________________
દેપાળ, સકલચંદ્ર ઉપાધ્યાય સાધુ કીર્તિ, પ્રીતિવિમલ. ઈત્યાદિ કવિઓએ આ પ્રકારને ખેડ્યો છે. દોઢસો વર્ષના આ ગાળામાં અને ત્યાર પછીના સમયમાં લખાયેલી સંખ્યાબંધ પૂજાકૃતિઓમાં ‘અપ્રકાર', પંચકલ્યાણક', “વીસસ્થાનક', “નવપદ', બાસ્વત’, ‘અંતરાય' કર્મ', “સત્તરભેદ, પિસ્તાલીસ આગમ', “ચોસઠ પ્રકાર', નવાણું પ્રકાર', “અષ્ટાપદ, ‘ઋષિમંડલ', “પંચજ્ઞાન', “૧૦૮ પ્રકાર', પંચમહાવ્રત' ઈત્યાદિ વિષયો લેવાયા છે અને એની રચનાઓ વિવિધ રાગરાગિણીઓમાં થયેલી છે. કદમાં તે પચાસ સાઠ કડીથી બસો કરતાંયે વધુ કડીમાં લખાયેલી છે.
- ઈ. સ. ૧૪૫૦થી ૧૬૦૦ સુધીના ગાળામાં લખાયેલી વિવિધ પ્રકારની આટલી બધી કૃતિઓનું મૂલ્યાંકન કરવાનું કાર્ય સરળ નથી, કારણ કે તેમાંની ઘણીબધી હજી અપ્રકાશિત છે એટલે શક્ય તેટલા કવિઓની અને તેમની કૃતિઓનો પરિચય અહીં આપણે કરીશું. હરસેવક
- હરસેવક નામના (અગાઉના સમય-ગાળામાં થયેલા) કવિએ મયણરેહાનો રાસ' નામની એક રાસકૃતિની રચના સં. ૧૪૧૩માં (ઈ.સ. ૧૩૫૭) કરેલી જણાય છે. કવિએ એ કૃતિની રચના કુકડી ગામમાં ચાતુર્માસ દરમિયાન કરી છે. “કર્યો ચોમાસો’ શબ્દો પરથી જણાય છે કે આ કોઈ શ્રાવક-ગૃહસ્થ નહિ પણ સાધુ કવિ હોવા જોઈએ, જોકે એમાં એમણે પોતાના ગુરુનો કે પરંપરાનો કંઈ નિર્દેશ કર્યો નથી. આ રાસની રચના કવિએ ૧૮૭ કડીમાં કરી છે. એમાં એમણે મદનરેખાનો વૃત્તાંત વર્ણવ્યો છે. આરંભમાં કવિએ પરનારીગમનના વ્યસનનો નિર્દેશ કર્યો છે. અવંતિ દેશના સુદર્શન નામના નગરના રાજા મણિરથની કુદૃષ્ટિ પોતાના નાના ભાઈ યુગબાહુની પતિવ્રતા પત્ની મદનરેખા પર પડે છે, એટલે મદનરેખાને મેળવવા માટે કામાસક્ત મણિરથ નાના ભાઈ યુગબાહુને મારી નાખે છે. મદનરેખાને તેની ખબર પડતાં તે નાસી છૂટે છે અને ચારિત્ર ધારણ કરે છે અને બીજી બાજુ મણિરથ રાજા સર્પદંશથી મૃત્યુ પામે છે. કવિની ભાષામાં રાજસ્થાની ભાષાની અસર વિશેષ જણાય
શાલિસૂરિ
પંદરમા સૈકામાં ઈ. ૧૪૨૨ પૂર્વે અક્ષરમેળ વૃત્તોમાં ૧૮૩ શ્લોકોમાં આ કવિનું રચાયેલું ‘વિરાટપર્વ આકર્ષક કથાફેરફારોથી, ઝડઝમકભય યુદ્ધવર્ણનથી ને ચોટદાર લોકોક્તિઓથી જુદુ તરી આવે છે. કવિ જૈન છતાં કૃતિ જૈન મહાભારતકથા – પરંપરાને અનુસરતી નથી.
૩૬
સાહિત્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org