________________
બહુમાન-સમારોહના મંગલાચરણ સ્વરૂપ નવકાર મંત્રનો મંજુલ ઘોષ હવામાં વહેતો થયો;
... ત્યાં જ
... રજનીકાન્તભાઈના હૃદયમાં, અચાનક ભારે દુઃખાવો ઊપડ્યો. પાસે જ બેઠેલા શ્રેણિકભાઈના ખભે માથું ઢાળી દીધું. સહુનાં મન ઊંચાં થયાં. તાબડતોબ, તેમને મોટા દવાખાને લઈ જવામાં આવ્યા.
ગણતરીની ક્ષણોમાં, કેટકેટલા આચાર્ય મહારાજાઓ ત્યાં વત્તારિ મંત્નિ વગેરે સંભળાવવા તથા વાસક્ષેપ કરવા પધારી ગયા. ભાગ્યેજ, કોઈના જીવનના અંતિમ સમયે આવા દર્શન-શ્રવણનો લાભ મળ્યો હશે !
સામે ચાલીને માગવાનું મન થાય, એવી જોગવાઈ ગોઠવાઈ ગઈ હતી.. ગિરિરાજની શીતળ-સુખદ છાયા, ગુરુ મહારાજાઓનું પાવન સાન્નિધ્ય, તપથી ભૂષિત કાયા અને માયાથી રહિત મનમાં પ્રભુ ઋષભદેવનું ધ્યાન હતું. લોકોત્તર ધર્મ-સ્નેહથી છલકાતું વાતાવરણ અને એ બધાંની વચ્ચે અનેક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજના સ્નેહપૂર્ણ નવકાર મંત્રના મંગલ-સ્વરો સાંભળતાંસાંભળતાં, તેઓનો આત્મા અહીંની અધૂરી ધર્મસાધના આગળ ધપાવવા, સદ્ગતિમાં પ્રયાણ કરી ગયો! કાયાનું પિંજરું પડી રહ્યું અને હંસલો નવા કલેવર ધરીને, માનસરોવરની યાત્રાએ ચાલી નીકળ્યો. કવિ બોટાદકરની પેલી કાવ્યપંક્તિનું સહજ સ્મરણ થઈ આવે, તેવું વાતાવરણ હતું. આ પ્રેમ પારાવારમાં નહાતાં, મરણ પણ મિષ્ટ છે.
બીજે દિવસે, ભારે દબદબાપૂર્વકની તેમની અંતિમ યાત્રા નીકળી અને બપોરની વેળાએ, સેંકડો સાધુ-સાધ્વી ગણની ઉપસ્થિતિમાં તેમના ગુણોનું કીર્તન થયું.
कुलं पवित्रं, जननी कृतार्था, वसुन्धरा सार्थवती च येन ।। -- એવું જ બધાંને લાગ્યું.
એ પ્રસંગે, મારા મિત્ર પં. શ્રી રત્નસુંદરવિજયજી મહારાજે શ્રી તિલકમુનિનું રચેલું પદ રજૂ કર્યું હતું, તે અક્ષરશઃ તેમના જીવનમાં બન્યું હતું. પદમાં તો એને મનોરથના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે; તે શ્રી રજનીભાઈના જીવનમાં ઘટના-સ્વરૂપે બન્યું!
પદના એક એક શબ્દ મમળાવવા જેવા છે:
जैसी दया हो भगवन ! जब प्राण तन से नीकले ...
गिरिराज की हो छाया, मनमें न होवे माया; तप से हो शुद्ध काया, जब प्राण तन से नीकले...१
उर में न मान होवे, दिल में अक तान होवे;
तुम चरण-ध्यान होवे, ઝવ પ્રાણ તન સે નૌજને... ૨
સંસાર-દુ:ë હર जैनधर्म का हो शरणां;
हो कर्म-भर्म खरणां, जब प्राण तन से नीकले...३ अनशन हो, सिद्धवट हो, प्रभु आदिदेव घट हो;
गुरुराज भी निकट हो, जब प्राण तन से नीकले...४ यह दान मुजको दीजिअ, इतनी दया तो कीजे; अरजी तिलक की लीजे,
जब प्राण तन से नीकले...५ આ રીતે, શ્રી રજનીકાન્ત દેવડી એક પૂર્ણ અનુષ્ઠાન કરી મોક્ષને જરૂર સમીપ લાવી શક્યા હશે એવું માનવું ગમે છે.
ગિરિરાજ અને દાદાના અભિષેકથી શ્રી રજનીકાન્ત દેવડી અમર થઈ ગયા.
૭૬ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org