________________
પણ વધુ માપમાં લખ્યાં ! સાચાં મોતી એક કિલો લખાવ્યાં હતાં. તેમણે કહ્યું : એક કિલોએ શું થાય ?
દાદાની પ્રતિમા કેટલી મોટી અને વિશાળ છે. બે કિલો તો જોઈએ.
કસ્તૂરી ચાર રતિ જેટલી નોંધાવી હતી. તો કહે :
આપણે અરધો તોલો તો લઈએ, જેટલી શુદ્ધ મળશે તેમ વધુ લઈશું.
આમ દ્રવ્યોની યાદી ઉદારતાપૂર્વક થઈ.
અનેક પવિત્ર નદીઓનાં અને સંગમ સ્થળોનાં જળ તથા મૃત્તિકાની નોંધ કરાવી. દૂર-દૂરનાં સ્થળોએથી બહુમાનપૂર્વક, વિધિપૂર્વક અને ઉમંગભેર એ જળ અને મૃત્તિકા લાવવાની યાદી કરતા અમે ભાવવિભોર થતા હતા.
બધાં દ્રવ્યો આવી ગયાં પછી, એને કેવી રીતે સાફ કરાવવાં, ખંડાવવાં, ચળાવવાં, માપ પ્રમાણે તૈયાર કરાવવાનું વિચારાયું. અગુરુ નામનું કાષ્ઠ, અગર, અંબર અને આવી અનેક વસ્તુઓ તૈયાર કરાવવાનું કામ ચાલ્યું. આ કાર્ય કરનારા સ્વસ્થ પુરુષોની શુદ્ધિનો પણ, ખાસ પ્રબંધ કરાયો.
દાદાનો અભિષેક કરનારા સેવકો, ગિરિરાજ પરની એક-એક પરબ સાચવનારાં બહેનો અને ભાઈઓ, હનુમાનધારાના પૂજારી, અંગારશા પીરના મુરશીદ, હિંગળાજમાતાના રક્ષક, સેવક, બધાં દેવ-સ્થાનોના પૂજારીઓ, આવા તમામ સેવક-વર્ગને બોલાવવા અને અભિષેકના આગલે દિવસે -બુધવારે, સહુને બહુમાન પૂર્વક ઉત્તમ દ્રવ્યોયુક્ત જમણ કરાવી પહેરામણી આપવી. તેમ જ એ વખતે, ગુરુવારે જે અનુષ્ઠાન કરવાનું છે તે શું છે, હૈયામાં ભક્તિ ધરીને હૃદયને ભાવિત કરવાનું, ભીંજવવાનું છે તેવી વાતો કહેવી, સમજાવવી -- આ બધું વિસ્તારથી વિચારાયું. પ્રત્યેક દેવ-સ્થાને શ્રીફળ, ચુંદડી, હાર, ધૂપ પણ, સુંદર રીતે, હૈયાની ઊલટ ધરીને અર્પણ કરવા :
क्षेत्रपालादयस्ते सर्वे प्रीयन्ताम् प्रीयन्ताम् ।। --એ અન્વયે એ બધું પણ નોંધાવી દીધું.
પછીના દિવસોમાં વિધિકારકોને, સંગીતકારોને આમંત્રણ આપવાની યાદી તૈયાર કરાઈ અને નિમંત્રણ પાઠવ્યાં. અનેક ભક્તિવંત શ્રાવકોને, આ ભાવમય પ્રસંગમાં સહભાગી થવા આમંત્રણ પાઠવામાં આવ્યાં.
આમ, આ બધી પ્રાથમિક તૈયારીઓ થઈ. કામ વણથંભ્યાં શરૂ થયાં.
ઔષધિઓ આવવા લાગી. કેસરિયાજીના ઉપાશ્રયના પ્રાંગણમાં જ કામ શરૂ થયાં. કઈ ચીજો આવી, કઈ બાકી, એ બધી નોંધ થવા લાગી. ચાતુર્માસ કરવા આવેલા કેટલાયે મહાનુભાવો આ કાર્યમાં હોંશે-હોંશે જોડાયા. કાર્ય સરળતાથી આગળ ધપવા લાગ્યું.
સુગંધી વાળો, કેસૂડાનાં સૂકાં ફૂલ, ઉપલેટ, જટામાસી, કપૂરકાચલી એવાં અનેક સુગંધી દ્રવ્યો ભરપૂર પ્રમાણમાં આવ્યાં હતાં. દશ-બાર જણા એને ખાંડવાનાં, ચાળવાનાં, વીણવાનાં કામમાં લાગ્યા હતાં. કેસરિયાજી નજીક રસ્તે પસાર થનારના પગ, આ બધાં દ્રવ્યોની મનોહર સુગંધથી થંભી જતા ! ‘આવી સુગંધ ક્યાંથી આવે છે ?” -- એવું પૂછતા !
એક ઊર્મિ-સભર વાતાવરણ રચાયું. ઉનાળો, દુકાળ, ગરમી, આ બધા વિષયો હવે બદલાઈ ગયા હતા ! બધાના મનમાં આશાભર્યો ઉલ્લાસ છલકાઈ રહ્યો હતો.
અમારા ઉત્સાહની તો શી વાત કરવી !
લખાવ્યા કરતાં વધુ માપમાં આવેલાં દ્રવ્યો જોઈ, મારી વર્ષો જુની ભ્રમણા ભાંગી ગઈ હતી. શ્રાવકવર્ગમાં આવી ઉદારતા ભરી પડી છે, એનો સુખદ અનુભવ કર્યો. આ દિવસોમાં મને થયું કે દાદાના ભક્તોની દિલેરી પણ અકબંધ સચવાઈ છે.
તૈયારી તડામાર ચાલતી રહી. એક-એક દિવસ મૂલ્યવાન હતો. ઉત્સાહ સ્વયંભૂ હતો. ઉમળકાના તો ઊભરા આવતા હતા.
અનુકૂળતાઓ જાણે આ કાર્યમાં સૂર પુરાવી રહી હતી. સારું-સારું સૂઝવા લાગ્યું.
આવેલી ઔષધીઓની યાદી સરખાવતાં કોઈ બોલ્યું: ગજપદ કુંડ અને જમનાનાં જળ અને મૃત્તિકા આવશે તો આ શાશ્વત ગિરિરાજની –
‘તર રજ મંજરી રે, શીશ ચઢાવે ભૂપ સલૂણા.”
-- એમ કહેવાય છે, એટલે આ મંગલ મૃત્તિકા પણ, આમાં ભેળવવી જોઈએ. શત્રુંજયા સરિતાનાં જળ અને ગિરિરાજની રજ ઔષધિઓ સાથે મિશ્રિત કરાયાં.
દક્ષિણાવર્ત શંખ અને દૂધે ભર્યો -- સોનું અને સુગંધ એકમેકમાં ભળ્યા !
જંબૂવિજયજી મહારાજ સતત જિજ્ઞાસાભરી નજરે બધું જોતા અવારનવાર પૃચ્છા કરતા હતા. તેઓ પણ, ખૂબ ખુશ હોય તેમ લાગતું હતું.
ગિરિરાજના સેવકો, દાદાના સેવકો, સેવિકાઓ,
૬૦: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org