SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્રય તો, દેદાનો ! ' કરવાના ! દેદાશા એટલે પેથડમંત્રીના પિતા, ઝાંઝણના દાદા અને વિમલશ્રીના પતિ. આ ચારેય વ્યક્તિઓનું વ્યક્તિત્વ નિરાળું હતું. તેમની ઊંચાઈની ટોચ એક-એકથી ચડિયાતી હતી. જાણે ઉત્તમ ઉપવનના, રંગ-રૂડા અને રૂપે-પૂરા, રોનકદાર, અને સુગંધને પ્રસરાવતાં પુષ્પો ! કોઈને, પહેલો નંબર ન આપી શકાય ! સૌ, પોત-પોતાના સ્થાને શ્રેષ્ઠ દરજ્જાના ગણાય એવા પ્રતિભાવંત! - એક-એક વ્યક્તિના એક-એક કામ તો, કાળના કાળજે ભૂંસી ન શકાય તેવી શાહીથી લખાયેલાં જોવા મળે છે. ઉપાશ્રયની વાત આવે એટલે દેદાશાહની યાદ આવે જ. એવું કાયમી ધોરણે સ્મૃતિમાં સચવાય તેવું, કયું કામ થયું? સામે ચાલીને દાન આપવામાં દેદાશાહને કોઈ ન પહોંચે ! નિયમ તો હતો, જે ગામમાં પગ મૂકે તે ગામમાં સૌ પ્રથમ કામ જિનાલયે જવાનું અને પ્રભુજીનાં દર્શન કરી, પછી બીજું કામ ઉપાશ્રયે જઈ મુનિ મહારાજને વન્દન કરવાનું. તે પછી જ વ્યાપાર કે વ્યવહારનાં કામ કરવાનાં ! આ ક્રમ મુજબ જ, તેઓ દેવગિરિમાં ઉપાશ્રયે ગયા હતા. મુનિમહારાજને વન્દન કર્યા પછી, એ ઉપાશ્રયના એક ખૂણામાં ભેગા થયેલા ભાઈઓને પૂછ્યું:-શું પ્રયોજન છે? જવાબ મળ્યો : નવા ઉપાશ્રયના નિમણની વિચારણા ચાલે છે. પળના વિલંબ વિના દેદાશાહ બોલ્યા : બધો લાભ મને આપો ! સ્થાનિક સંઘના ભાઈઓ બોલી ઊઠ્યાઃ શું સોનાનો ઉપાશ્રય બાંધવાના છો? દેદાશાહ કહે: હા. સોનાનો બંધાવી દઉં! અને ખરેખર જ, વચનના પાલન માટે, બંધાતા એ ઉપાશ્રયના ચૂનામાં ૪૯ પોઠ (ત્રણ મણની એક પોઠ) કેસર ભેળવીને સોના સરિખો ઉપાશ્રય બંધાવ્યો ! કોઈન કરી શકે તેવું કામ દેદાશાહે કરી બતાવ્યું. દેવગિરિ (દોલતાબાદ)ના ઉપાશ્રયને ત્યાંના શ્રીસંઘે વર્ષો સુધી ઉપાસનાનો પાયો બનાવ્યો અને ત્યાં સુધી કેસરની સુગંધને માણીને, દેદાશાહને સદ્ભાવની અંજલિ ખોબ-ખોબે આપી ! દેવગિરિના આ ઉપાશ્રય પરથી એવી કહેતી પ્રચલિત બની કે, “ઉપાશ્રય તો દેદાશાહનો !' આવા દેદાશાહના દીકરા પેથડ અને પૌત્ર ઝાંઝણ ! તેમાં તો, ઉત્તમતાનો સરવાળો જ થયો છે! ધન્ય એ ત્રિપુટીને ! શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો : ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy