________________
ઓસ્ટ્રેલિયા સઢવાળી હોડી, યાંત્રિક નાની હોડી, યાંત્રિક નાનું વહાણ એમ નાનાંમોટાં કદનાં અને વિવિધ પ્રકારનાં જલવાહનો તેમની પાસે હોય છે. સમુદ્રકિનારે સેકડો હોડીઓ લાંગરેલી પડી હોય. માત્ર ફરવા, પાણીની રમતો રમવા કે માછલીનો શિકાર કરવા તેઓ નીકળી પડે છે. ઘણા લોકો પાસે યાંત્રિક નાનાં વહાણ હોય છે જે તેઓ ઘરે રાખે છે અને ફરવા જવું હોય ત્યારે પોતાની મોટરકાર પાછળ બાંધી દઈ જે બાજુના સમુદ્રકિનારે જવું હોય ત્યાં લઈ જાય છે. પૂર્વમાં બ્રિસ્બન અને ગોલ્ડ કોસ્ટમાં પર્યટકો માટે એવાં ઘણાં સ્થળો વિકસાવવામાં આવ્યાં છે. સુદીર્ઘ સમુદ્રતટની ચળકતી રેતીને કારણે 'ગોલ્ડ કોસ્ટ'નું યથાર્થ નામ ધરાવનાર આ પ્રદેશને યોગ્ય રીતે જ suRFER'S PARADISE (તરંગસવારનું સ્વર્ગ) તરીકે ઓળખાવવામાં આવે છે. એક જમાનામાં ચારપાંચ હજારની પાંખી વસતિવાળા આ વિસ્તારમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રવાસીઓ માટે મોટી મોટી હોટલ બંધાતાં અને ભિન્ન ભિન્ન પ્રકારની સાહસિક રમતોનાં મનોરંજન કેન્દ્રો-ઉદ્યાનોનું આયોજન થતાં એક નવું શહેર વસી ગયું છે અને આ પ્રદેશની વસતિની સંખ્યા ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયા એની રમતગમતો માટે અને તેમાં પણ ક્રિકેટ માટે એક સૈકા કરતાં વધુ સમયથી મશહૂર છે. ગોલ્ફ ટેનિસ, ફૂટબોલ, સૉકર, ઘોડેસવારી, બૉસિંગ વગેરે બીજી રમતો ત્યાં છે, પણ ક્રિકેટનું તો એ લોકોને ઘેલું જ છે. ઇંગ્લેન્ડે જૂના વખતમાં પોતાનાં સંસ્થાનોમાં પોતાની રાષ્ટ્રીય રમત ક્રિકેટનો પ્રચાર કર્યો એથી એ દેશોમાં ક્રિકેટની રમત અત્યંત લોકપ્રિય થઈ ગઈ. અમેરિકા, રશિયા, જર્મની, ચીન, જાપાન વગેરે પોણા ભાગની દુનિયામાં ક્રિકેટ એટલી રમાતી નથી. ઘણા દેશોમાં ફુટબોલ, બાસ્કેટ બોલ, બેઝબૉલ, હોકી વગેરેનું મહત્ત્વ વિશેષ છે. બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જન પછી પણ રાષ્ટ્રસમૂહના એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org