SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પરમના કૃપારસને મેળવવા, પાત્રતા વિકસાવીએ આપણે પરમને પ્રાર્થના કરીએ અને તે પ્રાર્થના ઓછી ફળે તો, આપણે પરમની શક્તિમાં શંકા કરવાને બદલે, આપણી પાત્રતા તરફ નજર કરીએ તો, તરત જ મર્મ પકડાશે કે પાત્રતા પ્રમાણે જ ફળ મળ્યું છે. જેવો પાત્રતાનો વિકાસ થશે કે તરત જ ફળનું પ્રમાણ વધવા લાગશે. ગંગાનો અફાટ જળરાશિ અગાધ અને અપાર છે; તે તમને ભીંજવવા અને તૃપ્ત કરવા, તમારા પાત્રને છલકાવવા તત્પર છે, પણ તે તમારા પાત્રમાં સમાય તેટલું જ આપી શકે, તેથી વધારે નહીં. આ જેટલું જળ જોઈએ, તેટલું પાત્ર લઈ જવું પડે. પાત્ર જેટલું હોય, તેટલું જળ મળે. પરમાત્માની કૃપાનું પણ, આવું જ છે. પરમાત્માની શક્તિનું અવતરણ પણ, એવું જ છે. આપણી પાત્રતા પ્રમાણે લાભ કરે. આપણે તો, આપણા પાત્રને સતત વિકસાવતા રહેવાનું છે. ગુણસમૃદ્ધિ દ્વારા આપણી પાત્રતા વિકસાવીએ અને પરમના કપા-રસથી આપણા જીવનના પાત્રને છલોછલ છલકાવીએ. પરમનું તો આપણને આમંત્રણ છે જ. પરમ અને પાત્રતાનો મેળ થશે તો, પાત્ર ભરપૂર ભરાઈ જશે. ચિંતન : ૨૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy