________________
ધર્મની દ્રઢતાને ધન્યવાદ
સર હુકમીચંદ એ ગાંધીજીના જમાનાનું બહુ જાણીતું નામ. તેઓના જીવનની ઘણી વાતો લોક-બત્રીસીએ ઝીલાઈ છે. એક કાનથી બીજે કાન સરળતાથી વહી છે. આ પ્રસંગ તેમના ચિરંજીવીનો છે. વાત છે તેઓને ત્યાં થયેલા મહેમાનની. ઈદોરમાં જે કોઈ રાજપુરુષ આવે તે બધાનું રોકાવાનું સરનામું સર હુકમીચંદ. એમને ત્યાં જે કોઈ મહેમાન બને તેમની ખાતર બરદાસ્ત રાજા-રજવાડામાં થાય તેવી જ થાય; તેમાં મીન-મેખનો ફેર નહીં. શ્રી જવાહરલાલ નહેરુ વડાપ્રધાનપદને શોભાવી રહ્યા હતા ત્યારે તેઓને એકવાર ઈદોર આવવાનું બન્યું. તેઓ સર હુકમીચંદ શેઠને ત્યાં મહેમાન બન્યા. દિવસ આખો અનેક નામવીર વ્યક્તિઓની મુલાકાતનો દોર ચાલુ રહ્યો. ઉપરાંત બે-એક સંસ્થાઓના ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો. સાંજની જાહેરસભા પણ નોંધપાત્ર રહી. રાત્રે સામાન્ય વાતચીતનો દોર પૂરો થયે શ્રી નહેરુના અંગત સચિવે રસોડામાં જઈ ગરમ દૂધનો પ્રબંધ કરવા કહ્યું. રસોઈએ કહ્યું શેઠ સાહવ શ્રી મનુમતિ નાર પેલા સચિવને સમજાયું નહીં એટલે એણે સર હુકમીચંદના દીકરાને કહ્યું. દીકરાએ વાત સાંભળી શ્રી નહેરુ પાસે આવીને સવિનય કહ્યું : बंगले के पास ही गाडी खडी है। ड्राइवर भी है ही। आपको चाहे वहां ले जायेगा। आप दूध ले कर वापस लौट आईए यहां रात को कुछ नहीं मिलता -सिवाय पानी ! गुस्ताखी माफ करें। વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો ! શ્રી નહેરુ કશું બોલ્યા ચાલ્યા વિના સૂવાના રૂમ તરફ ચાલવા લાગ્યા. જતાં-જતાં બોલ્યા: आज मुझे बहुत खुशी हुई है। आप सब तो रात में कुछ लिये बिना चलाते है तो मैंने भी आज की रात कुछ भी नहीं लेना औसा तय किया है। સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન શ્રી નહેરુ, રાતભર સુખનિદ્રા માણીને સવારે શેઠ હુકમીચંદની વિદાય લઈ આગળના પ્રવાસ માટે વિદાય થયા !
કથા-પરિમલ : ૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org