________________
પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ અગિયાર જેટલાં વહાણોમાં તેમને મોકલવાનું નક્કી થયું. એ કાફલાના સરદાર તરીકે નૌકા ખાતાના કેપ્ટન આર્થર ફિલિપની નિમણૂક થઈ. એમને ન્યૂ સાઉથ વેલ્સના ગવર્નર બનાવવામાં આવ્યા. આવો ઊંચો હોદ્દો મળતાં તેઓ ત્યાં જવા લલચાયા. ઈ. સ. ૧૭૮૭ના મે મહિનાની ૧૩મી તારીખે ઇંગ્લેન્ડથી આ વહાણો ઊપડ્યાં અને ૧૭૮૮ના જાન્યુઆરીની ૧૮મીએ તે ઑસ્ટ્રેલિયાના બોટની ઉપસાગરમાં આવી પહોંચ્યાં. પરંતુ નક્કી કરેલું એ સ્થળ સલામતીની દષ્ટિએ અને ગુનેગારોના વસવાટ માટે આર્થર ફિલિપને યોગ્ય ન લાગ્યું. તેઓ ત્યાંથી આગળ વધી પોર્ટ જેકસનમાં ૨૬મી જાન્યુઆરીએ આવી પહોંચ્યા. ટેકરીઓવાળી આ જગ્યા ગુનેગારો પર નજર રાખવાની દષ્ટિએ અનુકૂળ હતી. એટલે ગુનેગારોને ત્યાં ઉતારવામાં આવ્યા. તન છૂટા મૂકી દેવામાં આવ્યા અને જેમને જ્યાં ઝૂંપડું કે તંબૂ બાંધીન રવુિં હોય ત્યાં રહેવાની છૂટ આપી. આમ, ૨૬મી જાન્યુઆરી ૧૭૮૮ના દિવસે ૭૦૦થી અધિક અંગ્રેજોએ ત્યાં પહેલી રાત ગુજારી અને વસવાટ ચાલુ કર્યો. એટલા માટે ૨૬મી જાન્યુઆરી ‘ઑસ્ટ્રેલિયન દિન તરીકે આજ દિવસ સુધી મનાવવામાં આવે છે. આર્થર ફિલિપે પોતાની આ વસાહતનું નામ પોર્ટ જેકસન બદલીને ‘એલ્બિયન' રાખ્યું, પરંતુ પછીથી એમણે પોતાના ઉમરાવ (વાઈકાઉન્ટ) સર સિડનીના નામ પરથી ‘સિડની કોવ' રાખ્યું, જે પછીથી માત્ર સિડની તરીકે જ પ્રચલિત થઈ ગયું.
આર્થર ફિલિપે ગુનેગારોને સારી રીતે વસાવ્યા એટલે ઇંગ્લેન્ડનો ઉત્સાહ વધી ગયો. પછી તો દેશનિકાલની સજા પામેલા કેદીઓને ઑસ્ટ્રેલિયા મોકલવાનું સહેલું થઈ ગયું. એમ કરતાં કરતાં ક્રમે ક્રમે એક લાખ ત્રીસ હજાર કેદીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા. આ ગુનેગારોમાં પછીથી સ્ત્રી ગુનેગારોને પણ મોકલવામાં આવી પરંતુ સ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only For Private &
www.jainelibrary.org