SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ લહિયાની લેખણ ‘તમારે લખાણ માટે મારી પાછળ પાછળ ફરવું પડશે.’ મારા પ્રસ્તાવનો આ પ્રતિભાવ મળ્યો. મનમાં ને મનમાં મેં જવાબ આપ્યો : ‘કબૂલ.' ‘પાઠશાળાના પ્રાગટ્યના બે નિમિત્ત. એક તો, સુરતના ચાતુર્માસ દરમિયાન એક વેળા બપોરના પ્રવચનમાં આગલી હરોળમાં બેઠેલા કોઈ શ્રોતાએ મોટું બગાસું ખાધું. પૂજ્યશ્રી પ્રવચન કરતાં અટક્યા; પોતાના મનનો ઉગ ઓસર્યો એટલે હળવાશથી એ ભાઈને કહ્યું : “મોં આડે હાથ રાખો તો વિવેક જળવાય.' બીજું નિમિત્ત, ભાવનગરના મિત્ર જયેન્દ્ર ત્રિવેદીને ત્યાં એક સાંજે ગોષ્ટિ દરમિયાન પૂજ્યશ્રીને એમણે યાદ કર્યા અને કહ્યું : “એમને યોગ્ય શ્રોતાઓ બહુ ઓછા હોય છે.' સુરત આવી પત્રમાં લખ્યું; સાથે ઉમેર્યું, ‘ચાતુર્માસ પછી પણ શ્રાવકોને સિંચન મળતું રહે એવું કરીએ, આપશ્રીના વિચારો લખતા રહો અને તેને પત્રિકા સ્વરૂપે છાપીએ. જવાબ પણ તરત મળી ગયો : , જાઈ ત્રિથી જ વડળ તાત ને ૧૩ પAજા ને છાલ્વિક 6ળ છે વળી બાળ રાજી છે કે ખેલ કન વાર લાગ ૨ :C)0 બળખ 22 A) * બિ સપથ ઉગ પરિણામ સરસ આવ્યું. ગુરુ પૂર્ણિમા (વિ.સં. ૨૦૫૩) ના યોગ્ય દિવસે ‘પાઠશાળા” પત્રિકાનું પ્રાગટ્ય થયું. એક પછી એક સુંદર અંકો થતા રહ્યા. વૈવિધ્યસભર ફોરમ પ્રસરાવતાં ચિંતન-પુષ્પોની માળાનું સૂત્ર (દોર) બનવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. પૂજ્યશ્રીની સતત વહેતી વાણીને ઝીલવા, મહર્ષિ વેદ વ્યાસના લહિયા બનવા જેવું અહોભાગ્ય મને મળ્યું. નવો અંક પહોંચે ને વિદ્વાન મિત્ર ફિરોઝ સરકાર મને કહે, “ખુદા દરેકને કાંઈને કાંઈ કામ સોંપીને આ પૃથ્વી પર મોકલે છે. તને આ ‘પાઠશાળા' સજાવવાનું કામ સોંપ્યું છે. '' ચો-તરફથી આમ આવકાર મળતો રહ્યો. સાત વર્ષ પછી પિસ્તાળીસ જેટલાં અંકોનો ગુચ્છ મોટા ગુલદસ્તા સમો બન્યો. નવા વાચકો આગળના અંકો મંગાવે. એ પરથી આ બધા અંકોનો સંચય કરી, વિષયવાર વિભાગો કરી એને ગ્રંથસ્થ કરવાનું મન થયું. વળી મન આગળ વધતું અટકે. પુસ્તકોના તો, મોટો ડુંગર ખડકાય એમ, ઢગલે ઢગલા છપાયે જાય છે. ‘શું એમાં એક વધારો કરીશું ?” પરંતુ એ વિચાર આવે, ટકે નહીં. કોઈ પણ અંક હાથમાં લઈ, એમાંથી કોઈ પણ લેખ વાંચતાં; આપણી જાતને જગાડવાનો પૂજ્યશ્રીનો સફળ પરિશ્રમ વરતાય જ. આવી અસરકારક શીખને આમ ઢબૂરી કેમ રખાય? વળી, બાઇબલનું એક વચન છેઃ ‘દીપક પ્રગટાવ્યો છે, તે ટોપલા નીચેઢાંકી રાખવા માટે નથી. ” એટલે કે, દીપકને બાજઠ ઉપર મૂકવો. જોઈએ, તેદીપકને ઉપર ટાંગવો જોઈએ, જેથી તેનો પ્રકાશ ચારે કોર પ્રસરી રહે. આવી અંતરની પ્રેરણાથી, ગિરિરાજ પરના મંદિરના શિખરના કળશ સમું પુસ્તક તૈયાર કરવાનો મનસૂબો કર્યો.. અનુભવ ન હતો ત્યાં અનુભવીઓના સાથે આવી મળ્યા. સૌ પ્રથમ ભાઈ યુયુત્સુ પંચાલ પાસેથી, એમણે કરેલું કળા-પુસ્તક મળ્યું અને મને ચાલવા ચરણ મળ્યા. અને ભાઈ અપૂર્વ આશરે તો એમની બધી જ ખૂબીઓ ધરી દીધી; ત્યાં મારા ચરણ રુક્યા, જાણે મારો એકલ-સંઘ કાશીએ પહોંચી ગયો ! વળી રોજ-રોજ આ જોઈએ નેતે જોઈએ; એ માટે ભાઈ સંદીપભાઈની મદદ 24X7 channel ની જેમ સતત મળતી રહી. એવો જ મળ્યો, ચંદ્રિકા પ્રિન્ટરીના રાકેશભાઈનો આવકાર... અને આ મનનીય, માતબર લખાણોને ગ્રંથસ્થ થઈ પ્રગટ થવા સુયોગ્ય સંજોગો આવી મળ્યા...વળી અનેક હાથ મળીને આ ગ્રંથ રળિયામણો બન્યો છે. રમેશ બાપાલાલ શાહ સુરત ચૈત્ર પૂર્ણિમા ૨૦૬૧: ૨૪ એપ્રિલ ૨૦૦૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy