથ નિવાજે.”
–શ્રી દેવચંદ્રજી પ્રભુની આરાધનાનોઝ શ્રેષ્ઠ ઉપાય તે તેની આજ્ઞાનું આરાધન એ જ છે, એ જ એની મોટામાં મોટી પૂજા છે. પ્રભુની આજ્ઞા પાળવી એ જ એની ઉત્તમ સેવા છે. કોઈ નોકર હેાય તે શેઠની આજ્ઞા ન પાળે ને કહે કે હું તેને સેવક છું, એ કેમ બને? આ તો “ચાકર તેરા, ' કહ્યા નહિં કરું” એના જેવો ઘાટ થયે! સાચા સેવક હેય, તે તે ખડે પગે શેઠની સેવામાં–ખી જમતમાં હાજર રહી, તેની આજ્ઞા કદી ઉત્થાપે નહિં. તેમ સાચો ભક્ત સેવક પણ પ્રભુની આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે છે ને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગતા, ગુરુભક્તિ, તપ, જ્ઞાન એ સત્ પુષ્પોથી પ્રભુની પૂજા કરે છે. –ચે દષ્ટિસમુચ્ચય વિવેચન (સ્વરચિત) - પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવાં સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણ– પ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન અજ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે,–જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય
ભક્તિ છે.” -–શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૮૨૪ • જે જે સાધને બતાવ્યા, તે તે જ્ઞાનીની આજ્ઞા અનુસાર આત્માર્થના લક્ષપૂર્વક સેવવામાં આવે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org