________________
દિવસ' -આ શબ્દનો અર્થ કેટલો વિસ્તરી શકે?
વાત જસદણના આલા ખાચરની છે. આલા ખાચરના હૃદયમાં દાનની પાતાળગંગા સમી સરવાણી સતત વહેતી રહેતી હતી. યાચક આવ્યો નથી અને દાન દીધું નથી ! સહજ રુચિવાળા જીવ જ્યારે દાન આપે ત્યારે લેનારને એનો ભાર લાગતો નથી અને દેનારનો હળવો થાય છે. આલા ખાચરની દાન-સરવાણી નદીનું રૂપ ધારણ કરે, આગળ વધતાં એનો ધોધ રચાય ત્યારે રાજ્યના દીવાનને ચિંતા થાય જ થાય ! આમ ને આમ સતત દાનપ્રવાહ ચાલુ રહેશે તો તિજોરીનું તળિયું આવી જશે. રાજ કેમ ચાલશે ? એકવાર એકાંત જોઈને દીવાને ઇશારો કર્યો : બાપુ! હવે તો હાઉ કરો. આ તો યાચકો છે. રોજ-રોજ આવ્યા કરશે. આપ આપો છો એટલે આવે છે. બાપુ કહે : યાચક આવે છે એટલે હું આવું છું. દીવાન કહે : એ તો ગોળ છે તો માખી આવે જ ને ! બાપુના સ્વભાવમાં દાન આપવાનું વણાઈ ગયું હતું. સ્વભાવને કારણની શી જરૂર ? આપ્યા વિના ચેન ન પડે
તેવો સ્વભાવ હતો. એક રાત્રે ડાયરો બરાબર જામ્યો હતો. છેક મોડે સુધી ચાલતો રહ્યો. છેવટે બગાસાંએ તેડું મોકલ્યું અને ડાયરો વિખરાયો. આછા અજવાળાં વેરતા દીવા ટમટમતા હતા. બાપુએ દીવાનને નજીક બોલાવ્યા : અહીં આવો તો ! જુઓ, આ શું છે ? સેવક પાસે કપડું આવું કરાવ્યું જોયું તો ગોળનો રવો !: બાપુ ! ગોળ છે ! આલા ખાચર કહે : તો માખી કાં નથી ? દીવાન કહે : એ તો દિવસ હોય ત્યારે આવે ! બાપુએ આ સાંભળતાં જ કહ્યું : હું પણ એ જ કહું છું. મારા પણ દિવસો છે, તો યાચકો આવે છે ! ચતુર દીવાન મર્મ સમજી મૂછમાં મરકી રહ્યા. બાપુને મનોમન પ્રણામ કર્યા. (‘આલાઅરબી ભાષાનો શબ્દ છે. “અવ્વલ” શબ્દ પણ એમાંથી બન્યો. આલા એટલે મોટો. આલા ખાચરે આ નામને પણ શોભાવ્યું !)
શબ્દ શબ્દમાં ફેર..
શબ્દ હાર પહેરાવે. શબ્દ હાર પણ અપાવે! -કયા ભાવથી શબ્દ-પ્રયોગ કર્યો છે એ મહત્ત્વનું છે. વાત એકની એક જ હોય; રજૂઆત પર યશ કે અપયશનો આધાર છે. રસોઈમાં મીઠું પ્રમાણસરનું જ હોય તેમ. સામે નેત્રહીન વ્યક્તિ છે. મનમાં તર્ક-વિતર્ક થશેઃ આ ભાઈ શેના કારણે અંધ થયા હશે? શું જન્મથી જ આવા હશે? કોઈ રોગ થયો હશે? બળિયા થયા હશે ? આ કુતૂહલ મનમાં રાખી, સહજ સદ્ભાવથી, મનમાં યોગ્ય શબ્દ ગોઠવી પૂછશો તો જે જાણવું છે તે ઠીક જાણી શકશો. એને લગતો આ દુહો વારંવાર કાને અફળાયો હશેઃ
કાણાને કાણો કહે, કડવાં લાગે વેણ;
ઘીરે રહીને પૂછીએ, શાથી બોયાં નેણ ! વેણ અને નેણનો પ્રાસ તો સુંદર છે જ; મહત્ત્વનું પદ ઘીરે રહી છે. આવી વાત પૂછતાં આપણો સ્વર કેવો હોવો જોઈએ તે મહત્ત્વનું છે. શબ્દની જેમ સ્વરની પણ અસર હોય છે. સહેજ મોટેથી, ઊંચેથી બોલાય છે અને ધીરેથી બોલાય તેની અસર અલગ-અલગ હોય છે. કોઈને વાગે અને ખૂંચે એવું તો ન જ બોલવું જોઈએ. ધારદાર શસ્ત્રના ઘા કરતાં વાણીના ઘા રુઝાતાં વાર લાગે છે અને ત્યારે મોડું થઈ ગયું હોય છે ! આપણે સાવચેત કાં ન રહીએ?
૩૨૬:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org