________________
નવમઈ વરસિ દિખતર દીધ, સમયરત્ન ગુરિ વિદ્યા દીધ, સરસતિ માત મયા તવ લહી, વરસ સોલમ વાણી હુઈ, રચિયા રાસ સુંદર-સંબંધ, છંદ કવિત ચુપઈ પ્રબંધ, વિવિધ ગીત બહુ કોરિયા વિવાદ રચી દીપસૂર સંવાદ, સરસ કથા હરીઆલી કવઈ, મોટા મંત્રીરાય રંજવાઈ, કવિ લાવણ્યસમયે રાસ, પ્રબંધ, ચોપાઈ, સંવાદ, વિવાહલો, સ્તવન, સજ્ઝાય, છંદ, હમચડી, હરિયાળી વિનંતી ઇત્યાદિ પ્રકારની ૪૨ જેટલી નાનીમોટી કૃતિઓની રચના કરી છે. એમના સમયમાં તેઓ એક પ્રભાવશાળી પંડિત કવિ હતા અને એમની કવિતા અને એમના ઉપદેશથી મોટા મોટા રાજપુરુષો પણ પ્રભાવિત થયા હતા. એ સમયના મુસલમાન રાજ્યકર્તાઓ પણ લાવણ્યસમયનું ઘણું માન જાળવતા હતા. મેવાડના મહારાણા રત્નસિંહના મંત્રી કર્માશાહે શત્રુંજય તીર્થનો સાતમો જીર્ણોદ્ધાર કરાવ્યો તે આ લાવણ્યસમયના ઉપદેશથી કરાવ્યો હોત એવો નિર્દેશ શત્રુંજય ઉપરના ઈ. સ. ૧૫૨૨ના શિલાલેખમાં આજે પણ જોઈ શકાય છે. લાવણ્યસમય ક્યારે કાળધર્મ પામ્યા તે નિશ્ચિતપણે જાણી શકાતું નથી, પરંતુ ઈ.સ. ૧૫૩૩માં એમણે અમદાવાદમાં યશોભદ્રસૂરિ રાસ'ની રચના કરી છે ત્યાં સુધી એટલે કે અડસઠ વર્ષની ઉંમર સુધી તેઓ વિદ્યમાન હતા એમ કહી શકાય.
કવિ લાવણ્યસમયે રચેલી કૃતિઓ નીચે પ્રમાણે મળે છે : (૧) સિદ્ધાન્ત ચોપાઈ (૨) ગૌતમપૃચ્છા ચોપાઈ (૩) નેમિરંગરત્નાકર છંદ (૪) સ્થૂલિભદ્ર એકવીસો (૫) નવપલ્લવપાર્શ્વનાથ સ્તવન (૬) આલોયણ વિનતી (૭) નેમિનાથ હમચડી (૮) સેરીસાપાર્શ્વનાથ સ્તવન (૯) રાવણમંદોદરી સંવાદ (૧૦) વૈરાગ્ય વિનતી (૧૧) સુરપ્રિય કેવલી રાસ (૧૨) વિમલપ્રબંધ (૧૩) દેવરાજ વચ્છરાજ ચોપાઈ (૧૪) કરસંવાદ (૧૫) અન્તરિક પાર્શ્વનાથ છંદ (૧૬) ચતુર્વિંશતિ જિનસ્તવન (૧૭) સૂર્યદીપવાદ છંદ (૧૮) સુમતિસાધુ વિવાહલો, (૧૯) બલિભદ્ર-યશોભદ્ર રાસ (૨૦) ગૌતમ રાસ (૨૧) ગૌતમ છંદ (૨૨) પંચતીર્થ સ્તવન (૨૩) સીવ જીરાઉલા પાર્શ્વનાથ વિનતી (૨૪) રાજિમતી ગીત (૨૫) દૃઢપ્રહારીની સજ્ઝાય (૨૬) પંચવિષય સ્વાધ્યાય (૨૭) આઠમની સજ્ઝાય (૨૮) સાત વારની સજ્ઝાય (૨૯) પુણ્યફલની સજ્ઝાય (૩૦) આત્મબોધ સજ્ઝાય (૩૧) ચૌદ સ્વપ્નની સજ્ઝાય (૩૨) દાનની સજ્ઝાય (૩૩) શ્રાવક વિધિ સજ્ઝાય (૩૪) ઓગણત્રીસ ભાવના (૩૫) મનમાંકડ સજ્ઝાય (૩૬) હિતશિક્ષા સજ્ઝાય (૩૭) પાર્શ્વનાથ જિનસ્તવન પ્રભાતી (૩૮) આત્મપ્રબોધ (૩૯) નેમરાજુલ બારમાસો (૪૦) વૈરાગ્યોપદેશ (૪૧) ગર્ભવેલી (૪૨) ગૌરી સાંવલી ગીતવિવાદ.
Jain Education International
૪૨ = સાહિત્યદર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org