________________
સૂત્રમાં આવે છે. સુસઢ એક બ્રાહ્મણીનો પુત્ર હતો. જન્મ સમયે જ માતા ગુમાવતાં તે એક કુંભારને ઘે૨ ઊછર્યો હતો. એણે યુવાનવયે દીક્ષા લીધી હતી, પરંતુ તેનાથી સંયમનું પાલન થઈ શકતું નહોતું એટલે ગુરુએ એને ગચ્છ બહાર કાઢ્યો હતો. રાસને અંતે કવિ ઉપદેશ આપતાં કહે છે કે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં કોઈ એક સજા થાય છે, પરંતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ક૨તાં ભવોભવ અનેક દુઃખ ભોગવવાં પડે છે.
નરપતિ આણા ભૂંજતા, લભઇ નિગ્રહ એક,
જિન આાં ભંયઇ સહઇ, ૫૨વિ દુ:ખ અનેક.
વિનયદેવસૂરિએ ૮૩૯ કડીમાં રચેલી ‘સુદર્શનશેઠ ચોપાઈ'માં અનેક યાતના અને કસોટીઓમાંથી શુદ્ધ સ્વરૂપે પસાર થનાર સુદર્શન મુનિનું કથાનક આલેખવામાં આવ્યું છે. ચંપાનગરીના શ્રેષ્ઠીના તેજસ્વી પુત્ર સુદર્શન શેઠ પ્રત્યે રાજ્યના પુરોહિતની પત્ની આકર્ષાઈ હતી. પરંતુ તે તેને મેળવવામાં નિષ્ફળ ગઈ એટલે એણે રાણીને ઉશ્કેરી, રાણી પણ સુદર્શનને આકર્ષવામાં નિષ્ફળ ગઈ એટલે એણે સુદર્શન ૫૨ ખોટું આળ ચડાવ્યું અને રાજાને ભંભેર્યો. એટલે રાજાએ સુદર્શનને શૂળીએ ચડાવવાનું નક્કી કર્યું. એ સમયે સુદર્શનની સતી જેવી પત્ની મનોરમાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધર્યું. એવામાં રાજાને સાચી વાતની ખબર પડી ગઈ અને સુદર્શન શેઠને શૂળીએ ન ચડાવ્યા. પરંતુ આ ઘટનાથી સુદર્શન શેઠને વૈરાગ્ય થયો અને એમણે દીક્ષા લીધી. તેઓ સુદર્શનમુનિ બન્યા. સાધુ અવસ્થામાં પણ એમની ઘણી કસોટી થઈ, પણ તેમાંથી પણ તે પાર પડ્યા. છેવટે કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે સિધાવ્યા. આ પ્રસંગે શીલનો ઉપદેશ આપતાં કવિ લખે છે :
સહ્યા પરીસમ અતિ ઘોર, સુદરશણ મહા મુનિ, કાયા કરમ કઠોર, શીલ પાલી શિવપુર ગયા.
*
એસો શીલ નિધાન, ભવિયણ હિત કરી આદરો, જ્યો જાઓ નિર્વાણ દેવલોક મેં સાંસો નહીં, એ ખટ દરસણમાંહિ શીલ અધિકો વખાણીયો, તપ રેંજમ ખેરુ થાય શીલ વિના એક પલકમાં.
વિનયદેવસૂરિએ તદુપરાંત ઈ. સ. ૧૫૪૧માં ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ’, ઈ. સ. ૧૫૫૬માં ‘નાગિલ-સુમતિ ચોપાઈ', ઈ સ. ૧૫૭૮માં ભરત-બાહુબલિ રાસ’ તથા ‘અજાપુત્રરાસ’ની રચના કરી છે. એમની ઇતર કૃતિઓમાં ‘સુધર્મગચ્છ પરીક્ષા', ‘અઢાર પાપસ્થાન પરિહાર ભાષા’, ‘નેમિનાથ ધવલ’, ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન
ગીત’,
સુપાર્શ્વજિન
વિવાહલો',
‘સાધુવંદના’,
શાંતિનાથ
વિવાહલો',
૫૦
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org