________________
૧૮
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અડધા સભ્યો નિવૃત્ત થાય છે અને નવા સભ્યો તેમાં જોડાય છે.
ઓસ્ટ્રેલિયામાં રાજ્યની સરકારની મુદત ચાર વર્ષની છે. અઢાર વર્ષની ઉમરે મતાધિકાર અપાય છે. આદિવાસીઓ સિવાય તમામ નાગરિકો માટે મતદાન ફરજિયાત છે. બધા જ ઉમેદવારોને પસંદગીના ક્રમ અનુસાર મત આપવાનો હોય છે. ઓસ્ટ્રેલિયા અત્યંત વિશાળ દેશ હોવાથી અને વસતિ છૂટીછવાઈ હોવાથી, ચૂંટણી વખતે અગાઉથી મંજૂરી મેળવીને ટપાલ દ્વારા પણ મતદાન કરી શકાય છે.
આમ, બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિ પ્રમાણે ઑસ્ટ્રેલિયાનું રાજ્યતંત્ર ચાલે છે. રાષ્ટ્રના ઔપચારિક વડા તરીકે ગવર્નર-જનરલ છે, પરંતુ વહીવટી તંત્રના વડા તરીકેની સત્તા વડા પ્રધાન ભોગવે છે.
ઑસ્ટ્રેલિયામાં સંખ્યાબંધ રાજકીય પક્ષો નથી. ત્યાં વર્ણ, ભાષા, ધર્મ, જાતિ વગેરેના પ્રશ્નો નથી એટલે વધુ રાજકીય પક્ષોની આવશ્યકતા ઊભી થઈ નથી. લોકોની આર્થિક સ્થિતિ એકંદરે ઘણી જ સારી અને સરકાર તેમનું બરાબર ધ્યાન રાખે છે. એટલે ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય કરતાં આંતરરાષ્ટ્રીય પ્રકારના પ્રશ્નો વધુ મહત્ત્વના બની રહે છે. યુરેનિયમની નિકાસ ન કરવી કે વહેલ માછલીનો શિકાર ન કરવો એવા વિદેશનીતિના પ્રશ્ન પ્રજામાં વધુ ચર્ચાય છે.
ઑસ્ટ્રેલિયામાં રાજ્યપદ્ધતિ અને કાનૂની બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે છે, પરંતુ હંમેશાં બ્રિટન તરફ નજર નાખનાર એ દેશ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકનોના વધુ પરિચયમાં આવ્યો છે. વળી પેસિફિક મહાસાગરના દેશો સાથેનો એનો વ્યવહાર વધ્યો હોવાથી તે વધારે પૂર્વાભિમુખ બનતો જાય છે. જાપાનના સહકારથી ત્યાં મોટરકાર, રસાયણો વગરના મોટા ઉદ્યોગો સ્થપાયા છે એથી જાપાનીઓની સંખ્યા ત્યાં ઉત્તરોત્તર વધતી રહી છે. આમ, ઓસ્ટ્રેલિયાના સમાજજીવન ઉપર બહારની પ્રજાઓનો પ્રભાવ વધવા લાગ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org