________________
મહાજનો પંગતે હોય – છેલ્લા
વિવેક શીખવા માટે પંડિત વીર વિજયજીએ પાર્શ્વજિન પંચકલ્યાણક પૂજામાં આપેલું એક શબ્દ-ચિત્ર પર્યાપ્ત છે. વાત છે સૌજન્યભર્યા વ્યવહારની દીક્ષાના દિવસે સવારે સ્નાનમંડપમાં અભિષેક વેદિકા ઉપર પાર્થકુમારને બિરાજમાન કરે છે ત્યાં સુધીની ક્રિયા-પ્રક્રિયાઔષધિઓ લાવવી; શીતલ-જલ, ઉષ્ણ-જલ, સુગંધી-જલ આ બધું જ ઈન્દ્ર મહારાજા અને દેવો તૈયાર કરે છે. બધી તૈયારી થઈ ગયા પછી પાર્થકુમારના પિતાજી અશ્વસેન મહારાજાને અભિવાદન-સહ બોલાવે છે અને હાથ જોડી કહે છે: “પહેલાં આપ પાર્શ્વકુમારને અભિષેક કરો.'
મહારાજા અભિષેક કરી રહ્યા પછી જ બધા - ઇન્દ્ર મહારાજા અને દેવો અભિષેક કરે છે. કવિવર વીરવિજયજીએ આ સૌજન્યભરી વાતને કાવ્યમાં આમ ઉતારી છે :
અશ્વસેન રાજા પૂરે રે, પાછળ સુર અભિષેક સુરતરુ ઘેરે અલંક્યરે, દેવ ન ભૂલે વિવેક આ કડીમાં વર્ણવેલી રીત ઉત્તમ રીતભાતનો આદર્શ છે. આપણે ધર્મના ક્ષેત્રમાં તો આવી ઉત્તમ રીતભાતથી જ વર્તવું જોઈએ. કેવી રીતે?
આ પ્રસંગ એનો ઉત્તર છે. પ્રભાવના લેવાની હોય, જમણવારમાં ભીડ હોય ત્યારે અને એવા પ્રસંગોએ પદિને ગાપ એ મંત્રનું જ રટણ રાખવાનું હોય! એ જ શોભે. આજકાલ આવા આવા પ્રસંગોએ શ્રાવક-શ્રાવિકા વર્ગને શિસ્તહીન વર્તતાં જોવાનું થાય છે, ત્યારે થાય છે કે આ પ્રભુની પૂજા કરનારા, પ્રભુની પૂજા ભણાવનારામાં - જિન-ભક્તમાં આવી પાયાની ખામી કેમ રહી ગઈ છે?
તત્ત્વજ્ઞાનની ઊંચી વાતો અને ધર્મની પ્રશંસાને સામે છેડે આવાં કારણોથી હાંસીપાત્ર બનીએ, એના કરતાં હવે સંકલ્પ કરીએ કે “જ્યાં સમૂહમાં જઈશું અને પ્રભુ-પૂજા કે પ્રભાવના કે જમણવાર એવા કોઈ પણ પ્રસંગે આપણી સાથે જે હશે તેને જ આગળ જવા દઈશું. તેમને જ પહેલાં પૂજા કરવા દઈશું, તેમને જ પહેલાં પીરસીશું; પ્રભાવના તેમને જ પહેલાં લેવા દઈશું.” એમ કરવામાં જ શોભા - આનંદ અને ગૌરવની લાગણીનો અનુભવ કરીશું. પણ
૨૩૮: પાઠશાળા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org