________________
૧૦
આ ગ્રંથ વશ પ્રકાશમાં વિભક્ત થયેલ છે; પ્રત્યેક પ્રકાશમાં ૮-૯ કે કવચિત્ તેથી વધારે લેકે છે. પ્રત્યેક પ્રકાશમાં કર્યો વિષય આવે છે એને નામનિદેશ મૂળમાં નથી; તથાપિ અંતરસંશાધનથી તેમાં આવતે વિષય સંશધી વિષયની સુગમતાથે આ લેખકે તે તે પ્રકાશને તે વિષયનું મથાળું આપ્યું છે. આ વિશ પ્રકાશમાં આવતી વસ્તુનું સંક્ષેપે દિગ્ગદર્શન આ પ્રકારે– '
પ્રથમ પ્રકાશમાં સ્તવકારે મંગલ કરી સ્તન કરવાની પ્રતિજ્ઞા કરી છે. બીજા-ત્રીજા-ચોથા–પાંચમા એ ચાર. પ્રકાશમાં વીતરાગના ચોત્રીશ અતિશયનું વર્ણન કરી દેખાડયું છે કે બીજામાં વીતરાગના જન્મસહજ ચાર અતિશય, ત્રીજામાં કર્મક્ષયજન્ય અગીયાર અતિશય, ચોથામાં દેવકૃત અગીયાર અતિશય, પાંચમામાં અષ્ટ પ્રાતિહાર્ય (દેવકૃત અતિશય)-એમ અનુક્રમે ચેત્રીશ. અતિશય વર્ણવ્યા છે. આ અતિશય એટલે શું? જગમાં બીજા કેઈમાં પણ ન હોય એવો અતિશાયિ-ચઢીયાત (surpassing all) ગુણપ્રભાવ–મહિમાવિશેષ તે અતિશય. વીતરાગ ભગવાનના આ બધા અતિશયેના પણ મૂળ આધારભૂત આ ચાર અતિશય છેઃ અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય, વચનાતિશય. આત્મગુણને અપાય-હાનિ કરનારા ઘાતિકર્મોને અપગમ (દૂર થવું તે) થયે હોવાથી, ભગવાનને અપાયાપરમ અતિશય જગમાં અન્ય કઈ પણ વ્યક્તિ કરતાં ચઢીયાતે એ અતિશયવંત ગુણ વત્ત છે. કેવલજ્ઞાન-કેવલદર્શનના પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org