________________
શ્રી સંઘને, રત્નાકર કહ્યો છે. શ્રી સંઘ જાત-જાતનાં અને ભાત-ભાતનાં રત્નોની ખાણ છે. આવાં રત્નો છૂપાં હોય છે. ખૂણે બેસી, એકાંતમાં પ્રભુ સાથેની ગોઠડી માંડતાં હોય છે; દુનિયાથી, પર થઈ ગયા હોય છે. દુનિયા એમનાથી પર છે તો તેઓ પણ એમ જ છે. તેમની બે ચાર વાતોના શીતળ છાંટણાં આપણા તાપને ઠારવા માટે પૂરતાં છે. જેમનાં દર્શન આપણાં નેત્રને પવિત્ર કરે, જેમના વચન આપણા કાનને પાવન કરે, જેમને વંદન ક૨વાથી, આપણાં ગાત્ર કૃતાર્થ થાય, તેવા એ આત્મા હોય છે. આ પહેલાં, આપણે શ્રી અરિહંતસૂરિ મહારાજના ગુણોનું દર્શન કર્યું. સંયમની શુદ્ધિની પરાકાષ્ઠાને સાધનારા સાધ્વીજી મહારાજના નેત્રદીપક જીવનની ઉપર, આજે દૃષ્ટિપાત કરવો છે.
સાધ્વીજી શ્રી અનુપમાશ્રીજીના દર્શને થઈ જંગમ તીર્થની યાત્રા
આ છે, અણગાર અમારા
નામ -સાધ્વીજી શ્રી અનુપમાશ્રીજી. સત્યોતેર વર્ષની વયોવૃદ્ધ વય. સંયમજીવનમાં પદાર્પણ કર્યા પછી, જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના - સાધનામાં આગળ વધતાં જ ગયાં, વધતાં જ ગયાં. તેનો ગ્રાફ, ઘણો ઊંચો છે. જો કે, આજે જે અવસ્થાએ પહોંચ્યા છે, એ સિદ્ધ થતાં વર્ષો લાગ્યા હશે. પરંતુ તેઓએ જે સ્થિતિ પ્રાપ્ત કરી, એને વર્ષો લાગ્યા હશે. વર્તમાનકાળમાં તો આ આશ્ચર્યજનક છે. વય વધતાં, શરીર અનેક રોગોનું ઘર બની ગયું છે. રોગોએ પોતાનું કામ કર્યું તેમ તેમણે આત્મ-હિત સાધવાનું કામ પણ, એવા જ વેગથી કર્યું છે.
પહેલી વાત, પ્રભુભક્તિની લઈએ. પ્રભુની સાથે લતલીન થવા માટે, પ્રચલિત માધ્યમ સ્તવન-સ્તુતિસ્તોત્ર છે. તેમણે સ્તવનના માધ્યમથી અર્હત્ સાથે અનુસંધાન સાધવાનું નક્કી કર્યું.
દેરાસરમાં જઈ ભાવપૂજા રૂપ સ્તવનનું ગાન કરે ત્યારે, રોજ ઓછામાં ઓછા અગિયાર સ્તવનનું મુક્ત
૧૧૨ : પાઠશાળા
Jain Education International
કંઠે ગાન કરે ! આપણે એક, બે કે ત્રણ સ્તવન ગાઈએ એટલે આપણને સંતોષ થાય. જ્યારે, તેઓની ભક્તિધારા એવી તો, અવિરત વહે કે હૈયાને ભીંજવ્યા વિના ન રહે.
રોજના અગિયાર સ્તવન તો ખરાં, પણ એ એક મહિના સુધી (ત્રીસ દિવસ સુધી) એક સ્તવન બીજી વાર ન આવે ! આ મુજબ ત્રણસોત્રીસ, તેઓને સ્વનામની જેમ કંઠે છે. પ્રભુના ગુણોનાં વર્ણનવાળાં, પ્રભુના ઉપકારોને વર્ણવતાં, પ્રભુ-મહિમાને પ્રગટ કરતાં પ્રાચીન સ્તવનો, પરમ ભક્ત એવા મહાપુરુષોએ રચેલાં સ્તવનોનું તેઓશ્રી ગાન કરતાં હોય ‘એ સાંભળવા' એ પરમ લહાવો છે ! જેમ સ્તવનોની વિવિધતા આત્મસાત્ કરી છે તેમ સજ્ઝાયની પણ, હેરત પમાડે એવી વાત છે. આખા વર્ષ દરમિયાન રોજ રોજ એકએક સજ્ઝાય બોલે ! આજે બોલેલી સજ્ઝાય આખા વર્ષ દરમિયાન ફરીથી ન આવે, એટલી સજ્ઝાયો તેઓશ્રીને કંઠસ્થ છે !
જ્યાં સુધી આંખો સારી હતી, ત્યાં સુધી તો સ્વાધ્યાય અને ગ્રંથ-વાંચન સતત ચાલ્યા રહેતાં. નિશ્રાવર્તિ સાધ્વી-ગણને પઠન-પાઠનમાં પૂર્ણ સહાયક બનતાં અને અધ્યયન કરાવતાં. વય વધતાં, આંખો અખમ બની તે પછી મહામંત્રના જાપમાં ઊંડાં ઊતરી ગયાં; નવકારનો જાપ સતત ચાલુ જ રહે. જાપ સહજ બની ગયો અને અજપા-જાપની ભૂમિકા આવી ગઈ. રોજના એક લાખ જાપની સંખ્યાએ પહોંચી ગયા ! દિવસના વીસ-વીસ કલાક માત્ર નવકાર મંત્રના જાપમાં વીતવા લાગ્યા. એક-એક અક્ષર સાથે તાદાત્મ્ય સધાતું ગયું. સંસાર પ્રત્યે તાટસ્થ્ય સધાતું ગયું.
જાપ વધતા ગયા તો, ઉંમરને કારણે શરીરના રોગ પણ વધ્યા. બન્ને સામસામા આગળ વધ્યા ! તેનો લાભ તેઓ ઉઠાવતા ગયા. વુલ્લું દુષ્કૃતસંજ્ઞયાય મહતાન્।।
For Private & Personal Use Only
www.jainelibrary.org