SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિ-વૃદ્ધિ સાથે જલ્દી પાછા મોકલી આપ્યા... તે પૂજ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું... આટલી બધી હસ્તપ્રતિઓનાં ક્રમે કરીને પાઠાંતર લેવામાં સમય ખૂબ જ જાય એમ હતો. પણ ઘણા ગુરુભગવંતશ્રીઓ/સાધ્વીજી ભગવતીઓએ એકી સાથે બેસીને પાઠાંતરો નોંધાવ્યા... સૂક્ષ્મનજરે આજુબાજુનાં પાઠો ઉકેલી આપ્યા તે બધા ગુરુભગવંતશ્રીનો... સાધ્વીજી ભગવતીજીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉરનાં ઉછળતાં ઉર્મિએ સમર્પ નમન સુમનાંજલિ... • યુગમહર્ષિ... આરાધનાવતાર... વચનસિદ્ધ... દાદા ગુરુદેવ શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા વૈરાગ્યવારિ સિંચીને સંયમની વેલને શિક્ષાની વાડ દ્વારા સદા સુરક્ષિત સુપ્રફુલ્લિત રાખનારા... સંઘેજ્યસૂત્રધાર... પરમોપકારી ગુરુદેવ શ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજા.. આદર્શમય જીવન દ્વારા જ અમારી જીવનયાત્રાને આગેકૂચ કરાવનારા... અપ્રમત્તયોગિરાજ... પરમ પૂજ્ય ઉપકારી ગુરુદેવ શ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા. સદાય વાત્સલ્યના અમપાન કરાવવા દ્વારા જનેતાનાં પ્રારને ભૂલાવનારા... અમ જીવનનાં રાહબર... ભક્તિયોગાચાર્ય ગુરુદેવ શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજા... સંશોધન પદ્ધતિનાં પ્રેરક... હસ્તપ્રતિઓના વાંચનની માહિતી આપનારા, શ્રુતસ્થવિર, આગમપ્રજ્ઞ,પૂ. જંબૂવિજયજી મહારાજા.. અનેક હસ્તપ્રતિઓ મેળવીને આપીને સંશોધનના માધ્યમે સ્વાધ્યાયનાં સુંદર રાહે સ્વયં ચાલતાં... અને અમોને ચલાવતાં.. “આવકાર લખીને ઉપકાર કરનારાં... સંશોધન પ્રેમી પૂ. ગુરુદેવ શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. જ્યાં જ્યાં ભટક્યાં ત્યાં પત્રરૂપે પ્રત્યક્ષ થયા... જ્યાં જ્યાં અટક્યાં ત્યાં ત્યાં હાથ ઝાલી આગે બઢાવ્યા... જ્યાં જ્યારે... જે પણ (૪૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002069
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
Author
PublisherVijaybhadra Charitable Trust Bhiladi
Publication Year2008
Total Pages506
LanguageSanskrit
ClassificationBook_Devnagari, Literature, & Knowledge
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy