SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આજે પણ, આવું બને છે ! – તમે માની શકો છો? વિ. સં. ૨૦૫૮ માં બનેલી ઘટના છે. અમદાવાદની વાત છે. તમે માની શકો કે ન માની શકો, તે વિષે હું કાંઈ કહી શકતો નથી કારણ કે એ તમારા તાબાની વાત છે. હું એક સંદેશવાહક તરીકે, એક સારી વાત તમારા સુધી, પહેલાં તમારી આંખ સુધી, પછી તમારા હૃદય સુધી પહોંચાડું છું. તમારી બુદ્ધિ, તેને સ્વીકારે, ન સ્વીકારે તે તમારા હાથની વાત છે. ઉંમર વીસ-બાવીસ વર્ષની. લગ્ન નક્કી થયા. કન્યાપક્ષ પણ અમદાવાદના.' બન્નેનાં કુળ શ્રાવક-ધર્મની ઉત્તમ પરિણતિના પોષક સંસ્કારોથી તરબોળ. રોમ-રોમમાં સંયમ-જીવનના મનોરથો; પણ કર્મની પરિણતિ ક્યારેક લાચાર બનાવે એટલે સંસારનાં પગરણ માંડ્યાં. છતાં મનથી એ સંબંધી પ્રીતિ કે આસક્તિ જરા પણ ન મળે ! મોહનીયકર્મનો ઉદય ભલે લગ્ન તરફ લઈ જાય છે; પરંતુ પ્રકૃષ્ટ પુણ્યના ઉદયે, વૈરાગ્ય-વાસિત મનના મનોરથો સફળ કરવા માટે જરૂરી પરિસ્થિતિનું નિર્માણ કરી આપ્યું - તેમાં તો તમે પણ ખુલ્લા મનથી સંમત થશો જ. હવે તમારી આંખો પહોળી થાય અને મોંમાંથી હું. હૈ!” – એવા ઉદ્દગાર સરી પડે તેવી આ વાત વાંચો. લગ્નના દિવસે જે જમણવાર હોય - જેને સંસારની પરિભાષામાં “પંચોળું કહે છે, તેમાં વરરાજા સહિત પાંચ જણા જમવા બેસે. એક દિવસના રાજા બની આ માન-પાન અને લાડ માણવાનો અવસર અનેરો ગણાય છે! આપણી આ વાતના વરરાજા અને એના મિત્રોએ આજે આયંબિલનું વ્રત રાખ્યું હતું! એ પંચોળું આયંબિલનું કર્યું. વરરાજાએ તો ભાત અને પાણી જ વાપર્યા! તે જ પ્રમાણે કન્યા પક્ષે પણ, કન્યા સહિત તેની સખીઓનેય આયંબિલ ! આમ બધાએ એ દિવસે ભાવોલ્લાસપૂર્વક આયંબિલ કર્યા. સાંજ પડી એટલે વરરાજા સાથે મિત્રો પણ ઉપાશ્રયે ગુરુમહારાજ પાસે પહોંચી ગયા અને રાત્રિ-પૌષધ સ્વીકાર્યો. પ્રતિક્રમણ-સ્વાધ્યાય વગેરે ધર્મધ્યાનમાં રાત્રિ વીતાવી. વળતે દિવસે સવારે સૂર્યોદય સમયે પૌષધ પારીને બધાએ તીર્થાધિરાજની યાત્રા કરવા પાલિતાણા તરફ પ્રયાણ કર્યું. વરઘોડિયા અને સહુ પરિવારે લગ્ન પછીની પહેલી તીર્થયાત્રા કરી. તે પછીનું જીવન પણ, સંસારમાં રહેવા છતાં, ઓછામાં ઓછા આરંભ-સમારંભ વડે જીવન વ્યતીત કરવું, દુર્ગતિ અને પાપનો ભય ડગલે અને પગલે જણાતો રહે, સમજાતો રહે એવું જાગૃતિભર્યું જીવન તેઓ જીવી રહ્યા છે. પંડિત વીરવિજયજી મહારાજે બાર વ્રતની પૂજામાં કહેલી પંક્તિ સાર્થક થયેલી દેખાય છે ? પગલે પગલે મહારાજ, વ્રત અજવાળું રે !” આવા ભાવ-શ્રાવક-શ્રાવિકાને રોજ પ્રભાતે વંદના આપણે યાત્રાએ આવ્યા છીએ ? વર્તમાન કાળે પણ પ્રતિજ્ઞામાં દ્દઢતા જાળવનારા કેટલાક શ્રાવકો મળી આવે છે. તે પહેલા નંબરે, શ્રાવક હોય છે પછી વ્યાપારી બન્યા હોય છે. પહેલાં વ્યાપારી બનીને પછી શ્રાવક બનવા કોશિશ કરે છે તેને શ્રાવકપણામાં પણ વ્યાપારનાં દર્શન થાય છે. જ્યારે, જે શ્રાવક બનીને વ્યાપારી બને છે તે વ્યાપારમાં પણ શ્રાવકરૂપે જ રહે છે. વાત એવી છે કે, સૂરતના જ એક સુશ્રાવક, નામે બાબુભાઈ, ગોપીપુરામાં રહે. રેશમ યાર્નનો વેપાર. પોતે વેપારી ખરા પણ પહેલો શ્રાવકધર્મ. મદ્રાસના એક વેપારીને માલ ધીરેલો. વર્ષો વીત્યાં પણ ઉઘરાણી ન આવે. પ્રયત્નો ઘણાં કરેલા પણ પરિણામ શુન્ય! બહેરા કાને અથડાઈને પાછાં આવતાં શબ્દોની જેમ પ્રયત્નોવિફળ. યોગાનુયોગ, બાબુભાઈને દક્ષિણ ભારતના તીર્થોની યાત્રાએ મિત્રો સાથે જવાનું થયું. મદ્રાસ પણ આવ્યું. ચૈત્યપરિપાટી કરતાં એ દેણદાર વેપારીના ઘર પાસેના દેરાસરમાં દર્શન કરીને પગથિયાં ઉતરતાં વેપારી મિત્રોએ યાદ કરાવ્યું. એ વેપારી જૈન છે અને આટલામાં જ રહે છે. મળીને પેલી મોટી રકમ યાદ કરાવીએ. થોડી રકમ લાજ-શરમે આપે તો. સમયને કરવું, ગલીમાંથી બહાર નીકળતાં, સામા ઘરને ઓટલે એ જ ભાઈ બેઠેલા. બાબુભાઈએ હાથ જોડી પ્રણામ કર્યા. કુશળ પૂછડ્યા. પેલા ભાઈએ ઔપચારિક આવકાર આપ્યો. બાબુભાઈ, ફરી ક્યારેક જોઈશું કહી આગળ વધ્યા ! મિત્રે કહ્યું, સહેજ ઇશારો તો કરવો હતો ! બાબુભાઈ કહે: ઉઘરાણીએ નથી આવ્યા, યાત્રાએ આવ્યા છીએ. નિયમ હતો કે ધર્મ વખતે સંસાર નહીં ! સંસારના પ્રસંગોમાં ધર્મને દાખલ કરતાં હતાં. સાથી મિત્રો બાબુભાઈનું વાક્ય સાંભળી શરમાઈ ગયા ! આપણે તો જિનમંદિરે પૂજા કરવા જતી વખતે, ધોબીને કપડાં, લારીમાંથી કેળાં આ બધું કરતાં રહીએ છીએ; જ્યારે આમણે વીસ લાખ જેવી ઉઘરાણી છતાં હરફ પણ ન કહ્યો ! ધન્ય શ્રાવક જીવનની પાલના !! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy