________________
અવશ્ય મૃત્યુ પામે છે. વળી જે અનિત્ય હોય તેનો શોક ખટક્યા કરે છે કે તેઓના પાત્રામાં મારા ઘરની એક શો કરવો ? જીવની અવસ્થંભાવી ઘટના મૃત્યુ છે. તેનો રોટલી પણ, હું ન વહોરાવી શક્યો ! હું કેવો સત્તા લોલુપ તો સ્વીકાર હોય. શોક ન શોભે.
! એક દિવસ માટે પણ નાની ઝૂંપડી બાંધીને આ લાભ આટલું સાંભળી ખોંખારો ખાઈ, કાંઈક ગળગળા લેવાનું મને કેમ ન સૂઝયું? અવાજે કુમારપાળ બોલ્યા : સૂરીશ્વરજી ગયા તેનો મને આ વાતે મન ભરાઈ આવે છે. મારા મનને. હું શોક નથી. તેઓ તો અહીંથી વધુ સારા સ્થાને જ ગયાં કેવી રીતે મનાવું ? મારી વ્યથા, મારી પીડા આ છે. હશે. હું તેમને રડતો નથી. હું તો મને રડું છું. મારા આંસુ આ કારણે છે. જીવનદાતા ગરદેવે મારા પર અગણિત ઉપકારો કર્યા છે. આ સાંભળી મંત્રીશ્વર સ્તબ્ધ થઈ ગયા. આશ્વાસન એ ઋણ હું ક્યારે ય ફેડી શકીશ નહીં, પરંતુ મને એ ન આપી શક્યા.
આંસુનાં પણ, પડે પ્રતિબિંબ
એવા દર્પણની એક અમર કથા
વાત, થોડી-જૂની છે. વિ. સં. ૧૬૬૫ આસપાસની, ઇતિહાસમાં નોંધાયેલી ઘટના છે, તે કાળે અને તે સમયે સોરઠ દેશમાં વંથળી ગામ. ગાઢ વનરાજિના લીલાછમ પ્રદેશનું મૂળ નામ તો હતું વનસ્થળી. ગામમાં શ્રી શીતળનાથ ભગવાનની શીળી છાયા. શ્રાવકનાં કુળ ધન-ધાન્યથી સમૃદ્ધ હતાં, કુટુંબ-પરિવારથી ભર્યા ભાદર્યા હતા. તેમાંના એક તે સવચંદ શેઠ. વેપાર ધંધો જામેલો. દેશ પરદેશથી વછિયાત આવે. દરિયાપારના શહેરોથી વહાણમાં માલ આવે. શેઠની આબરૂ જામેલી. બધું રંગેચંગે ચાલતું હતું તેમાં મુસીબત આવી. સંસાર, કોનું નામ ? તડકો-છાંયો, સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ --આવા આવા જોડકાંથી ઉભરાય તે સંસાર !
નજીકના એક ગામના ગરાસદાર ઠાકોરના કાન ભંભેરાયા : સવચંદ શેઠની પેઢી કાચી પડી છે. ઠાકોરના એક લાખ રૂપિયા, સવચંદ શેઠને ત્યાં જમા છે. વળતા દિવસે સવારે જ, ઠાકોર ઘોડે બેસીને સવચંદ શેઠને ત્યાં પહોંચ્યા. સવચંદ શેઠ શ્રી શીતળનાથ ભગવાનની સેવા-પૂજા કરવા જઈ રહ્યા હતા, મઘમઘતા ફૂલોની છાબ સાથે હતી, મનમાં એવા જ રૂડા ભાવ હતા. ઠાકોરને જોતાંવેંત મનમાં ફાળ પડી. આમ અટાણે સવારમાં ઠાકોર ક્યાંથી ! જે હોય તે, મારો પ્રભુ સૌ સારાં વાનાં કરશે.
ઠાકોર બોલ્યાં : શેઠ ક્યાં પધારો છો ? શેઠે કહ્યું : ભગવાનની પૂજા કરવા. ઠાકોર કહે : જલદી આવજો હો. મારે તાકીદનું કામ છે. તડકો થાય તે પહેલા ગામ ભેગા થવું છે. શેઠ કહે : આ આવ્યો. તમે શિરાવો ત્યાં આવી પહોંચીશ.
પ્રભુની ભાવથી વિધિપૂર્વક પૂજા કરી, ઘંટનાદ કરી શેઠ ઘરે આવ્યા. વેપાર-વણજની વાત હોય તો તે પેઢીએ કરાય, ઘેર નહીં. શેઠ તૈયાર થઈ પેઢીએ પહોંચ્યા. રાહ જોતા બેઠેલા ઠાકોર કહે : મારો દીકરો દેશાવર જવા મન કરે છે માટે મારી બધી રકમ જોઈએ છે. હમણાં ને હમણાં ગણી આપો.
કોઈપણ વેપારી પાસે એટલી-મોટી રોકડ રકમ તો હાથ ઉપર ક્યાંથી હોય ! એક તો કરિયાણાં ભરેલાં સો-સવાસો વહાણોનો પત્તો ન હતો. તેમાં આ એક લાખ રૂપિયા ગણી આપવાની વાત ! વળી ઠાકોરના રૂઆબ ને તોર ભારે ! વાયદો કરાય એવું ન હતું પણ, થોડો વિલંબ કરાય એવું લાગ્યું. શેઠે કહ્યું : આટલી મોટી રકમનો વેત એક સાથે કેમ થાય ? ઓછામાં ઓછો ત્રણ દિવસનો સમય તો જોઈશે.
મુનિમને આજુબાજુના ગામોમાં ઉઘરાણીએ મોકલ્યા. બે દિવસે એ, જેવા ગયા હતા તેવા જ પાછા આવ્યા. જ્યારે નબળી ભવિતવ્યતા હોય ત્યારે ચારેકોરથી આવું જ બને.
૧૫૨ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org