SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ લાવવામાં આવે તે જરૂરી છે. જેમ કે : મૂલ નક્ષત્રમાં તે તે છોડનાં મૂળ, વિશાખા નક્ષત્રમાં ડાળ કે પાંદડાં લાવવામાં આવે, તો તે તેનું કાર્ય પૂર્ણરૂપે કરે છે. કેટલાંયે પુષ્પો, પત્રો, મૂળ તો એવી ભાવના ભાવે કે પ્રભુ-ભક્તિને કાજ અમારો કોઈ ઉપયોગ કરે, તો કેવું સારું ! પ્રભુ-ભક્તિમાં પુષ્પો વપરાય, તો તેને તેમાં પીડા નથી ઊપજતી, પણ પ્રસન્નતા પ્રગટે છે. પ્રભુને પણ, જર-ઝવેરાત કરતાં પુષ્પો વધુ વહાલાં હોય છે; કારણકે તે સજીવ છે. પ્રભુએ જીવો માટે તો તપ કરી જ્ઞાન મેળવીને ધર્મ સ્થાપ્યો છે. વળી સમવસરણમાં શક્તિમાન દેવો જર-ઝવેરાતની વૃષ્ટિ નથી કરતા પણ પંચ વર્ણનાં પુષ્પોની જ વૃષ્ટિ કરે છે. કેટલાં યે પુષ્પો જેવાં કે જાઈ, જૂઈ, કમળ, પારિજાત વગેરે ફૂલોમાં લક્ષ્મીનો વાસ ગણાયો છે. માટે આવી ઔષધિનો પ્રભાવ અણચિંત્યો છે. 片张**** આને, વિધાનરૂપે સ્થાપિત કરવામાં આવેલ છે. જ્યારેજ્યારે શાંતિ-સ્નાત્ર ભણાવાય ત્યારે-ત્યારે સમગ્ર અભિષેક જળને એક કુંભમાં વિધિપૂર્વક, વિશ્વશાંતિના પાઠપૂર્વક ભરવામાં આવે છે. એને ભરતી વખતે જળને વધુ શક્તિસમૃદ્ધ કરવા માટે લીલી ધરોની ઝૂડીમાંથી પસાર કરવામાં આવે છે. આમ, આ અભિષેક જળનો સમસ્ત નગર ફરતે છંટકાવ કરવામાં આવે છે. વિ. સં. ૨૦૧૩ આસપાસની ગોધરા (પંચમહાલ) ગામની આ વાત છે. ગામમાં મોટી આગ લાગી હતી. “ગોધરા બળ્યું” એમ કહેવાયું. ભારે જહેમતે આગ શમી, પછી ગામના લોકો ફરી ફરીને તારાજી જોઈ રહ્યા હતા; ત્યાં એક જગ્યાએ અટકી ઊભા રહી ગયા. આશ્ચર્યચકિત થઈ માથું ખંજવાળવા લાગ્યા ! આમ કેમ બન્યું હશે? આમ કેમ બની શકે? જ્યાં ઊભા હતા ત્યાં વોરાભાઈઓનાં ઘર હતાં. રસ્તાની બન્ને બાજુ તેઓના ઘર હતાં એને સાંકળતો મોટો લાકડાંનો પૂલ હતો અને નીચેથી રસ્તો જતો હતો. એ પૂલ અડધો બળ્યો હતો અને બાકીના અડધા ભાગમાં આગ આગળ વધતી અટકી ગઈ હતી ! માન્યામાં ન આવે એવું આ બન્યું હતું. ઘણા તર્ક-વિતર્ક થયા. ઊંડાણમાં જતાં, એક બીજા સાથે વિચાર-વિનિમય કરતાં જે કારણ મળ્યું એ જાણી બધા ભાવ વિભોર બની ગયા. વાત એમ બની હતી કે આગની આ ઘટના બની, તેના પાંચ વર્ષ પહેલાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. પ્રભુજીની પ્રતિષ્ઠાના દિવસે, રાત્રે નગરમાં ધારાવાડી દેવાઈ હતી. જે-જે રસ્તે થઈને ધારાવાડી કરનારા સ્વયંસેવકો પસાર થયા હતા, જે-જે વિસ્તારમાં ધારાવાડી દેવાઈ હતી તે વિસ્તાર આગમાંથી ઊગરી ગયો હતો! ધારાવાડી દેનારાઓ પ્રાયઃ રાત્રે નીકળે. બધા થાક્યા હોય, તેથી ઝટપટ ફરી કેટલોક વિસ્તાર છોડી દેતા હોય છે. ખરેખર તો, સૂર્યાસ્ત સમયે નગર ફરતાં વધુ ને વધુ વિસ્તારને આવરીને પ્રભુજીના અભિષેક-જળનો છંટકાવ થવો જોઈએ; -- જેનો આવો દિવ્ય પ્રભાવ આજે પણ અનુભવાય છે. દિવ્ય ઔષધિ, ઉત્તમ જળ અને પ્રભુના સ્પર્શનો આવો પ્રભાવ છે. આવા અનુષ્ઠાનમાં વનસ્પતિઓ વિધિપૂર્વક કકકક આપણે પણ રોજના પ્રભુજીના અભિષેક/પ્રક્ષાલમાં ગંધૌષધિને ઉપયોગમાં લેવી જોઈએ; જેમ કે, સુગંધી વાળો, સુકાયેલાં કેસૂડાનાં ફૂલ, કઠ(ઉપલોટ), ઘઉંલો, વજ(ગંધીલો વજ), કપૂરકાચલી આ છ ઔષધિથી મિશ્રિત જળ વડે પ્રભુનો અભિષેક થઈ શકે. આમાં, ચંદન-કેસરનો ઘસારો પણ મેળવી શકાય. પ્રભુના અભિષેકની વાત નીકળી છે, તો સાથે થોડી, તે પ્રમાણે આવતાં પુષ્પોની પણ વાત કરી દઉં. વર્ષની છ ઋતુઓ છે. પ્રકૃતિની ઉદારતા તો જુઓ! આ દરેક ઋતુમાં એની મેળે ખરી પડે એવાં પુષ્પો ઊગતાં હોય છે. આ પુષ્પો વડે પગર ભરવા જોઈએ. (પ્રભુજીની આજુ-બાજુની ખાલી જગ્યામાં પુષ્પના ઢગલાથી રચનાઓ કરવી તેને પગર ભરવા એમ કહેવાય છે.) વીરવિજયજી મહારાજ એમની રચેલી પૂજામાં આ વાત લાવ્યા છેઃ જિમ પુણીયો શ્રાવક રે, ફૂલના પગર ભરે. અભિષેક: ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002066
Book TitlePathshala Granth 1
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherBapalal Mansukhlal Shah Trust
Publication Year2005
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, Sermon, & Education
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy