SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈઓ, પત્ની, પુત્રો, સ્વજનો, ગુરુજનો, નગરજનો અને અન્યધર્મીઓ પ્રત્યેના ઔચિત્ય-પાલનની વાતો છે. વિનયસ્વરૂપની આ વાતોનો ઔચિત્યધર્મમાં પણ સમાવેશ કરી શકાય તેમ છે. આપણી તમામે તમામ ક્રિયાઓમાં બીજી વ્યક્તિનો ખ્યાલ અચૂક રાખીએ. આપણા જીવનની સાર્થકતા તો સધાય છે જ, ઉપરાંત આપણી શોભા પણ વધે છે. આખર, આપણું જીવન પણ છે શું? આવી નાની નાની ઘટનાઓનો સમગ્ર સરવાળો તે જ જીવન ! આવી નાની જણાતી ઘટનાઓનું દૂરગામી મૂલ્ય અનેરું છે. તે મૂલ્યને પ્રમાણીએ અને તે મુજબ જ જીવનનું ઘડતર કરીએ; જેથી જીવ્યું પ્રમાણ બને. આટલો બોધપાઠ આજે આપણે આપણી હૃદય મંજૂષામાં અંકિત કરીએ. આપણે આ ઉદાહરણોથી આપણા જીવનમાં, વર્તનમાં આવું ઉત્તમ ઔચિત્ય-પાલન કરીએ. ઉત્તમ પુરુષોની ઉત્તમ રીતભાતને પૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કરીએ. . આને વહીવટ કર્યો કહેવાય! વિવિધ જ્ઞાતિજનોથી ઉભરાતું ઉત્તર ગુજરાતના પાટણ જેવું ગામ હતું. ગામમાં એક સરળ સ્વભાવના, સુથારકામ કરનાર ભાઈ વસતા હતા. જે કામ મળે તે પ્રેમથી કરી આપતા અને પૈસાની રકઝક ક્યારે પણ ન કરતા. મોટેભાગે ઉજળા વરણની વ્યક્તિઓ સાથે કામ પડે. સુથાર તરીકેની એમની છાપ પણ સારી હતી. બધા પરિવારો સાથે ઘરોબો કેળવાઈ અને સચવાઈ રહ્યો હતો. પરિવારમાં પોતાની દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. જ્ઞાતિનો જમણવાર કરવાનું નક્કી કર્યું. પોતે કારીગર માણસ. આવા પ્રસંગનો અનુભવ નહીં તેથી તેણે એક વ્યાપારીભાઈને આ કામ ભળાવ્યું. કહ્યું : “ઉત્તમકોટિનો જમણવાર કરવાનો છે. બધા જ્ઞાતિજનો ખુશખુશાલ થાય તેવું કરવાનું છે. પૈસા સામું જોશો નહીં.' - વ્યાપારીભાઈએ આ કામ કાબેલિયતથી સંભાળ્યું. મહેમાનો જમણમાં પાંચ પકવાન ખાઈ એવા તો ખુશ થયા કે, ખાધું એક મોંઢે પણ વખાણ બે મોઢે કરવા લાગ્યા. આખી નાતમાં આ સુથારનું નામ વખણાવા લાગ્યું. એનું મન આનંદથી ભરાઈ આવ્યું. બપોર થયા એટલે વ્યાપારીભાઈએ કહ્યું : “આટલી મીઠાઈ વધી છે, તમારે ઘેર મોકલાવી દઉં છું.” સુથારનું મન તો હર્ષથી ભરેલું હતું જ. એણે વિચાર્યું : મને આખી નાતમાં જે જશ મળ્યો તે આ ભાઈની વહીવટની કુશળતા અને આવડતના કારણે છે. આ માટે તે કોઈ રકમ તો લેશે નહીં, તો આ મીઠાઈ તેમને જ ભળાવી દઉં.’ કહ્યું, “મીઠાઈ મારે ઘેર નહીં પણ તમારે ઘેર જ મોકલી આપો.' વ્યાપારી જૈનધર્મી હતા. ઘણી ‘ના’ કહી પણ સુથારનો સાચુકલો ભાવ જોઈ સ્વીકારી લીધું. સાથે જ મનમાં એક શુભ વિચાર જાગ્યો. પોતાના પરિવારને બોલાવી કહ્યું : “આપણા ગામના તમામ ઉપાશ્રયમાં વિરાજમાન પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજને વહોરવા આમંત્રણ આપી આવો. આગ્રહ કરી લાભ આપવાનું કહેજો.” ઘણા ઉપાશ્રયેથી સાધુ-સાધ્વીજીઓ લાભ આપવા પધાર્યા. કેટલાકને અઠ્ઠમનું અત્તરવાયણું હતું તો કોઈકને છઠ્ઠનું, તો કોઈકને ઉપવાસનું. બહુ ઉત્તમ લાભ મળ્યો. આખા પરિવારે આગ્રહ કરીને વહોરાવ્યું. ‘લ્યો ભિક્ષા છે સૂઝતી જી...' સરસ લાભ મળ્યો તેની હૃદયથી અનુમોદના કરી. મોડે સુધી પરિવારના ચિત્તમાં આ આનંદ ઘૂંટાતો રહ્યો. સુપાત્ર દાનથી પુણ્યાનુબંધી પુણ્યનો ઉત્કૃષ્ટ બંધ પડ્યો. વહીવટ સોંપાયો તો તેને યથાર્થ રીતે કરી જાણ્યો. સુકૃતની કમાણી કરી લીધી. આવાં કામ આવી નિર્મળ દ્રષ્ટિથી કરવાનાં હોય કામ કર્યું અને એ બદલ જે મળ્યું તે ઘરભેગું કરી શકાયું હોત; એ પણ અજુગતું ન ગણાત. પણ આ જે લાભ મળ્યો તેનાથી વંચિત રહ્યા હોત! જ્યારે પણ આવી જવાબદારી ભળાવવામાં આવે ત્યારે આવી શુભભાવનાની સમજ રાખવી જોઈએ. આ વ્યાપારીભાઈ જ રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાને ત્યાં નંદિકુમાર તરીકે જનમ્યા અને વેશ્યાને ત્યાં રોજ દશ-દશને પ્રતિબોધ પમાડતાં-પમાડતાં પોતે પણ પામી ગયા. ધન્ય બની ગયા! ૩૧૦: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy