________________
શેઢાનો આંબો
સૌરાષ્ટ્રના એક નાના ગામડામાં બનેલી ઘટના છે.
ગામના પાદરના રસ્તેથી, ખેતર ખેડીને, બે દીકરા સાથે બાપા, ઘર ભણી ચાલ્યા આવે છે. બાપાની વાત્સલ્યભરી નજ૨થી ઊછરેલા બન્ને દીકરા પણ પ્રેમ-સભર રહેતાં. અને આમ, પ્રેમભર્યા અમીથી સીંચાયેલાં એમનાં કસદાર ખેતર પણ મધમીઠા પાકથી છલકાતાં ! આ પથકમાં આ કુટુંબ, ખારા દરિયામાં મીઠી વીરડી જેવું, પંકાયેલું હતું.
કાળને કરવું ને બાપા દેવલોકે પહોંચ્યા. કારજવિધિ કરીને, બાપાની આંખડીના અમીથી સીંચાયેલું કુટુંબ એવું જ રહે માટે, બન્ને ભાઈઓએ ખેતરના બે ભાગ કર્યા. મોટાએ કહ્યું, તું નાનો છે એટલે તારો હક્ક પહેલો, તને ગમે ખેતર તારું. નાનો કહે, મારી ફરજ છે, તમને ગમે તે તમે રાખી લો. બાકીનું મારું. આમ મીઠી રકઝક થઈ !
પૂરવનું મોટાએ રાખ્યું અને પશ્ચિમનું નાનાના ભાગે આવ્યું.
પછીના ઉનાળે, કેરી આવવાનું ટાણું આવ્યું. બન્ને ભાઈઓ ભેગા થયા.
ખેતર તો બે હતાં અને બન્નેને મળ્યાં; પરંતુ આ આંબો તો એક જ છે, બે ખેતરના શેઢા વચ્ચે છે. મોટો કહે, એમાં શું ? જેટલી કેરી ઊતરશે એના બે ભાગ કરીએ. એમ જ થયું. કોઈ કંકાશ નહીં, કચવાટ નહીં. બન્નેના હૃદયમાં બાપાએ સીંચેલા અમી એવાં જ ભરપૂર સચવાયેલાં એટલે કીચૂડ-કીચૂડ એવો અવાજ જ નહીં !
કાળનો ક્રમ ચાલતો રહ્યો. બન્ને ભાઈઓ, એક પછી એક એમ, બાપાને મળવા ચાલી નીકળ્યા; એક માગસરમાં અને બીજો મહામાં ! બન્નેને વસ્તાર હતો. મોટાને ત્રણ દીકરા અને નાનાને એક. પરસ્પર પ્રેમ આ સંતાનોમાં પણ ઊતરી આવેલો. સંપ તો દૂધ-પાણી જેવો ! દૂધ ઉપર તાપ આવે એટલે પાણી કહે :
Jain Education International
869
હું છું ત્યાં સુધી તને બળવા નહીં દઉં. એક બીજા માટે પાણી-પાણી થઈ જાય એવા.
વળી વસંતે વિદાય લીધી ને ઉનાળો આવ્યો. આંબે મોર આવ્યા; મરવા આવ્યા. શાખ બેઠી ને કેરીના ભારથી આંબો લચી પડ્યો. બે ખેતરને જોડતો આંબો શોભી રહ્યો હતો. વડીલોના આશિષની સરવાણી પવનની લહેરખી બનીને હેત વરસાવતી હતી.
આંબો વેડાયો ત્યારે ચારેય ભાઈઓ ટોપલે ટોપલા ભરીને ઠલવાતી કેરીઓ નિહાળી રહ્યા ! મોટા ભાઈના દીકરાઓએ દર વર્ષની જેમ બધી કેરીઓના બે ભાગ પાડવા. ત્યાં નાના ભાઈનો દીકરો બોલી ઊઠ્યો : આ શું કરો છો ?
મોટા ભાઈનો દીકરો કહે : હંમેશની જેમ ભાગ
પાડ્યા.
નાના ભાઈનો દીકરો કહે : એમ નહીં. ચાર ભાગ પાડો. આપણે ચાર ભાઈઓ છીએ.
આટલું બોલતાં એ રડી પડ્યો. વળી કહે : બે ભાગ કરી મને પાપમાં ન પાડો. હું તો એક છું અને તમે ત્રણ છો. મારાથી તમારા ભાગનું ન લેવાય. અણહક્કનું મારે ન ખપે.
ખૂબ રકઝકને અંતે ચાર ભાગ પડ્યા ! બધાની નેહ-ભીની આંખ છલકાતી હતી.
નાનાના દીકરાએ કહ્યું : હવેથી કાયમ માટે આમ જ કરવાનું. ઝોળીને કાયમ સાચવવી હોય તો એમાં માપનું જ ભરાય. વધારે ભરાય તો ફસકી જાય અને બધું ધૂળમાં જાય. ન્યાયનું લઈએ અને ન્યાયનું દઈએ. તમે બધા મોટા છો. હું ભૂલતો હોઉં તો મને
વારજો. આ તો આપણા શેઢાનો આંબો ! એનો છાયો આપણને બધાને મળે. એનાં ફળ પણ બધાને મળે, એવી કુદરતની મરજી છે; એને આપણે વધાવીએ અને સુખી રહીએ.
For Private & Personal Use Only
કથા-પરિમલ : ૨ ૬૫
www.jainelibrary.org