________________
પાળેલાં પક્ષીઓના સંયોગ કરો, નાગરવેલનાં પાનનાં બીડાં તૈયાર કરો, કપૂર એલચી વગેરેની પેટી મૂકો, કર્કોલક (સુગંધી ફળ)ની ગોળીઓ નાખો, ગવાક્ષમાં રાચ્યા તૈયાર કરો, શિંગોડાં આપો, ગળાનું આભૂષણ મૂકજો, ચાકળો નાખજો, દીપકો પ્રગટાવજો, મદિરા અંદર લાવજો, વાળ સરખા કરી વધારે વખત સુધી સ્નાનભાજનમાં સ્નાન કરજો, મદિરાની પ્યાલી પાછી માગી લો, દારૂ ભરેલા પ્યાલા હાથમાં આપ અને શયન પાસે જુદા જુદા મેવા, મીઠાઈ અને પીણા ગોઠવજે.”
કવિએ પ્રકૃતિનાં વિવિધ પ્રકારનાં વર્ણનો કર્યા છે. તેવી રીતે પશુપંખીઓ અને જુદા જુદા વર્ગનાં માનવીઓનાં વર્ણનો પણ રસિક તથા વિગતપૂર્ણ કર્યા છે. જૈન મુનિઓની દિનચર્યાનું વર્ણન કરતાં કવિએ જૈન શાસ્ત્રોનાં નામ એના વિષયો સાથે સાંકળી લીધાં છે. કવિ લખે છે :
ધર્મ કરવામાં સમુદ્ર જેવા, કર્મરૂપી મહાપર્વતને પૂર્ણ કરવા માટે વજ જેવા, ક્ષમાનો ગુણ મુખ્યત્વે ધારણ કરનાર, ઉપસર્ગ સહન કરવામાં વૃક્ષ સમાન, પંચ મહાવ્રતરૂપી ફળસમુદાયથી શોભતા, ગુપ્તિપુષ્પથી સુશોભિત, શીલાંગોરૂપી પત્રોથી યુક્ત, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન જેવા તે મુનિઓ છે. કેટલાક જીવ-અજીવના ભેદો, કાર્યાકાર્યના ફળવિચારો, સાધુની સમાચારી અને આચારોના વિચાર કરી રહ્યા છે. કેટલાક સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રનો પરમાર્થ સૂચવતા “સૂત્રકૃતાંગ' સૂત્રનું અનુગુણન કરે છે, કેટલાક અહીં સંયમમાં સારી રીતે રહેલા “ઠાણાંગસૂત્ર'નું શ્રવણ કરે છે, કેટલાક બીજા ભાગ્યશાળી સાધુઓ “સમવાયાંગસૂત્ર' અને સર્વ વિદ્યાઓ ભણે છે, સંસારસ્વરૂપ સમજનાર બીજા કેટલાક મુનિઓ “વિવાહપ્રજ્ઞપ્તિ' અથવા ભગવતીસૂત્ર'નાં અમૃતરસ મિશ્રિત વચનોને મુખ દ્વારા પાન કરી હૃદયમાં ધારણ કરે છે, કેટલાક ‘જ્ઞાતાધર્મકથા”નું અને બીજા કેટલાક ઉપાશક દશા', ‘અંતકૃત દશા', અનુતર દશા સૂત્રોનું પરાવર્તન કરે છે, કેટલાક જાણકારને પ્રશ્ન પૂછે છે અને ત્રણલોકના ગુરુ આચાર્ય સ્પષ્ટ પૂછેલા પ્રશ્નોના ઉત્તરસ્વરૂપ પ્રશ્ન વ્યાકરણ' સૂત્ર ભણાવે છે. સકલ ત્રિભુવનનો જેમાં વિસ્તૃત અર્થ કહેલ છે, પ્રશસ્ત શાસ્ત્રોના અર્થ જેમાં છે એવાં સેંકડો શાત્રવાળા “દૃષ્ટિવાદ (બારમું અંગ)નો કેટલાક કૃતાર્થ સાધુઓ અભ્યાસ કરે છે. જીવોની પ્રજ્ઞાપના સમજણ જેમાં આપી છે એવા પ્રજ્ઞાપના' સૂત્રનું, સૂર્યપ્રજ્ઞાપ્તિ' તેમ જ “ચન્દ્રપ્રજ્ઞાપ્તિ’ સૂત્રનું પરાવર્તન કેટલાક કરે છે, તેમ જ બીજા કેટલાક મહર્ષિઓ ગણધરોએ રચેલાં, સામાન્ય કેવળીએ કરેલાં, પ્રત્યેક બુદ્ધોએ વિરચેલાં શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. કોઈક જગ્યાએ કેટલાક સાધુઓ પાંચ અવયવ, દસ હેતુઓ, પ્રત્યક્ષ પરોક્ષ અનુમાન પ્રમાણ એ ચારેનો વિચાર કરે છે. વળી કેટલાક ભવસમુદ્રમાં વહાણ જેવા રાગ-મોહની બેડીને તોડનાર, આઠ કર્મની ગાંઠને ભેદવામાં
કુવલયમાલા * ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org