________________
હોય કે ન હોય દિવાળી, પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો
વળી પાછી દિવાળી આવી અને કંઈક કહેવા લાગી. સાંભળવાની ઇચ્છા હોય તો, તે કંઈક સંભળાવે છે: આ તો દિવાળી આવી છે; પણ તે હોય કે ન હોય, તમે એક વાર જે દીવાને પ્રગટાવ્યો છે તેને; પ્રગટેલો જ રાખજો. આવા સીધા-સાદા દેખાતા શબ્દો ઊંડા અને અર્થગર્ભિત હોય છે. એનો અર્થ, એ શબ્દોની વચ્ચેના અવકાશમાં છુપાયેલો હોય છે. તેનો ઇશારો છે, સંબંધો તરફ. સંબંધ વિના કોને ચાલ્યું છે? સંબંધ છે તો સંસાર છે. અલબત્ત, સારા સંબંધોની આ વાત છે ! સંયોગ” તે સંસારનો પર્યાય છે. ઉત્તમ વ્યક્તિ સાથે, ઉત્તમ તત્ત્વ સાથે, ઉત્તમ ગ્રંથ સાથે, જે-જે સંબંધો વીતેલા વર્ષમાં સ્થપાયા છે, એ મહામૂલા સંબંધોને હવે ટકાવી રાખજો. નવા વર્ષમાં પણ એ સંબંધો તાજા ને તાજા - દિવાળીના દીવડા જેવા પ્રકાશ રેલાવતા રહે, એ ઝાંખા ન થાય કે ન તો ઓલવાઈ જાય, તેની કાળજી રાખજો.
ચિંતન : ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org