________________
શિષ્ય જયવંતસૂરિ પણ તે સમયે વિદ્યમાન હતા. જયવંતસૂરિએ “શૃંગારમંજરી',
ઋષિદત્તા રાસ,” “નેમરાજુલ બારમાસ,” “સીમંધરસ્તવન', “સ્થૂલભદ્ર પ્રેમવિલાસ ફાગ', સ્થૂલભદ્ર મોહનલિ', સીમંધરના ચંદ્રઉલા', “લોચનકાજલ સંવાદ ઇત્યાદિ કૃતિઓની રચના કરી છે.
જયવંતસૂરિની દીર્ઘ કૃતિઓમાં “શૃંગારમંજરી’ અને ‘ઋષિદના રાસ (ઈ. સ. ૧૫૮૭) છે. પ્રથમ કૃતિમાં સતી શીલવતીના અને બીજીમાં સતી ઋષદત્તાના ચરિત્રનું આલેખન છે. “શૃંગારમંજરીની રચના ૨૮૦ જેટલી કડીમાં છે, જ્યારે
ઋષિદરા રાસની રચના ૮૫૦ જેટલી કડીમાં થઈ છે. “શૃંગારમંજરી' કવિની સમર્થ કૃતિ છે. કવિનું આલેખન રસિક અને છટાદાર છે. પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકાર ઉપરનું કવિનું પ્રભુત્વ સહજ અને પ્રશસ્ય છે. જુઓ :
સોવિન ચૂડી કરિ ધરી, ઉરવરિ નવસરહાર, ખલકતિ સોવિન મેખલા, પય અંઝર ઝમકાર. વેણીદડ પ્રચંડ એ, જિન્નુ શેષ ભુયંગ, અંગ અભંગ અનંગનું નામ સુરંગ સળગ. પીન પયોધર ભાર ભર, કટિ તટિ ઝલું લંક, વિકસત ખંજન નયણલાં, ઘણું જિસિહ ભૂર્વક.
(શૃંગારમંજરી) હેમરત્નસુરિ
પૂનમ ગચ્છના દેવતિલકસૂરિના શિષ્ય જ્ઞાનતિલકસૂરિના પદ્મરાજગણિના શિષ્ય હેમરત્નસૂરિએ રચેલી પાંચેક રાસકૃતિઓ ઉપલબ્ધ છે, જે હજુ અપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ.ના સોળમાં શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે ઈ. સ. ૧૫૪૩માં પાલીનગરમાં “શીલવતી કથા'ની રચના કરી છે. કથાના આરંભમાં કવિ લખે છે –
પૂનિમ ગ૭મતિ ગુણનીલો શ્રી વાનતિલક સૂરીસ. જસ પયપંક્ય સેવતાં પૂજ્ય સયમલ જગીસ, તસ પય પંકજ સૂર સમ શ્રી હેમરતન સૂરદ
સીલ કથા તણિએ કહી તમો જા રવિચંદ. હેમરત્નસૂરિએ એ જ વર્ષે લીલાવતી' નામની બીજી એક રાસકૃતિની રચના કરી છે. ત્યાર પછી ઈ.સ. ૧૫૮૦) એમણે “મહીપાલ ચોપાઈ'ની રચના ૬૯૬ જેટલી કડીમાં કરી છે. ઈ.સ. ૧૫૯૧માં એમણે “ગોરા બાદલ કથા' (અપર નામ પદમણી ચોપાઈ)ની રચના સાદડી નગરમાં કરી છે. આ કૃતિ ૯૧૭ જેટલી કડીમાં લખાયેલી છે. કથાની ફલશ્રુતિ વર્ણવતાં કવિ લખે છે :
જૈન સાહિત્ય - ૫૫
Jain Education International
For Private & Personal Use Only
!
www.jainelibrary.org