SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ભલા અને મૂલદેવે એ ટાલવાળા બ્રાહ્મણ સાથે ડગ માંડ્યા. સાથે ચાલવા લાગે, છતાં મુલદેવને તેના પ્રત્યે અપ્રીતિ, વૈષ કે અણગમો ન ઉપજે. આવું બને? બની શકે? આપણને આવો પ્રશ્ન થવો સહજ છે. પણ વિવેક દૃષ્ટિની જાગરુકતાથી મૂલદેવનું મન ઘડાયું હતું. આવા સંયોગોમાં બ્રાહ્મણે ચાલવામાં સાથ આપ્યો. એ કારણે જંગલમાં એનું રક્ષણ થઈ રહ્યું છે. ધીરે ધીરે પંથ પણ ખૂટે છે. આવું સહજ આશ્વાસન પોતાના મનમાં મેળવતો. એકાદવાર મનમાં એવો વિચાર ઝબક્યો: અહો! આજે એ બ્રાહ્મણે મને નથી આપ્યું પણ આવતી કાલે તો આપશે. અને કદાચ ન પણ આપે. આપવું ન આપવું તે તેના પોતાના મનની વાત છે. તેની ઇચ્છા પર આધારિત છે. મારાથી કેમ મંગાય કે એવી આશાભરી નજરે કેમ જોવાય? એ ન પણ આપે. એ ન આપે તેથી તે કાંઈ દ્વેષપાત્ર નથી બનતો. ન સંકલ્પો, ન સંચરવું, ને એક શબ્દ સાંભરશે નિરુદ્દેશે મઝાનું મન, ધજાની જેમ ફરફરશે. (રાજેન્દ્ર શુક્લ) | વિશાળ અટવી, સ્નિગ્ધ છાયાવાળાં વૃક્ષોના ઝુંડના ઝુંડ. જાત જાતના પક્ષીઓનો મીઠો કલરવ. સાથે વાતોના તડાકા. વાતોમાં જો સ્ત્રી કથા, રાજ કથા, ભોજન કથા માંડતા આવડે તો તેનો અખૂટ ખજાનો બધા પાસે સંઘરાયેલો હોય છે. બસ, પગ ચાલ્યા કરે; જીભ ચાલ્યા કરે. રસ્તો ક્યાં ગયો તે ખબર જ ન પડે. પણ ચાલતાં ચાલતાં પેટ પાતાળ જાય ત્યારે ખબર પડે અને પગ અટકી જાય, જીભ પણ અટકી જાય. દિવસમાં એકાદવાર ભોજનનો સમય રહે. કોઇ ઘટાદાર વડલો આવે ત્યારે હાશ કરીને બેસી પડાય. આજુબાજુમાં પાણી શોધે. કૂવો, વાવ, તળાવ, કે ઝરણું મળી આવે. નિર્મળ જળથી ખોબે ખોબે હાથ-મોં સ્વચ્છ કરીને ભાતું ખોલે. ધીરે ધીરે પેટ પૂજા ચાલે. મૂલદેવ તે વખતે બ્રાહ્મણથી થોડે દૂર પથ્થર પર બેસે. લંબાવે. ભૂદેવને પૂરો ઓડકાર આવે એટલે મૂલદેવને કહે; કેમ ચાલશું ને! મૂલદેવ કહે; ભલે ચાલો. વળી વાર્તાઓનો એ જ દોર સંધાય, લંબાય. વચ્ચે વચ્ચે રસ્તે આવતાં વૃક્ષો અને ફળ-ફળાદીની વાતો થાય. ચર્ચા પણ ચાલે. સાંજ થાય અને સૂરજ દાદા આથમણે ઢળે અને અંધારા પથરાય એટલે કોઈ નિર્ભય જગ્યા શોધીને બંને જણા લંબાવે. થાક્યાં પાક્યાં ઉંઘી જાય. ક્યારેક રાત્રે જાગી જવાય તો તારાઓને ઓળખે અને તેની સાથે ગોઠડી માંડે. કોઈ ફરિયાદ નથી; કોઇનો ન્યાય કરવાની વૃત્તિ નથી. છતાં મનમાં થાય. કેવી મૂર્ખતા કેળવાઈ હશે. તો જ આવું બને; બની શકે. સાથે ચાલનારો માણસ ડાહી ડાહી વાતો કરી જાણે. ભોજન વેળા થાય ત્યારે સાવ એકલપેટો થઈને જમી લે! વળી ઓડકાર ખાઈને મૂલદેવની આવી વિચારસરણી કાલ્પનિક કે માત્ર આદર્શ છે કે અવ્યવહારુ છે એવું નથી. આજના જમાનામાં પણ આવા ઉદાત્ત હૃદય હોય છે. તમને એક વર્તમાનકાલીન ઉદાહરણ આપું. એ પણ કોઇ સંત કે સાધુ પરુષનું નહીં પણ પૂરી સંસારી વ્યક્તિ અને તે પણ સ્ત્રીના જીવનની વાત છે. હજી પુરુષ આવું બધું ગળી જાય; ભૂલી જાય. પણ સ્ત્રી? સ્ત્રી તો સાત પેઢીનું સંઘરનારી જાત. એ પણ કેવી ઉદાત્ત થઈ શકે છે તેનો આ દાખલો છે. ર્ડો. સુનીલ કમળાશંકર પંડ્યાએ પોતાના બા વિષેનો એક અંજલિ લેખ લખ્યો છે. તેમાં તેમના બા વિષે જે ચિત્ર દોર્યું છે તે તેમના શબ્દમાં જ જોઇએ. પોતાની બહેન કુમુદલક્ષ્મીના કપરા જીવને મારાં બાને એક બીજો પદાર્થપાઠ પણ શીખવ્યો હતો. કોઈએ આપણું બૂરું કર્યું હોય, આપણને ત્રાસ કે દુઃખ આપ્યા હોય તો પણ એમ કરનારની સાથે વર્તતી વખતે પણ આપણી અભિજાત સંસ્કારિતા અને આપણું ગૌરવ ગુમાવવા નહીં; એ પાઠ બાને તેમનાં મા પાસે થી કુમુદલક્ષ્મી નિમિત્તે મળ્યો હતો. પાછલા વર્ષોમાં કથા-પરિમલ : ૨૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy