________________
આનંદ કી ઘડી આઈ ! સખીરી આજ !
જીવનમાં પ્રભુકૃપાએ કેટલીક એવી ધન્ય ક્ષણો પમાતી હોય છે જે ક્ષણો જિવાઈ હોય ત્યારે હૈયું ભરાયું હોય અને તેને વારંવાર યાદ કરવી ગમતી હોય છે અને દર વખતે તેમાંથી તાજી ખુશબૂ આવતી હોય છે.
મારા જીવનમાં પણ જીવનની મૂડી ગણાય તેવી, જે પાંચ-સાત ઘટનાઓ બની છે તે પૈકીની એક શિરમોર ઘટના, આ દાદાના અભિષેકની છે. આવી ઘટનાના સાક્ષી બનવું તે પણ જો સૌભાગ્ય ગણાય તો પછી તેના કેન્દ્રમાં હોવું તે તો પરમ સૌભાગ્ય ગણાય. આવું પરમ સૌભાગ્ય જીવનને કૃતકૃત્ય બનાવે છે. કેન્દ્રમાં હોવું એટલે કે દાદાના પ્રભાવ-વર્ધક અભિષેકના મનોરથ - સંકલ્પ - દ્રવ્ય-સંયોજન-વ્યવસ્થાથી લઈને, તે સમયના સકળ જીવો પ્રત્યેની કરુણામાં મુખ્ય ભાગ ભજવવાનું કાર્ય “એણે કરાવ્યું. તેમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય સાંપડ્યું, એ પરમ સૌભાગ્ય ગણાય.
અભિષેક એ શ્રી સંઘ માટે નવી વાત ન હોઈ શકે, પણ તેમાં જે તંતોતંત ઉલ્લાસિત-મનોયોગની મેળવણી થઈ તેથી તેની સ્મૃતિ ચિત્તવૃત્તિનાં તમામ પડળને ભેદીને ઊંડે કોતરાઈ ગઈ. | જ્યારે ઘટના બની તે પછીનાં આવતાં વર્ષોમાં તેનું મહાતમ, પાણીમાં તેલના ટીપાની જેમ વિસ્તરતું ગયું - પ્રસાર પામતું ગયું. તેણે જીવનની ધન્યતાની મહોર લગાવી દીધી - સાર્થકતાનો અહેસાસ કરાવી દીધો. મારા જેવા નાચીજ માણસને માટે તો આ મહાધન પુરવાર થયું.
જીરુ
લાલ બ્રનું
૫૪: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org