________________
ઑસ્ટ્રેલિયા
૧૧ વસતિ, ધર્મ અને ભાષા આદિવાસીઓની વસતિ ઘટી અને બીજી બાજુ ગોરા લોકોની વસતિ વધતી ગઈ. દરમિયાન એશિયાના જુદા જુદા દેશોમાંથી અંગ્રેજ પોતાની સાથે લઈ ગયેલા અને બીજા એવા લોકોનો વસવાટ પણ ઑસ્ટ્રેલિયામાં થતો ગયો. બે કાને અંતે ઑસ્ટ્રેલિયાની વસતિ ૧,૮૦,૮૭,૦૦૦ જેટલી થઈ. એમાં ૯૮ ટકા યુરોપીય વંશના લોકો, ૪ ટકા એશિયાઈ લોકોના વંશજ અને ૨ ટકા આદિવાસીઓ છે. યુરોપીય વંશના લોકોમાં પણ ૯૫ ટકા અંગ્રેજો છે અને ૫ ટકા યુરોપના બીજા દેશના લોકો છે.
ઑસ્ટ્રેલિયામાં વસવાટ પાશ્ચાત્ય ગોરોનો થયો, પરંતુ એ વસવાટ પૃથ્વીના પૂર્વ દિશાના દક્ષિણ ગોળાર્ધમાં થયો. યુરોપ બહુ દૂર રહ્યું અને એશિયાની નજીક આવવાનું થયું. એથી ઑસ્ટ્રેલિયાની પ્રજા ઉપર પશ્ચિમ અને પૂર્વ એમ બંને સંસ્કૃતિનો પ્રભાવ પડ્યા. આબોહવાની અસર રહેણીકરણી ઉપર પણ પડી. યુરોપના દેશોમાં જેટલી ઔપચારિકતા છે એટલી ઑસ્ટ્રેલિયનોમાં જોવા નહીં મળે. રસ્તામાં ઉઘાડા પગે ચાલતા ઓસ્ટ્રેલિયનો જોવા મળશે અને વિમાનમાં બનિયન અને અડધી ચડ્ડી પહેરીને મુસાફરી કરતા પૉસ્ટ્રેલિયનો પણ જોવા મળશે.
ઑસ્ટ્રેલિયાની વસતિમાં અંગ્રેજ વંશજો મુખ્ય છે. અંગ્રેજો ખ્રિસ્તી ધર્મના પ્રોંટેસ્ટન્ટ સંપ્રદાયને અનુસરનારા છે. રોમન કૅથલિક જેટલા તેઓ ચુસ્ત નથી, ઑસ્ટ્રેલિયામાં લગભગ ૯૪ ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે, ૧ ટકો મુસલમાન છે, ૧ ટકો બોદ્ધ ધર્મીઓ છે, ૧ ટકો યહુદીઓ છે અને બાકીના લોકોમાં અન્ય ધર્મીઓ તથા આદિવાસીઓ છે. આમ છતાં ઑસ્ટ્રેલિયામાં ધાર્મિક ચુસ્તતા, ઝનૂન કે સંઘર્ષ જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org