________________
સમૃદ્ધિનું અને નળના જન્મમહોત્સવનું કવિએ કરેલું વર્ણાનુપ્રાસયુક્ત વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે. યૌવનિ ચડીય સંપૂરઈ, રતિરંભા મદ ચૂરઈ એવી દવદંતીનું સ્વયંવરમંડપમાં આગમન થયું, તે સમયનું કવિએ આલેખેલું ચિત્ર પણ મનોહર છે. નલદવદેતીના લગ્નપ્રસંગના નિરૂપણમાં કવિના સમયની લગ્નવિધિનું પ્રતિબિમ્બ પડેલું જણાય છે. નવરંગ ચૂંદડી ઓઢી નળરાજાનું એની બહેને લૂણ ઉતાર્યું એવો અહીં કવિએ કરેલો નિર્દેશ સામાન્ય રીતે નળદમયંતી વિખૂટાં પડે છે તે ઘટના પછી નળની તપાસ માટે ભીમક રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદમયંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે કવિએ વર્ણવેલી ઘટના જૈનપરંપરાની નલકથામાં નથી. પરંતુ કવિએ તે રામચન્દ્રસૂરિના “નલવિલાસ નાટકમાંથી લીધેલ જણાય છે. નળ છેવટે ભૌતિક સુખમાં જીવન પસાર કરે છે તે સમયે એને એના સ્વર્ગસ્થ પિતા નિષધ દેવલોકમાંથી આવીને ઉપદેશ આપે છે તે પ્રસંગ કવિએ સંક્ષેપમાં સરસ મૂક્યો છે :
ચંચલ યૌવન, ધન સંસારિ, વિષ જિમ વિષય દુઃખ ભંડાર,
જીવન ભોગિ તૃપત ન થાઈ, પુણ્ય પાપ બે સાથિ જાઈ. રાસની છેલ્લી બે કડીમાં કવિ પોતાની ગુરુપરંપરા, રાસની રચનાસાલ, રચનાસ્થળ અને લશ્રુતિ જણાવી રાસ પૂરો કરે છે. કવિનો આ રાસ કદમાં નાનો છે, કારણ કે એ સમયે હજુ લાંબા રાસ લખાતા નહિ, પરંતુ એથી કવિને પ્રસંગોના નિરૂપણમાં ઘણી ઝડપ રાખવી પડી છે, ક્યાંક તો માત્ર નિર્દેશ કરીને પણ ચલાવવું પડ્યું છે. તેમ છતાં કવિ પાસે સારી નિરૂપણશક્તિ છે એની આપણને પ્રતીતિ થાય છે. કવિના આ રાસની કેટલીક અસર નલદવદંતી વિશેના કેટલાક ઉત્તરકાલીન રાસ પર થયેલી જણાય છે. બ્રહ્મજિનદાસ
સકલકીર્તિના શિષ્ય બ્રહ્મજિનદાસે ઈ.સ.ના પરંદરમા સૈકાના ઉત્તરાર્ધમાં કેટલીક રાકૃતિઓની રચના કરી છે. બ્રહ્મજિનદાસ દિગંબર સંપ્રદાયના બ્રહ્મચારી હોય એમ જણાય છે. તેઓ પોતાની કૃતિમાં “બ્રહ્મજિણદાસ', અથવા “જિણદાસ બ્રહ્મચારી'ના નામથી પોતાનો ઉલ્લેખ કરે છે. તેઓ ઘણા વિદ્વાન હતા અને સંસ્કૃતમાં એમણે “રામચરિત' નામનો ગ્રંથ લખ્યો છે, જેમાં દરેક સર્ગને અંતે “ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી જિનદાસ વિરચિત’ એમ આપ્યું છે. દિગંબરોમાં સાધુ થવા માટે પ્રથમ બ્રહ્મચારી થવું જોઈએ. જિનદાસ બ્રહ્મચારીની અવસ્થામાં હતા ત્યારે જ એમણે આ બધી કૃતિઓની રચના કરી છે. એમની રાસકૃતિઓમાં “હરિવંશરાસ' (ઈ.સ. ૧૪૬૪), યશોધર રાસ', ‘આદિનાથ રાસ', “શ્રેણિકરાસ', “કરકુંડ રાસ',
જૈન સાહિત્ય - ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org