SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું સાધન: અન્તઃકરણ જ્ઞાની પુરુષે ધર્મ આરાધવાના ત્રણ પ્રકાર બતાવ્યા છે : કરણ-ઉપકરણ-અન્તઃકરણ. તે ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે. પહેલો પ્રકાર : કરણ. ઘર્મ આરાધનામાં શરીર એ સાધન છે. શરીરની સપાટીથી ધર્મ થાય છે. બીજો પ્રકારઃ ઉપકરણ. ધર્મ કરવા માટે જોઈતા સાધન ઉપકરણ કહેવાય. ઓઘો, મુહપત્તિ, ચરવળો, કટાસણું, નવકારવાળી, પૂજાની થાળીવાટકી વગેરે ઉપકરણ જોઈએ. ધર્મકાર્ય કરવા આ બધાની જરૂર પડે. ત્રીજો પ્રકાર : અન્તઃકરણ. પહેલા બે પ્રકાર વડે ધર્મ થાય. એથી વિશેષ અને સર્વોચ્ચ આ પ્રકાર છે. કદાચ કરણ કે ઉપકરણ વિના ધર્મ થઈ શકે પણ અન્ત:કરણ તો જોઈએ જ. તમે વિચાર કરો. પંચાશક શાસ્ત્રમાં જે એક ઘરડી ડોશીની કથા આવે છે તેમાં આ અન્તઃકરણ દ્વારા થતાં ધર્મનો જ મહિમા સવજી છાયા બતાવ્યો છે. બાકી કરણ કે ઉપકરણમાં ક્યાં કશો ભલીવાર હતો? અત્યંત દરીદ્ર ડોશીમાની પાકી ઉંમર, કરચલીવાળું કુશ શરીર. ૮૦ વર્ષની વયે પોતાની આજીવિકા માટે રોજ જાતે જંગલમાં જઈ લાકડા કાપી ભારા લઈ આવવા પડતા હતા ! આંખના દીવાનું તેલ ખૂટવામાં આવ્યું હતું એટલે કે એ અખમ થવા આવી હતી. કાન પણ જવું જવું કરતાં હતાં. પગ તો ક્યારના યે રજા માંગતા હતા. પણ બધું એમ જ નભતું હતું. એક દિવસ એ ઘરડાં માજી માટે સોનેરી દિવસ ઉગ્યો. લાકડા લેવા જંગલમાં જવા ઘર બહાર નીકળીને જેવા તે ચોકમાં આવ્યા ત્યારે, માણસના ટોળે ટોળાં એક દિશામાં જલદી જલદી જતાં જોયાં. માજીએ પૂછ્યું: આટલા બધા માણસ આજે ક્યાં જાય છે.? કોઈકે કહ્યું : ગામ બહાર ભગવાન આવ્યા છે. ત્યાં દર્શન માટે જાય છે. | આટલું સાંભળી માજીના મનમાં શુભ વિચારનો સંચાર થયો. થયું : લાવને હું પણ આજે ભગવાનના દર્શને જાઉં. માજીએ જંગલમાં જવાને બદલે ભવ-જંગલનો અંત લાવનાર ભગવાન તરફ ડગુમગુ ચાલે ડગ માંડ્યાં. વળી મનમાં થયું : આમ આવા શરીરે કેમ જવાય ?એટલે નદી તરફ ચાલ્યો. ત્યાં પાણીમાં હાથ-પગ બોળ્યા. નદી પાર કરતાં બીજો વિચાર ઝબક્યો : ખાલી હાથે કેમ જવાય ? ત્યાં સામે નાગોડના છોડ પર નાના નાના લાલ ફૂલ દેખાયા, તે લઈ લઉં !થોડાં ફૂલ લીધાં અને આગળ વધ્યાં. રસ્તા પર જેવા આગળ વધવા જાય ત્યાં જાણે કીડીયારૂ ઉભરાયું હોય તેટલું માણસ ! અરે, માણસ જ નહીં, પશુસૃષ્ટિ પણ ત્યાં ધસમસતી દેખાઈ ! આમાં મારગ કેમ થાશે, એવી ચિંતા મનમાં ઘોળાતી હતી. ત્યાંથી પસાર થતાં રાજાને પણ આ માજીને જોઈ દયા " આવી. પાસેના મંત્રીને કહ્યું કે સૈનિકોને સૂચના આપજો કે માજી ક્યાંક ચગદાઈ ન જાય. રાજા તો આગળ વધ્યા. પણ મનમાં આ માજી વસી ગયા. જેવા તેઓ પ્રભુ પાસે પહોંચ્યા તેવો જ પ્રશ્ન પૂછ્યો : પ્રભો ! પે'લા માજી ક્યાં પહોંચ્યા ? ત્યાં પ્રભુ કહે : આ તમારી સામે બેઠાં છે તે. રાજા કહે : આ તો દેવ છે ! પ્રભુ કહે : એ માજી દર્શન કરવાની ચઢતી ભાવધારા સાથે આવી રહ્યા હતા, ત્યાં જ માણસની ભીસ થતાં ચગદાઈ ગયા અને તેઓનું આયુષ્ય પૂર્ણ થયું. એમના મનમાં પ્રભુના દર્શનની તીવ્ર ભાવના હતી; હાથમાં નગોડના ફૂલ હતા તેથી દેવલોકનું આયુષ્ય બાંધ્યું અને આ તમારી સામે જ બેઠાં છે. હીન, દીન અને દરીદ્ર અવસ્થામાંથી કેવા પૂણ્યશાળી બની ગયા ! આમાં કરણ અને ઉપકરણ તદન ગૌણ હતા. માત્ર અન્તઃકરણથી તેમનું કામ થયું ! આપણે પણ ધર્મ સાધવા માટે વધુમાં વધુ જોર અન્તઃકરણ ઉપર દેવાનું છે. મનમાં જ પ્રભુનું સ્થાપન કરી તેમની સાથે તદાકાર થવા પ્રયાસ કરવાના છે. તેમ કરવાથી જ સાધના ફળવતી અને બળવતી બની રહેશે. ૨૫૪ : પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy